Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Khoraj : પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી, અલ્પાબેન પટેલ કરશે જમાવટ, અહીં જુઓ LIVE પ્રસારણ

ગાંધીનગરના (Gandhinagar) ખોરજ ગામ (Khoraj) ખાતે ત્રિદિવસીય ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું (Pran Pratishtha Mohotsav) આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના મહોત્સવનાં પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઊમટ્યા છે. આજે પ્રથમ દિવસે ખોરજમાં મહાયજ્ઞ અને જળયાત્રાનું (Jalyatra) આયોજન...
khoraj   પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પહેલી રાતે માયાભાઈ આહીર  કિર્તીદાન ગઢવી  અલ્પાબેન પટેલ કરશે જમાવટ  અહીં જુઓ live પ્રસારણ

ગાંધીનગરના (Gandhinagar) ખોરજ ગામ (Khoraj) ખાતે ત્રિદિવસીય ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું (Pran Pratishtha Mohotsav) આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસના મહોત્સવનાં પહેલા દિવસે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઊમટ્યા છે. આજે પ્રથમ દિવસે ખોરજમાં મહાયજ્ઞ અને જળયાત્રાનું (Jalyatra) આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાયજ્ઞ અને જળયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જણાવી દઈએ કે, જળયાત્રામાં 101 કળશ સાથે કન્યાઓ યાત્રા પર નીકળી હતી. ખોરજના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી. ત્યારે આજે રાતે ભવ્ય ડાયરા કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં ડાયરા કિંગ માયાભાઈ આહીર (Mayabhai Ahir), કિર્તીદાન ગઢવી (Kirtidan Garhvi) અને અલ્પાબેન પટેલ (Alpaben Patel) જમાવટ કરશે.

Advertisement

જળયાત્રામાં ભક્તોનું ઘોડાપુર

ખોરજ ગામ (Khoraj) ખાતે શ્રી અંબિકા મા, શ્રી બહુચર મા, શ્રી ઉમિયા માતાજી અને ભગવાન બળિયાદેવના ભવ્ય મંદિરના ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રાંરભ થયો છે. આ મહોત્સવના પ્રથમ દિવસે જળયાત્રા અને મહાયજ્ઞ યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જળયાત્રામાં 101 કળશ સાથે કન્યાઓ યાત્રા પર નીકળી હતી. ખોરજના મુખ્ય માર્ગ પરથી આ યાત્રા પસાર થઈ હતી. દરમિયાન, લોકોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે માઈ ભક્તિમાં લિન થઇને ભક્તો ગરબે પણ રમ્યા હતા.

Advertisement

Gujarat First ની Youtube ચેનલ પર LIVE પ્રસારણ

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસની રાતે ભવ્ય ડાયરા (dayra) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ડાયરા કિંગ માયાભાઈ આહીર, કિર્તીદાન ગઢવી અને અલ્પાબેન પટેલ જમાવટ કરવાના છે. આ કાર્યક્રમને દર્શકો ઘરે બેસીને ગુજરાત ફર્સ્ટની યુટ્યૂબ ચેનલ (Gujarat First Youtube Channel) પરથી LIVE પણ જોઈ શકશે. જણાવી દઈએ કે, આ દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી એક મહિના અગાઉથી કરવામાં આવી રહી હતી. ત્યારે ખોરજ ગામમાં લોકો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસનાં આ કાર્યક્રમને લઈને સ્થાનિક લોકો કહીં રહ્યા છે કે, ખોરજ ગામમાં જન્મ લેવો ધન્યની વાત છે. અનેક પૂણ્ય કર્યા હોય ત્યારે આ ગામમાં જન્મ મળે છે.

Advertisement

આ પણ વાંચો - Khoraj ગામને આંગણે અનોખો અવસર, આજથી ત્રિદિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત

આ પણ વાંચો - Hindu rituals-ઘરના મંદિરમાં માત્ર ગરુડ ઘંટ કેમ વગાડવામાં આવે છે?

Tags :
Advertisement

.