Tathya Patel Case : તથ્ય પટેલ કેસમાં વપરાયેલી જગુઆર કાર કોર્ટમાંથી કોઈ છોડાવી ગયું ?
અમદાવાદનાં (Ahmedabad) ઇસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર મોંઘીદાટ જેગુઆર કારથી (Jaguar car) 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલનાં કેસને (Tathya Patel Case) લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલ છે કે, તથ્ય પટેલ કેસમાં વપરાયેલી જગુઆર કાર કોઈ ક્રિશ વરિયાની નકલી સહી કરીને કોર્ટમાંથી છોડાવી ગયું છે. જો કે, કોર્ટમાં સોગંદનામું કર્યા વગર કાર કેવી રીતે આપી શકાય ?
જેગુઆર કાર કોર્ટમાંથી કોઈ છોડાવી ગયું ?
અમદાવાદનાં ખૂબ જ ચર્ચિત તથ્ય પટેલ કેસને (Tathya Patel Case) લઈ ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવા અહેવાલ મળ્યા છે કે, તથ્ય પટેલ કેસમાં વપરાયેલી જગુઆર કાર (Jaguar car) કોઈ ક્રિશ વરિયાની (Krish Varia) નકલી સહી કરીને કોર્ટમાંથી છોડાવી ગયું છે. જો કે, સવાલ ઊભો થાય છે કે કોર્ટમાં સોગંદનામું (affidavit) કર્યા વગર કાર કેવી રીતે આપી શકાય ? આ મામલે સાચી હકીકત હાલ સામે આવી નથી.
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતા
જણાવી દઈએ કે, ગત વર્ષે 19 જુલાઈ, 2023 ની મોડી રાત્રે ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાતા લોકોની ભીડ ભેગી થઈ હતી. દરમિયાન, પૂરઝડપે આવતી જેગુઆર કારે બ્રિજ પર એકત્ર ભીડને અડફેટે લીધી હતી. આ ગોઝારી ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં હડકંપ મચાવી દીધો હતો. આ કેસમાં આરોપી તથ્ય પટેલ હાલ જેલમાં બંધ છે.
ક્રાઈમ બ્રાન્ચે કરી સ્પષ્ટતા
તથ્ય પટેલની જેગુઆર કાર અંગે ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, તથ્ય પટેલની જેગુઆર કાર આજે પણ પોલીસ સ્ટેશનમાં જ છે. કોઈ તેને લઈને ગયું નથી અને તેની કારની ચાવી પણ ક્રાઇમ બ્રાન્ચ પાસે છે. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે એવી ચર્ચાઓ થઇ રહી હતી કે તથ્ય પટેલની જેગુઆર કારને કોઇ ક્રિશ વરિયા નામનો શખ્સ નકલી સહી કરીને કોર્ટમાંથી છોડાવી ગયો છે.
આ પણ વાંચો - Jamnagar : હચમચાવે એવો કિસ્સો! માત્ર 9 વર્ષનાં માસૂમ બાળકે ગળે ફાંસો ખાતા ચકચાર
આ પણ વાંચો - Ahmedabad Police : શહેરમાં PI-PSI ની બદલી બાદ ગ્રામ્યમાં બદલીઓનો દોર, 27 PI ની બદલી
આ પણ વાંચો - Gandhinagar : ફિલ્મી ઢબે ખાનગી કારમાં સરકારી અધિકારીનું અપહરણ, પોલીસે પાર પાડ્યું દિલધડક ઓપરેશન!