Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ISRO ને મળી વધુ એક સફળતા, ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3 ના 'વિક્રમ' લેન્ડરનું એકવાર ફરી સોફ્ટ લેન્ડિંગ

ISRO એ ફરી એકવાર Chandrayaan-3 ના 'વિક્રમ' લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. આ અંગે ઈસરોએ પોતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. ISRO એ જણાવ્યું હતું કે, 'વિક્રમ' લેન્ડર એક આશાસ્પદ પ્રયોગમાંથી સફળતાપૂર્વક પસાર થઈને તેના...
isro ને મળી વધુ એક સફળતા  ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3 ના  વિક્રમ  લેન્ડરનું એકવાર ફરી સોફ્ટ લેન્ડિંગ

ISRO એ ફરી એકવાર Chandrayaan-3 ના 'વિક્રમ' લેન્ડરે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. આ અંગે ઈસરોએ પોતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે. ISRO એ જણાવ્યું હતું કે, 'વિક્રમ' લેન્ડર એક આશાસ્પદ પ્રયોગમાંથી સફળતાપૂર્વક પસાર થઈને તેના મિશન ઉદ્દેશ્યોને પૂર્ણ કરવા તરફ આગળ વધ્યું છે.

Advertisement

વિક્રમ લેન્ડરનું એકવાર ફરી સોફ્ટ લેન્ડિંગ

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર Chandrayaan-3 ના વિક્રમ લેન્ડરે સોફ્ટ લેન્ડિંગ કરી ભારતે પોતાનું નામ સુવ્રણ અક્ષરોમાં લખી લીધું છે. હવે ISRO એ આ મિશનને લઇને સારા સમાચાર આપ્યા છે. ફરી એકવાર ચંદ્ર પર તેનું સોફ્ટ લેન્ડિંગ થયું છે. ISRO એ સોમવારે આ જાણકારી આપી હતી. વાસ્તવમાં, વિક્રમ લેન્ડરને સૌપ્રથમ ચંદ્રની સપાટીથી 40 સેન્ટિમીટર ઉપર ઉઠાવવામાં આવ્યું હતું અને ફરી એકવાર તેનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ISROએ X પર માહિતી આપતા કહ્યું કે, 'વિક્રમે ફરીથી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે. વિક્રમ તેના મિશનના ઉદ્દેશ્યોથી આગળ કામ કરી રહ્યો છે. તેણે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર ઊંચું આવ્યું. ફરીથી 30 થી 40 સે.મી.ના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું.

Advertisement

વિક્રમનું બીજું સોફ્ટ લેન્ડિંગ મહત્વનું

Advertisement

ISRO નું કહેવું છે કે, વિક્રમનું બીજું સોફ્ટ લેન્ડિંગ મહત્વનું છે કારણ કે તેનાથી સેમ્પલ સાથે મિશન પરત ફરવાની આશા વધી ગઈ છે. દરમિયાન, આગામી એક-બે દિવસમાં એકવાર ચંદ્ર પર અંધારું છવાઈ જશે. ત્યારબાદ લેન્ડરે આગામી 15 દિવસ અંધારામાં પસાર કરવા પડશે. વાસ્તવમાં ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 15 દિવસ બરાબર છે. ચંદ્રયાનનું લેન્ડિંગ 23 ઓગસ્ટની સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર થયું હતું. તે દરમિયાન ચંદ્ર પર દિવસ હતો અને સૂર્યપ્રકાશ હતો. ઈસરોના નિષ્ણાતોનું કહેવું છે કે ચંદ્ર પર ઉતરાણ માટે આવો સમય પસંદ કરવામાં આવ્યો હતો, જ્યારે દિવસની શરૂઆત થઈ હતી. તેનો હેતુ એ હતો કે વિક્રમને આગામી 15 દિવસ માટે તક મળી શકે અને ચંદ્ર વિશે કેટલીક માહિતી એકત્ર કરવાનો સમય મળે.

એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ પૂછવામાં આવી રહ્યો છે કે જો ચંદ્રયાન માત્ર દિવસ દરમિયાન જ કામ કરે છે, તો જ્યારે તે ફરીથી ચંદ્ર પર દિવસ હશે ત્યારે તે ફરીથી સક્રિય થઈ શકશે. ISRO ના સૂત્રોનું કહેવું છે કે ચંદ્રયાનના લેન્ડર અને રોવરમાં સોલર પેનલ છે, જે સૂર્યપ્રકાશમાં ચાલે છે. આ માટે તેને સૂર્યપ્રકાશ મળે તે જરૂરી છે. જો સૂર્યપ્રકાશ ન હોય, તો તેની સોલાર પેનલ માત્ર થોડા કલાકો માટે જ ચાલી શકશે. જોકે, તે પુષ્ટિ નથી કે તે બીજા દિવસે સક્રિય થશે કે નહીં. જો આમ થશે તો તે ઈસરો માટે પણ મોટી ઉપલબ્ધિ સમાન હશે.

આ પણ વાંચો - Chandrayaan-3 મિશનમાં મહત્વની ભૂમિકા ભજવનાર ISRO ના વૈજ્ઞાનિકનું નિધન

આ પણ વાંચો - Chandrayaan-3: વિક્રમ અને પ્રજ્ઞાન હવે 15 દિવસ શાંતિથી ઉંઘી જશે, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.