Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kheda : કોન્ટ્રાક્ટર કનુ પટેલના આપઘાતથી કોન્ટ્રાક્ટર્સ એસો. લાલઘુમ, CM ને કરી આ રજૂઆત

ખેડાના (Kheda) કપડવંજમાં (Kapdwanj) કનુભાઈ પટેલ નામના એક કોન્ટ્રાક્ટરે થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. આપઘાત કરતા પહેલા કનુભાઈ પટેલે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં કેટલાક સરકારી અધિકારીઓના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. કનુભાઈ પટેલની આત્મહત્યાની...
03:47 PM Jul 02, 2024 IST | Vipul Sen

ખેડાના (Kheda) કપડવંજમાં (Kapdwanj) કનુભાઈ પટેલ નામના એક કોન્ટ્રાક્ટરે થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી હતી. આપઘાત કરતા પહેલા કનુભાઈ પટેલે એક સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં કેટલાક સરકારી અધિકારીઓના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. કનુભાઈ પટેલની આત્મહત્યાની દુ:ખદ ઘટનાને લઈ આજે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન (Gujarat Contractors Association) દ્વારા પાટનગર ગાંધીનગરમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કનુભાઈ પટેલની આત્મહત્યા (Contractor Kanubhai Patel suicide) માટે જવાબદાર ભ્રષ્ટ અને લોભિયા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી સજા ફટકારાય, જેથી કનુભાઈની આત્માને શાંતિ અને તેમના પરિવારને ન્યાય મળે તેવી માગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર પાઠવી વિરોધ દાખવવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસો.નો વિરોધ

ખેડાનાં (Kheda) કપડવંજમાં કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે 15 જૂન 2024 ના રોજ આત્મહત્યા કરી હતી. સુસાઇડ નોટમાં તેમણે કેટલાક સરકારી અધિકારીઓના માનસિક ત્રાસથી આપઘાત કર્યો હોવાનું જણાવ્યું હતું. મૃતક કનુભાઈ પટેલને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આજે ગાંધીનગર (Gandhinagar) ખાતે ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં કોન્ટ્રાક્ટર્સ હાજર રહ્યા હતા. દરમિયાન, ગુજરાત કોન્ટ્રાક્ટર્સના એસો. ના(Gujarat Contractors Asso.) પ્રેસિડેન્ટ અરવિંદ પટેલ સહિત હજાર તમામ સભ્યોએ આ ઘટનાને વખોડી ઊગ્ર વિરોધ દાખવ્યો હતો. સાથે આ ઘટના માટે જવાબદાર એવા સરકારી ભ્રષ્ટ અને લોભિયા અધિકારી સામે કડક કાર્યવાહી થાય તેવી માગ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

ભ્રષ્ટ અને લોભિયા અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે ?

ખરેખર, લાલચુ અધિકારીઓના ત્રાસના કારણે એક કોન્ટ્રાક્ટરે પોતાનો જીવ આપવો પડે તે ઘટના ખૂબ જ દુ:ખદ અને આઘાતજનક છે. આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આજે એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પરિવારના મોભીના મોતથી પરિવાર આજે પણ શોકમાંથી બહાર આવી શક્યો નથી. ત્યારે લોકોમાં સવાલ થયા છે કે શું ખરેખર કનુભાઈ પટેલની આત્મહત્યા (Contractor Kanubhai Patel suicide) માટે જવાબદાર એવા ભ્રષ્ટ અને દુરાચારી અધિકારીઓ સામે કડક પગલાં લેવાશે ? શું આવા અધિકારીઓને કડકમાં કડક સજા કરી પીડિત પરિવારને ન્યાય મળશે ? કે પછી ન્યાય પ્રણાલીની છટકબારીનો લાભ લઈ પાપીઓ બચી જશે ? જો કે, આરોપીઓને ક્યારે અને કેવી સજા થશે તે તો આવનાર સમયમાં જ જાણવા મળશે.

શું હતી ઘટના ?

મહીસાગર (Mahisagar) જિલ્લાના થાંભા ગામના કનુભાઈ પટેલે થોડા દિવસ પહેલા કપડવંજના નાની ઝેરથી ઘડિયા રોડ પર આવેલા ખેતરમાં ઝાડની ડાળીએ દોરડા વડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. તેમના મૃતદેહ પાસેથી પોલીસેને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી, જેમાં કનુભાઈએ ખેડા (Kheda) જિલ્લામાં માર્ગ મકાન વિભાગના રોડ કોન્ટ્રાક્ટના કામ કરતા હોવાનું જણાવ્યું હતું. આ સુસાઇડ નોટમાં કનુભાઈએ આપઘાતનું કારણ જણાવતા લખ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા કામોનું બિલ રૂ. 4,72,50,000 જેટલું બાકી હતું. વારંવાર વિંનતીઓ અને રજૂઆતો કરવા છતાં પણ અધિકારીઓ તેમને ચુકવણી કરતા નહોતા. આથી, આર્થિક ભીંસમાં ફસાઈ અને માનસિક ત્રાસથી કંટાળી તેમણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. સુસાઇડ નોટમાં કોન્ટ્રાક્ટરો તેમ જ કપડવંજ માર્ગ મકાન વિભાગ સ્ટેટનાં અધિકારીઓના નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો.

પોલીસે સુસાઈડ નોટ પ્રમાણે ગુનો નોંધ્યો

કનુભાઈની આત્મહત્યાના 5 દિવસ બાદ પરિવારજનોએ કપડવંજ પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે સુસાઈડ નોટ પ્રમાણે કપડવંજ (Kapdwanj) સ્ટેટ R&B ડિવિજનના DE અને SO, R&B અધિકારી દીપક ગુપ્તા તેમ જ જિગર કડિયા, શ્રી રામ બિલ્ડર્સના ત્રણ પાર્ટનર લુણાવાડાના (Lunawada) મનહર પટેલ, હિતેશ સુથાર, મોડાસાના દીપક ગાંધી સહીત એલ.જી. ચૌધરી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ફરિયાદ બાદ આરોપીઓની શોધખોળ આદરી છે.

આ પણ વાંચો - Gujarat રાજ્યની લગભગ તમામ જેલ હાઉસફૂલ, કેદીઓની સ્થિતિ દયનીય

આ પણ વાંચો - Aravalli : અમદાવાદ બાદ હવે અરવલ્લીમાં નમકીનમાંથી ગરોળી નીકળી!

આ પણ વાંચો - Rajkot : જાહેરમાં 3 યુવકોએ ફિનાઇલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો, Video પણ બનાવ્યો

Tags :
Arvind PatelChief Minister Bhupendra Patelcontractor Kanubhai Patel suicidecorrupt officialsGandhinagarGhadia roadGujarat Contractors AssociationGujarat FirstGujarati NewsKapdwanjKapdwanj Marg Building Department StateKhedaMahisagarSri Ram Builders
Next Article