Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kshatriya Sammelan : વધુ એક પ્રયાસ! મતદાન પૂર્વે ભાજપનાં સમર્થનમાં ફરી એકવાર અહીં યોજાશે ક્ષત્રિય સંમેલન

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલ ટિપ્પણી મામલે સર્જાયેલ વિરોધને શાંત કરવા ભાજપ દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી...
12:57 PM May 04, 2024 IST | Vipul Sen

કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલ ટિપ્પણી મામલે સર્જાયેલ વિરોધને શાંત કરવા ભાજપ દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે હવે આ મામલે ભાજપના ક્ષત્રિય નેતા જયરાજસિંહ જાડેજા ફરી મેદાનમાં આવ્યા છે અને ભાજપના સમર્થનમાં ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયું છે. આ સંમેલન આવતીકાલે ગોંડલ (Gondal) ખાતે યોજાશે. રાજપૂત સમાજની વાડીમાં ભાજપના સર્મથનમાં આ ક્ષત્રિય સંમેલન (Kshatriya Sammelan) યોજાશે, જેમાં જયરાજસિંહ પુત્ર ગણેશસિંહ જાડેજા, ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ (Kshatriya Samaj) સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આવતીકાલે ગોંડલમાં BJP ના સમર્થનમાં ક્ષત્રિય આંદોલન

રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. આ પૂર્વે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય આંદોલનને શાંત કરવા માટે પક્ષ દ્વારા સતત પ્રયાસ કરાઈ રહ્યા છે. ત્યારે હવે આવતીકાલે ગોંડલ ખાતે ફરી એકવાર ક્ષત્રિય સંમેલનનું આયોજન કરાયું છે. જયરાજસિંહ (Jayraj Singh) પુત્ર ગણેશસિંહ જાડેજાની આગેવાનીમાં આ કાર્યક્રમ (Kshatriya Sammelan) ભાજપના સમર્થનમાં રાજપૂત સમાજની વાડીમાં યોજાશે. આ કાર્યક્રમમાં જયરાજસિંહ જાડેજા, ગણેશસિંહ જાડેજા (Ganesh Singh Jadeja), ગરાસીયા રાજપૂત, કાઠી ક્ષત્રિય સમાજ, કારડીયા રાજપૂત, નાડોદા રાજપૂત, સોરઠીયા રાજપૂત અને ખાંટ રાજપૂત સમાજના લોકો હાજર રહેશે.

થોડા દિવસ પહેલા PM મોદી જામસાહેબને મળ્યા હતા

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગુજરાતની મુલાકાતે હતા ત્યારે જામનગરમાં તેમને વિશાળ જનસભા સંબોધી હતી. જામનગરમાં (Jamnagar) સભાને સંબોધન કરતાં પહેલા તેઓ જામસાહેબને મળ્યા હતા. જામ સાહેબે ( Jam Saheb) તેમને માથે પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું. જનસભામાં વડાપ્રધાને જૂની વાતો વાગોળતા કહ્યું હતું કે, ભૂચર મોરી આવે એનું મુખ્યમંત્રી પદ જતું રહે.. મને ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ માટે આવ્યા પણ ત્યાં માન્યતા છે કે આટલા પાળીયા પૂજાતા હોય તો ત્યાં તમારું મુખ્યમંત્રીપદ જતું રહે. પણ મે કહ્યું મારા ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી અને હું આવ્યો હતો. પીએમ મોદીના પ્રવાસ બાદ ક્ષત્રિય આંદોલન શાંત થશે એવી ચર્ચાઓ વેગવંતી થઈ હતી.

આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય આંદોલન વચ્ચે રાજ્યના 45 રાજવીઓનું PM મોદીને સમર્થન, ‘રાષ્ટ્ર પ્રથમ ચિંતન’ બેઠકમાં મોટો નિર્ણય

આ પણ વાંચો - Narendra Modi : ક્ષત્રિય સમાજના બલિદાન સામે મારા મુખ્યમંત્રી પદની કોઇ કિંમત નથી

આ પણ વાંચો - Jamnagar : ધ્રોલમાં મોડી રાતે ક્ષત્રિયો સાથે બેઠક બાદ પૂનમ માડમને હાશકારો! લેવાયો આ નિર્ણય

Tags :
BJPGanesh Singh JadejaGarasia RajputGondalGujarat FirstGujarati NewsJairaj Singh JadejaJam Saheb JamnagarJayraj SinghKathi Kshatriya SamajKshatriya AndolanKSHATRIYA SAMAJKshatriya SammelanParshottam Rupalapm narendra modiRAJKOTRajput Samaj
Next Article