Kshatriya Andolan : સંકલન સમિતિની બેઠક પૂર્ણ, જાણો 28 તારીખે ક્ષત્રિય સમાજ શું કરશે ?
કેન્દ્રીયમંત્રી અને રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની (Parshottam Rupala) ટિપ્પ્ણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જે હાલ પણ યથાવત છે. ક્ષત્રિય સમાજના આંદોલનને (Kshatriya Andolan) લઈ આગળની રણનીતિ ઘડવા આજે અમદાવાદના ગોતા ખાતે ક્ષત્રિય સંકલન સમિતિની મહત્ત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠક બાદ ક્ષત્રિય સમાજના અગ્રણી કરણસિંહ ચાવડા (Karan Singh Chavda) સહિત આગેવાનોએ મીડિયા સાથે વાત કરી બેઠક અંગે માહિતી આપી હતી. દરમિયાન, તેમણે બીજેપી નેતા કિરીટ પટેલના વિવાદાસ્પદ નિવેદન મામલે પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
કિરીટ પટેલના ચર્ચાસ્પદ નિવેદનને લઈને સંકલન સમિતિ મેદાને
કિરીટ પટેલ જે બોલ્યા તેનો મતલબ શું સમજવાનોઃ કરણસિંહ ચાવડા
"જિલ્લા પ્રમુખ જેવો વ્યક્તિ આવો બફાટ કરે તે કેટલો યોગ્ય?"
"મત પેટીમાંથી રાજા નથી નીકળતો, સેવક નીકળે છે"#Gujarat #Junagadh #KaransinhChavda #BJP #KiritPatel… pic.twitter.com/1aPPslp9PR— Gujarat First (@GujaratFirst) April 23, 2024
કિરીટ પટેલની ટિપ્પણી મામલે રોષ
ક્ષત્રિય સમાજના આગેવાન કરણસિંહ ચાવડાએ મીડિયાને જણાવ્યું હતું કે, બેઠકમાં ચાર મહત્ત્વના મુદ્દાઓ પર સંકલન સમિતિએ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો ભાજપમાં જોડવાવનાં છે જે વાત સમાચારમાં વહેતી થઈ હતી. પરંતુ, તે વાતને હું રેદિયો આપું છું. અમારી બનેલી સમિતિનો કોઈ પણ સભ્ય ભાજપમાં (BJP) જોડાશે નહિ. તેમણે કહ્યું કે, ગઈકાલે જૂનાગઢ bjp પ્રમુખ કિરીટ પટેલે વિસાવદર ખાતે પ્રચાર દરમિયાન બેફામ વાણીવિલાસ કર્યો. તેમણે કહ્યું કે હવે રાજા મતપેટીમાંથી જન્મે છે. આ શબ્દો બદલ તે કહેવા શું માગે છે. આનો મતલબ શું છે ? તે સમજવો. જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આ પ્રકારનાં નિવેદન આપે તેનો મતલબ શું ?
ભાજપ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલનું વિવાદ સર્જે તેવું નિવેદન
"એક સમયે રાણીના કુખે દિકરો જન્મે તે રાજા થતો હતો"
"રાણી ભલે બોબડી હોય, લુલી હોય કે લંગડી હોય..."
આજે રાજા મતપેટીમાંથી નીકળે છેઃ કિરીટ પટેલ @Kiritbhai_Patel #Gujarat #Junagadh #BJP #KiritPatel #Controversy… pic.twitter.com/WnkMJdPK5J— Gujarat First (@GujaratFirst) April 23, 2024
પોલીસની કામગીરી સામે સવાલ
કરણસિંહ ચાવડાએ આગળ કહ્યું કે, કિરીટ પટેલે (Kirit Patel) તેમના નિવેદનથી માત્ર ક્ષત્રિય સમાજ જ નહીં પણ દિવ્યાંગોની લાગણી પણ દુભાવી છે. આ મામલે હવે કિરીટ પટેલ સામે કોઈ પગલાં લેવાશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે. કિરીટ પટેલે સમગ્ર દેશની નારીશક્તિનું અપમાન કર્યું છે. કિરીટ પટેલના નિવેદનને લઈને ભાજપ ખુલાસો આપે. ઉપરાંત, તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊઠાવ્યા હતા અને આરોપ લગાવતા કહ્યું હતું કે, વડોદરામાં (Vadodara) માલધારી સમાજના યુવાને વીડિયો બનાવીને રાજપૂત આંદોલનને સમર્થન આપ્યું હતું. પરંતુ, હવે પોલીસે વીડિયો બનાવનારા યુવકને ધમકાવ્યો હોવાની વાત મળી છે.
ક્ષત્રિય આંદોલનના પાર્ટ 2 અંગે આપી માહિતી
ક્ષત્રિય સમાજ આંદોલનના પાર્ટ 2 અંગે માહિતી આપતા તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર યથાવત છે. ક્ષત્રિય આંદોલન પાર્ટ -2 નો આવતીકાલથી પ્રારંભ થશે. ધર્મરથના રૂટ અંગે કહ્યું કે, રાજકોટના પેલેસ રોડ આશાપુરા મંદિરથી ધર્મરથ શરૂ કરવામાં આવશે. ધર્મરથથી રાજકોટ (Rajkot), વાંકાનેર, જસદણ, જેતપુર, ગોંડલ (Gondal) સહિતના વિસ્તારોમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવામાં આવશે. કરણસિંહ ચાવડાએ આગળ જણાવ્યું કે, 28 તારીખે બારડોલીમાં રાજપૂત સમાજનું મહાસંમેલન યોજાશે. અમારું આદોલન અડીખમ છે. અમે મજબૂત હતા અને વધારે મજબૂત બની રહ્યા છીએ. અમારું આંદોલન શાંતિપૂર્વક તમામ ગામોમાં ચાલી રહ્યું છે. આજે હનુમાન જયંતી (Hanuman Jayanti) નિમિત્તે ક્ષત્રિય મહિલાઓએ ઉપવાસ કરીને વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો - પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો
આ પણ વાંચો - Parshottam Rupala : ક્ષત્રિય સમાજને પરશોત્તમ રૂપાલાએ સરાજાહેર કરી આ ખાસ અપીલ
આ પણ વાંચો - ચૂંટણીટાણે જ જૂનાગઢમાં વધુ એક નેતાનો બફાટ! રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા