ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kutch : ફરાર અને ફરજ મોકૂફ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ

કચ્છમાં (Kutch) ચર્ચિત અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને (Neeta Chaudhary) લઈ મોટા સમાચાર આવ્યા છે. ફરાર નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ગુજરાત ATS એ લીમડી (Limdi) પાસેના એક ગામમાંથી નીતા ચૌધરીની ધરપકડ કરી છે. અહેવાલ અનુસાર,...
10:05 PM Jul 16, 2024 IST | Vipul Sen

કચ્છમાં (Kutch) ચર્ચિત અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને (Neeta Chaudhary) લઈ મોટા સમાચાર આવ્યા છે. ફરાર નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, ગુજરાત ATS એ લીમડી (Limdi) પાસેના એક ગામમાંથી નીતા ચૌધરીની ધરપકડ કરી છે. અહેવાલ અનુસાર, બુટલેગરના સાસરીમાં નીતા ચૌધરી છુપાઈ હતી. જો કે, ગુજરાત એટીએસએ (Gujarat ATS) નીતા ચૌધરીને ઝડપી લઈ કચ્છ પોલીસને સોંપવાની કામગીરી શરૂ કરી છે.

જામીન મળ્યા બાદથી ફરાર હતી નીતા ચૌધરી

થોડા દિવસ પહેલા કચ્છના ભચાઉ (Bhachau) નજીક બુટલેગર યુવરાજસિંહ જાડેજા (Yuvraj Singh Jadeja) તથા મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી (Neeta Chaudhary) દારૂ સાથે પકડાયા હતા. પોલીસને જોઈ બુટલેગરે જવાનો પણ કાર ચઢાવવાનો પ્રયાર પણ કર્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની ધરપકડ કરી ફરજ મોકૂફ કરવામાં આવી હતી. જો કે, કેસ ચાલી જતાં અગાઉ કોર્ટ દ્વારા નીતા ચૌધરીના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ, પોલીસે સેસન્સ કોર્ટમાં અરજી કરતા બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે નીતા ચૌધરીના જામીન રદ કર્યા હતા.

બુટલેગરના સાસરીમાંથી ઝડપાઈ મહિલા કોન્સ્ટેબલ

કોર્ટમાં પોતાના જામીન રદ થશે તેવું ભાળી આદિપુર પોલીસ લાઈનમાં (Adipur Police Line) રહેનાર નીતા ચૌધરી ફરાર થઇ ગઇ હતી. ત્યારથી તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. પોલીસે નીતા ચૌધરીની આદિપુર અને તેના સાસરી પાલનપુરમાં (Palanpur) પણ તપાસ કરી હતી. પરંતુ, તે મળી આવી નહોતી. ત્યારે હવે એવી માહિતી મળી છે કે ગુજરાત ATS એ નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત ATS ને બાતમી મળી હતી કે નીતા ચૌધરી બુટલેગરના સાસરીમાં છુપાઈ છે. આથી, ગુજરાત ATS એ લીમડી (Limdi) નજીકના એક ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરી નીતા ચૌધરીની ધરપકડ કરી હતી. ગુજરાત ATS એ નીતા ચૌધરીને કચ્છ પોલીસને (Kutch Police) સોંપવાની કામગીરી હાથ ધરી છે.

 

આ પણ વાંચો - Dwarka : દોઢ વર્ષની માસૂમ બાળકીને સાપ કરડી જતાં મોત, ખાખરડા ગામમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા

આ પણ વાંચો - શું તમે Floating Restaurant ની મુલાકાત લેવાનું વિચારી રહ્યો છો ? વાંચી લો આ સમાચાર

આ પણ વાંચો - Ganesh Gondal ને હવે જેલમાં જ રહેવું પડશે, હાઇકોર્ટે જામીનની સુનાવણી ટાળી

Tags :
Adipur Police LinebhachauBootlegger Yuvraj Singh JadejaFemale PoliceGujarat ATSGujarat FirstGujarati NewsKutchKutch PoliceLIMDINeeta ChaudharyNita ChaudharyPalanpur
Next Article