Lok Sabha Elections પહેલા જિગ્નેશ મેવાણીને મળી મોટી જવાબદારી
Lok Sabha Elections 2024: કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીને લઈને તૈયારીઓમાં જોડાઈ ગઈ છે. જેને લઈને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ મહિલા વિંગ, છાત્ર વિંગના નવા અધ્યક્ષ સહિત ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતની વડનગરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
ખડગેએ ક્લસ્ટર આધારિત સ્ક્રીનીંગ કમિટીની રચના કરી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી સામાન્ય ચૂંટણીઓ માટે ક્લસ્ટર-આધારિત સ્ક્રીનીંગ સમિતિઓની પણ રચના કરી છે. આ માટે પાર્ટીએ દેશને 5 ક્લસ્ટરમાં વહેંચી દીધો છે.
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે તેની મહિલા પાંખ અને વિદ્યાર્થી પાંખના નવા પ્રમુખોની નિમણૂક કરી છે. તેમજ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ પાર્ટીમાં ક્લસ્ટર આધારિત સ્ક્રીનિંગ કમિટીની પણ રચના કરી છે. કોંગ્રેસ દ્વારા પણ ગુજરાતના કોંગ્રેસ વડગામનાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, લક્ષદ્રીપ તેમજ પુડુંચેરીની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે જીજ્ઞેશ મેવાણી બે ટર્મથી વડગામ બેઠક પરથી ચૂંટાઈને આવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા તેઓને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
જિગ્નેશ મેવાણીને મોટી જવાબદારી મળતા તેને X પર પોસ્ટ કરીને કોંગ્રેસ પાર્ટીના શીર્ષ નેતૃત્વનો આભાર માન્યો હતો.
વર્ષ 2017 થી રાજકારણમાં ઝંપલાવ્યું
વર્ષ 2017 ની વિધાનભા ચૂંટણી વખતે બનાસકાંઠા જીલ્લાનાં વડગામ ખાતેથી ચૂંટણી લડવાની જાહેરાત કરતા કોંગ્રેસ દ્વારા જીજ્ઞેશ મેવાણીને ટેકો જાહેર કરી પોતાનો ઉમેદવાર હટાવી દીધો હતો. જે બાદ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનાં ઉમેદવારને હરાવી ધારાસભ્ય બન્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad : એક કોલ અને ખાતુ ખાલી!, ઈમરજન્સીના નામે આપને આવી શકે છે ફ્રોડ કૉલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ