Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IPS Transfer : આ બે શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર, 20 થી વધુ અધિકારીઓને બઢતી

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા રાજ્યમાં IPS અધિકારીઓની બદલી અને બઢતીને (IPS transfer) લઈ મોટા સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા IPS ની બદલી માટે ગૃહવિભાગને મંજૂરી આપવામાં આવતા સુરત (Surat) અને વડોદરાને (Vadodara) નવા પોલીસ કમિશનર મળ્યા છે....
ips transfer   આ બે શહેરને મળ્યા નવા પોલીસ કમિશનર  20 થી વધુ અધિકારીઓને બઢતી

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા રાજ્યમાં IPS અધિકારીઓની બદલી અને બઢતીને (IPS transfer) લઈ મોટા સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા IPS ની બદલી માટે ગૃહવિભાગને મંજૂરી આપવામાં આવતા સુરત (Surat) અને વડોદરાને (Vadodara) નવા પોલીસ કમિશનર મળ્યા છે. જ્યારે, અમદાવાદના (Ahmedabad) પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ (DG Hasmukh Patel) સહિત 20 થી પણ વધુ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે.

Advertisement

સુરત અને વડોદરાને મળ્યા નવા પોલીસ કમિશનર

રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. આ વચ્ચે IPS ની બદલી અને બઢતીને (IPS transfer) લઈ મોટા સમાચાર આવ્યા છે. ચૂંટણી પંચ દ્વારા IPS ની બદલી માટે ગૃહવિભાગને (home department Gujarat ) મંજૂરી અપાતા સુરતને નવા પોલીસ કમિશન તરીકે અનુપમસિંહ ગેહલોત (Anupam Singh Gahlaut) મળ્યા છે. જ્યારે નરસિમ્હા કોમારને (Narasimha N Komar) વડોદરા (Vadodara) પોલીસ કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir), રાઘેન્દ્ર વત્સ (Raghendra Vats) અને પ્રેમવીર સિંહ (Premveer Singh) સહિત અનેક પોલીસ અધિકારીઓને પણ પોસ્ટિંગ મળ્યા છે.

Advertisement

Advertisement

ગઈકાલે ચૂંટણી પંચને પેનલ મોકલાઈ હતી

પ્રાપ્ત અહેવાલ અનુસાર, લોકસભા ચૂંટણી પૂર્વે અમદાવાદના (Ahmedabad) પોલીસ કમિશનર જી.એસ. મલિક (G.S. Malik) અને ગુજરાત પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ (Hasmukh Patel) સહિત 20 થી પણ વધુ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે અમુક IPS અધિકારીઓ હજુ પણ વેઈટિંગ ફોર પોસ્ટિંગમાં રહેશે. જણાવી દઈએ કે, ગઈકાલે એવા સમાચાર મળ્યા હતા કે IPS અધિકારીઓની બદલી માટે પેનલ ચૂંટણી પંચને મોકલાઈ હતી. ત્યારે આજે IPS અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે.

DG હસમુખ પટેલ સહિત 20 IPS ને પ્રમોશન :
. જી.એસ. મલિકને DG કરીકે બઢતી
. ADGP એવા 4 IPSની DG કરીકે બઢતી
. ઓમપ્રકાશ જાટ અમદાવાદ SP
. આર.વી. અંસારીનું પંચમહાલ ગોધરા રેન્જ આઈજી તરીકે પ્રમોશન
. મનોજ અગ્રવાલનું DGP તરીકે પ્રમોશન
. ડૉ. કે.એલ.એન. રાવનું DGP તરીકે પ્રમોશન
. સુનિલ જોશીનું DIG તરીકે પ્રમોશન
. તરૂણ દુગ્ગલ મહેસાણાના SP બન્યા
. શિવમ વર્મા અમદાવાદ ઝોન-7ના DCP બન્યા
. ગૌરવ જસાણી આણંદના SP બન્યા
. મહેન્દ્ર બગરિયાનું DIG તરીકે બઢતી
. દીપક મેઘાણીનું DIG તરીકે પ્રમોશન
. લીના પાટીલનું DIG તરીકે બઢતી
. સ્વેતા શ્રીમાળીનું DIG તરીકે પ્રમોશન
. નિર્લિપ્ત રાયનું DIG તરીકે બઢતી
. કે.એન. ડામોરનું DIG તરીકે પ્રમોશન
. એસ.જી. ત્રિવેદીનું ADGP તરીકે પ્રમોશન બઢતી
. નિલેશ જાજડિયાનું IGP તરીકે પ્રમોશન
. બિપિન આહિર, શરદ સિંઘલ અને પી.એલ.મલનું IGP તરીકે પ્રમોશન
. ચિરાગ કોરડિયા બોર્ડર રેન્જ IG
. પ્રેમવીરસિંહ સુરત રેન્જ IG
. અનુપમસિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર નિમાયા
. નરસિમ્હા કોમરની વડોદરાના નવા પોલીસ કમિશનર તરીકે નિમણૂક
. જે.આર. મોથલિયા અમદાવાદના રેન્જ IG

આ પણ વાંચો - IPS Transfer : ચૂંટણી માહોલ વચ્ચે આગામી 48 કલાકમાં થઈ શકે છે IPS અધિકારીઓની બદલી! વાંચો અહેવાલ

આ પણ વાંચો - Ahmedabad : ચૂંટણી માહોલમાં ગુનેગારોની ખેર નહીં, પોલીસે કરી આ ખાસ તૈયારી, વાંચો સંપૂર્ણ અહેવાલ

આ પણ વાંચો - In-charge IPS : ગુજરાત પોલીસમાં વર્ષોથી મહત્વના દોઢ ડઝન જેટલા સ્થાન ખાલી

Tags :
Advertisement

.