Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kshatriya Samaj : પદ્મિનીબાના ગંભીર આક્ષેપો સામે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું ?

ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના જ બે આગેવાનો હવે આમને-સામને થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પદ્મિની બા વાળાના (Padminiba) આક્ષેપ પર હવે કરણસિંહ ચાવડાની (Karan Singh Chavda) પ્રતિક્રિયા...
kshatriya samaj   પદ્મિનીબાના ગંભીર આક્ષેપો સામે કરણસિંહ ચાવડાની પ્રતિક્રિયા  જાણો શું કહ્યું

ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ક્ષત્રિય સમાજના જ બે આગેવાનો હવે આમને-સામને થયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. પદ્મિની બા વાળાના (Padminiba) આક્ષેપ પર હવે કરણસિંહ ચાવડાની (Karan Singh Chavda) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, આ કોઈની આશા-અપેક્ષાઓ માટેનું પદ નથી. સમિતિની બેઠક માટે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. જણાવી દઈએ કે, અગાઉ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ (Padmini Ba) રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

Advertisement

પદ્મિની બાના સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ

કેન્દ્રીયમંત્રી અને રાજકોટ (Rajkot) બેઠક પરથી ભાજપના (BJP) ઉમેદવાર પરશોત્તમ રૂપાલા (Parshottam Rupala) વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા ઘણા દિવસથી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. સાથે જ તેમની ટિકિટ રદ કરવાની માગ કરાઈ રહી છે. ત્યારે હવે ક્ષત્રિય સમાજના આ આંદોલનના (Kshatriya Aandolan) પાર્ટ-2 પૂર્વે જ રાજપૂત સમાજની સંકલન સમિતિમાં (Kshatriya Samaj Sankalan Samiti) તડા પડ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. કારણ કે, આંદોલનને લઈ ક્ષત્રિય સમાજના (Kshatriya Samaj) જ બે આગેવાનો આમને-સામને આવ્યા છે. અગાઉ ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ રાજપૂત સમાજની સંકલન સમિતિ સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે, આખા ક્ષત્રિય સમાજને ગુમરાહ કરવામાં આવ્યો છે. જયચંદોના કારણે ક્ષત્રિય સમાજનું આંદોલન નબળું પડી ગયું છે. તેમણે કહ્યું કે, આંદોલન કોઇ ફિલ્મ છે કે તેના પાર્ટ વન અને પાર્ટ ટુ હોય ? પાર્ટ ટુ લાવવાનો હતો તે પાર્ટ વનમાં શું કર્યું એ જાહેર કરો.

Advertisement

કરણસિંહ ચાવડાએ આપી પ્રતિક્રિયા

ત્યારે હવે પદ્મિની બા વાળાના (Padminiba) આક્ષેપો સામે ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાની (Karan Singh Chavda) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજીને કહ્યું કે, 14 મી તારીખના રોજ મહાસમેલન યોજાયું હતું, ત્યારે 19 તારીખ સુધીનો ભાજપને (BJP) સમય આપ્યો હતો. 19 તારીખ સુધી પાર્ટ વન યોજવાનું આયોજન કરાયું હતું. ત્યારે હવે આવતીકાલથી આંદોલન પાર્ટ 2 શરૂ થશે. તેમણે કહ્યું કે, આ કોઈની આશા-અપેક્ષાઓ માટેનું પદ નથી. સમિતિની બેઠક માટે કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, હવે કચ્છમાં (Kuch) આશાપુરા અને ઉત્તરમાં અંબાજી (Ambaji) તે જ પ્રકારે 5 ધર્મ રથયાત્રા નીકળશે. સાથે જ તેમણે કહ્યું કે, હવે જિલ્લા પ્રમાણે કમિટી બનશે, જેમાં અલગ-અલગ જગ્યાઓ પર મહિલાઓ અને લીગલ કમિટીના સભ્યોને જોડવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો - Padminiba : પદ્મિનીબાના ગંભીર આક્ષેપ, રાજપૂત સમાજની સંકલન સમિતિ પર ઉઠાવ્યા આ સવાલ!

આ પણ વાંચો - પરશોત્તમ રૂપાલા માટે રાહતના સમાચાર, પદ્મિની બાના બદલાયા સૂર

આ પણ વાંચો - Kshatriya Samaj : ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ કહ્યું- રાજપૂત સમાજનાં આંદોલનનો કોઈ..!

Tags :
Advertisement

.