Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Jamnagar : ભાણવડમાં પરિવારના સામૂહિક આપઘાત મામલે મોટો ખુલાસો, કારણ આવ્યું સામે!

જામનગરના (Jamnagar) એક જ પરિવારના 4 સભ્યના સામૂહિક આપઘાત મામલે મોટા સમાચાર આવ્યા. આર્થિક સંકળામણમાં પરિવારનો માળો વિખેરાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. માહિતી મુજબ, ચારેય મૃતદેહને પીએમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં (GG Hospital) લવાયા છે. આ મામલે પોલીસે...
02:45 PM Jul 11, 2024 IST | Vipul Sen

જામનગરના (Jamnagar) એક જ પરિવારના 4 સભ્યના સામૂહિક આપઘાત મામલે મોટા સમાચાર આવ્યા. આર્થિક સંકળામણમાં પરિવારનો માળો વિખેરાયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. માહિતી મુજબ, ચારેય મૃતદેહને પીએમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલમાં (GG Hospital) લવાયા છે. આ મામલે પોલીસે મૌન ધારણ કર્યું છે.

એક સાથે 4 સભ્યોના મોતથી પરિવારમાં ગમગીની

ભાણવડમાં પરિવારના ચાર સભ્યોએ આપઘાત કર્યો

માહિતી મુજબ, જામનગરની માધવબાગ સોસાયટીમાં (Madhavbagh Society) અશોક્ભાઈ ધુવા, પત્ની લીલુંબેન, પુત્ર જિગ્નેશ અને પુત્રી કિંજલ સાથે રહેતા હતા. અશોકભાઈ ધુવા ચામુંડા કાસ્ટ નામની બ્રાસના ભંગારની પેઢી ચલાવતા હતા. જો કે, છેલ્લા અમુક સમયથી ધંધામાં ખોટ જતાં અશોકભાઈનો પરિવાર આર્થિક સંકટથી ઝઝૂમી રહ્યો હતો. આર્થિક સંકટના (Economic Crisis) કારણે અશોકભાઈ વ્યાખોરોના ચુંગાલમાં ફસાઈ ગયા હતા. દરમિયાન, અશોકભાઈ પરિવાર સાથે દેવભૂમિ દ્વારકા (Dwraka) જિલ્લાના ભાણવડ (Bhanwad) પંથક આવ્યા હતા. વ્યાજખોરોનો સતત વધી રહેલો ત્રાસ અને આર્થિક સંકળામણથી કંટાળીને અશોકભાઈ અને તેમના પરિવારે ગઈકાલે ઝેરી દવા પી સામૂહિક આપઘાત (Mass Suicide) કર્યો હતો.

પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ અંતિમ યાત્રા નીકળી

પોલીસને સ્યુસાઇડ નોટ પણ મળી

આ ઘટનાની જાણ થતા ભાણવડ પોલીસ (Bhanwad Police) ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. દરમિયાન, પોલીસને એક સ્યુસાઇડ નોટ (Suicide Note) પણ મળી આવી હતી. પોલીસ તપાસમાં એવું પણ જાણવા મળ્યું કે, બે દિવસ પૂર્વે કેટલાક શખ્સોએ પેઢીએ આવી અશોકભાઈ સાથે મારામારી પણ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે, આ મામલે વધુ માહિતી આપવા પોલીસે મૌન ધારણ કર્યું છે. જ્યારે, ચારેય મૃતદેહોને પીએમ અર્થે જામનગરની (Jamnagar) જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે એક સાથે 4 અરથી ઉઠતા આહીર પરિવારમાં ભારે આક્રંદ જોવા મળ્યો છે અને સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ છે.

 

આ પણ વાંચો - Mass suicide: દેવભૂમિ દ્વારકા પંથકમાં એક જ પરિવારના 4 સભ્યોએ ઝેરી દવા ગટગટાવતા મચ્યો હાહાકાર

આ પણ વાંચો - Junagadh : ભેંસાણની ચોંકાવનારી ઘટના, એક સંતાનનો પિતા અપરિણિત દિકરીને ભગાડી ગયો અને પછી…

આ પણ વાંચો - ‘AAP’ ને ગુજરાતમાં મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ આપ્યું રાજીનામું

Tags :
Ahir FamilybhanvadBhanwad PoliceDev Bhoomi DwrakaEconomic CrisisGG HospitalGujarat FirstGujarati NewsJamnagarMadhavbagh Societymass suicideSuicide Note
Next Article