Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકા બાદ લેબનાનમાં આર્થિક સંકટ, નાયબ વડાપ્રધાને દેશને અને સરકારી બેંકને નાદાર જાહેર કરી

પડોશી દેશ શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ખરાબ આર્થિક સ્થિતિના લીધે ત્યાંના લોકો હેરાન થઇ રહ્યા છે. ઉપરાંત હાલ શ્રીલંકામાં કટોકટી પણ લાગુ કરવામાં આવી છે. તેવામાં એક અન્ય દેશના નાદાર થવાના સમાચાર સામે આવ્યા છે. આ દેશનું નામ લેબનાન છે. જે મિડલ ઇસ્ટમાં આવેલો છે.દેશની સેન્ટ્રલ બેંક પણ નાદાર જાહેરલેબનોનના નાયબ વડા પ્રધાન સાદેહ અલ-શામીએ તેમના દેશને નાદાર જાહેર કર્યો છે. à
શ્રીલંકા બાદ લેબનાનમાં આર્થિક સંકટ  નાયબ વડાપ્રધાને દેશને અને સરકારી બેંકને નાદાર જાહેર કરી
પડોશી દેશ શ્રીલંકા આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે. ખરાબ આર્થિક સ્થિતિના લીધે ત્યાંના લોકો હેરાન થઇ રહ્યા છે. ઉપરાંત હાલ શ્રીલંકામાં કટોકટી પણ લાગુ કરવામાં આવી છે. તેવામાં એક અન્ય દેશના નાદાર થવાના સમાચાર સામે આવ્યા છે. આ દેશનું નામ લેબનાન છે. જે મિડલ ઇસ્ટમાં આવેલો છે.
દેશની સેન્ટ્રલ બેંક પણ નાદાર જાહેર
લેબનોનના નાયબ વડા પ્રધાન સાદેહ અલ-શામીએ તેમના દેશને નાદાર જાહેર કર્યો છે. શમીએ કહ્યું કે દેશની સાથે દેશની સેન્ટ્રલ બેંક પણ નાદાર થઈ ગઈ છે. લેબેનોનના ચલણ લેબનીઝ લીરાના મૂલ્યમાં 90% ઘટાડો થયો છે. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે લેબનાનની 82 ટકાથી વધુ વસ્તી ગરીબ બની ગઈ છે. શમીએ એક મીડિયા હાઉસને કહ્યું કે નુકસાનીની ભરપાઇની જવાબદારી દેશ, કેન્દ્રીય બેંક Banque du Liban અને થાપણદારો પર હશે. કોને કેટલું વળતર આપવું તે અંગે કોઈ ટકાવારી નક્કી કરવામાં નથી આવી.
નાયબ વડાપ્રધાને શું કહ્યું?
તેમણે આગળ કહ્યું કે ‘દુર્ભાગ્યે કેન્દ્રીય બેંક અને દેશ નાદાર થઈ ગયા છે. અમે આનો ઉકેલ શોધવા માંગીએ છીએ. દાયકાઓથી ચાલી રહેલી નીતિઓને કારણે આવું બન્યું છે અને જો આપણે કંઈ નહીં કરીએ તો ઘણું મોટું નુકસાન થશે. આ એક હકીકત છે જેને અવગણી ના શકાય. અમે પરિસ્થિતિ તરફ પીઠ ના ફેરવી શકએ. અમે બધા અત્યારે બેંકમાંથી પૈસા નથી ઉપાડી શકતા. અમે IMF સાથે વાતચીત કરી રહ્યા છીએ. અમે દરરોજ તેમની સાથે વાત કરીએ છીએ અને વાતચીતમાં ઘણી પ્રગતિ પણ થઈ છે ’
બે વર્ષ પહેલાથી સંકટ શરુ થયું
લેબનાન બે વર્ષ કરતા પણ વધારે સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. લેબનાનમાં ચાલી રહેલી આ કટોકટી એ આધુનિક સમયમાં વિશ્વની સૌથી ગંભીર આર્થિક કટોકટી છે. આ સંકટ ઓક્ટોબર 2019માં શરૂ થયું હતું. દેશની આ દુર્દશા માટે સત્તાધારી રાજકીય પક્ષમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર અને ગેરવહીવટને જવાબદાર ગણવામાં આવે છે. લેબનીઝ સરકારે દેશની બગડતી આર્થિક સ્થિતિને ઠીક કરવા માટે કોઈ પગલાં લીધાં નથી.
માલની આયાત અટકી પડી
લેબનોન આયાત પર નિર્ભર દેશ છે. આર્થિક સંકટને કારણે દેશનો વિદેશી હૂંડિયામણનો ભંડાર પણ ખાલી છે, જેના કારણે તે વિદેશથી માલ આયાત કરી શકતો નથી. દેશમાં બેરોજગારી વધીને 40 ટકા થઈ ગઈ છે. કોરોના મહામારીએ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવી છે. વર્ષ 2020માં બેરુત બંદર પર એક મોટો વિસ્ફોટ થયો હતો. જેથી આર્થિક કટોકટી વધુ ખરાબ થઈ  હતી. આ વિસ્ફોટમાં 216 લોકોના મોત થયા હતા તો હજારો ઘાયલ થયા હતા. વિસ્ફોટના કારણે રાજધાની બેરૂત હચમચી ઉઠી હતા અને તેનો એક ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.