Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : સોની બંધુઓને બંધક બનાવી રૂ. 81.30 લાખની લૂંટ કરનારા 3 ઝડપાયા

જુનાગઢના (Junagadh) મેંદરડાના રાજેસર ગામે સોની બંધુઓને બંધક બનાવીને રૂ. 81.30 લાખની લૂંટ કરવાના કેસમાં ત્રણ આરોપીઓને જુનાગઢ પોલીસે ઝડપી પાડ્યા છે અને લૂંટનો તમામ મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી...
junagadh   સોની બંધુઓને બંધક બનાવી રૂ  81 30 લાખની લૂંટ કરનારા 3 ઝડપાયા

જુનાગઢના (Junagadh) મેંદરડાના રાજેસર ગામે સોની બંધુઓને બંધક બનાવીને રૂ. 81.30 લાખની લૂંટ કરવાના કેસમાં ત્રણ આરોપીઓને જુનાગઢ પોલીસે ઝડપી પાડ્યા છે અને લૂંટનો તમામ મુદ્દામાલ પણ કબજે કરી લીધો છે. આ મામલે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મેંદરડા પોલીસ સ્ટેશન (Mendara Police Station) વિસ્તારમાં આવેલ રાજ્યસર ગામોમાં રહેતા સોની જિતેન્દ્રભાઈ ઉર્ફે જિતુભાઈ લોઢિયા તથા તેમના ભાઈ તુલસીદાસને ગત 1 ફેબ્રુઆરીના રોજ આરોપી દિપક અશોક જોગિયા અને અન્ય બે લોકોએ ઘરમાં આવીને બંને ભાઈઓને ઢોર માર મારી બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ છરી બતાવીને સોના, ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ રૂ. 81.70 લાખની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આ મામલે ફરિયાદ બાદ જુનાગઢ પોલીસે (Junagadh Police) ત્રણ શખ્સોની શોધખોળ આદરી હતી.

Advertisement

જુનાગઢ પોલીસે અલગ અલગ ટીમ બનાવી હતી અને સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સેલ અને બાતમીના આધારે આરોપીઓનું પગેરું દબાવ્યું હતું, જેમાં આરોપી દિપક અશોક જોગિયા ઉર્ફે કોઠીઓ, રણછોડ વાઘેલા અને વિમલ બટુક રેણુકા નામના ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ત્રણેય શખ્સો પાસેથી લૂંટનો તમામ મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. લૂંટ ચલાવીને આ ત્રણેય આરોપીઓ પોલીસથી બચવા માટે અલગ અલગ જગ્યાએ છુપાયેલા હતા, જેમાં ગિરનારના (Girnar) જંગલમાં તેમ જ જૂનાગઢની અલગ અલગ જગ્યા પર છુપાયા હતા.

Advertisement

પૂછપરછમાં જાણવા મળ્યું કે, લૂંટનો પ્લાન ઘડીને આરોપીઓએ વીરપુર (Virpur) ખાતેથી રમકડાંની બંદૂકની ખરીદી કરી હતી. સાથે જ છરી લઈ આ ત્રણેય આરોપીઓ ઘટનાના દિવસે ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં ઘટનાને અંજામ આપ્યો હતો. પકડાયેલા ત્રણેય આરોપીઓ પૈકી આરોપી દિપક જોગિયા ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જુનાગઢ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેના નામે અનેક કેસો નોંધાયેલા છે. તેમ જ આરોપી રણછોડ વાઘેલાનો પણ ગુનાહિત ઈતિહાસ છે. પ્રોહિબિશન તેમ જ અલગ અલગ ગુનાઓમાં તેની સંડોવણી સામે આવી છે. આ ત્રણેય આરોપીઓને ઝડપી પોલીસે આગળથી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Raj Shekhawat : કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતને 5 માર્ચ સુધીમાં મારી નાખવાની ધમકી, બિશ્નોઈ ગેંગ પર આશંકા

Tags :
Advertisement

.