Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda : NH 8 પર એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી, ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા

ખેડામાં (Kheda) નેશનલ હાઇવે નંબર 8 ના ડભાણ બ્રિજ (Dabhan Bridge) પર મોડી રાત્રે અક્સ્માતની ઘટના બની છે. એક ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, ટેન્કરમાં જ્વલનશીલ એસિડ ભરેલું હતું. અકસ્માતના લીધે ટેન્કરમાંથી એસિડ (Acid)...
09:03 AM Jul 01, 2024 IST | Vipul Sen

ખેડામાં (Kheda) નેશનલ હાઇવે નંબર 8 ના ડભાણ બ્રિજ (Dabhan Bridge) પર મોડી રાત્રે અક્સ્માતની ઘટના બની છે. એક ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો. માહિતી મુજબ, ટેન્કરમાં જ્વલનશીલ એસિડ ભરેલું હતું. અકસ્માતના લીધે ટેન્કરમાંથી એસિડ (Acid) લીક થયું હતું અને રોડ પર ઢોળાયું હતું. એસિડનાં કારણે ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા હતા. અક્સ્માતની જાણ થતાં જ નડિયાદ પોલીસ અને ફાયર બ્રિગેડ ટીમ (Fire Brigade Team) 2 વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

નેશનલ હાઇવે પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા

એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતાં અકસ્માત

ખેડા જિલ્લાના (Kheda) નેશનલ હાઇવે નંબર 8 ના (National Highway) ડભાણ બ્રિજ પર મોડી રાત્રે એક એસિડ ભરેલા ટેન્કર પાછળ ટ્રક ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત (Road Accident) સર્જાયો હતો. અક્સમાતને પગલે ટેન્કરમાંથી જ્વલનશીલ એસિડ રોડ પર ઢોળાયું હતું, જેના કારણે ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. અક્સ્માતની જાણ થતાં જ નડિયાદ પોલીસ (Nadiad Police) અને ફાયર બ્રિગેડની ટીમ બે વોટર બ્રાઉઝર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઍસિડ (Acid) ભરેલ ટેન્કર પર સતત 4 કલાક સુધી પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી લીક થયેલ ઍસિડને ડાઈલ્યુટ કરવામાં આવ્યું હતું.

અક્સમાત થતાં એસિડ રોડ પર ઢોળાયું હતું.

એસિડ ઢોળાતા ધુમાડાનાં ગોટેગોટા જોવા મળ્યા

ઘટનાની ગંભીરતા જોતા હાઈવે પેટ્રોલિયમની ટીમ દ્વારા હાઇવે પર વડોદરાથી (Vadodara) અમદાવાદ (Ahmedabad) તરફ વાહનોના ટ્રાફિકને ડાયવર્ઝન આપી ડભાણ હાઇવેના બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. જો કે, પરિસ્થિતિ કાબૂમાં આવી જતા બ્રિજ અવરજવર માટે ખોલવામાં આવ્યો હતો. નડિયાદ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી ના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

 

આ પણ વાંચો - Ahmedabad : બોપલમાં મોડી રાતે ત્રિપલ અકસ્માત, બેફામ બુટલેગર કાળ બની 3 ને ભરખી ગયો!

આ પણ વાંચો - Gandhinagar Rain: ગાંધીનગર બન્યું ભુવાનગરી, પહેલા જ વરસાદે ખોલી તંત્રની પોલ

આ પણ વાંચો - Ahmedabad Rain :પહેલા વરસાદમાં ડૂબ્યું અમદાવાદ, AMC કામગીરીમાં રહ્યું નિષ્ફળ

Tags :
Dabhan BridgeFire Brigade teamflammable acidGujarat FirstGujarati NewsHighway Petroleum teamKhedaNadiad PoliceNational Highwayroad accidentVadodara
Next Article