IPS Transfer : ચૂંટણી પહેલા બદલીનો બીજો રાઉન્ડ, કોને કયાં મળી નિમણૂક ?
લોકસભા ચૂંટણી (Lok Sabha elections) પહેલા એકવાર ફરી IPS અધિકારીઓની (IPS Transfer) બદલી અને નિમણૂકના સમાચાર આવ્યા છે. ચૂંટણી પહેલા ગુજરાતમાં 12 IPS અધિકારીઓની બદલી અને નિમણૂક કરવામાં આવી છે. અગાઉ પણ IPS અધિકારીઓની બદલી અને બઢતીને ગૃહવિભાગથી (HOME DEPARTMENT) મંજૂરી આપવામાં આવતા સુરત (Surat) અને વડોદરાને (Vadodara) નવા પોલીસ કમિશનર મળ્યા હતા. જ્યારે હવે 9 જેટલાં IPS અધિકારીઓ છેલ્લાં કેટલાય સપ્તાહોથી નિમણૂકની (IPS Transfer) પ્રતીક્ષામાં હતા. જેમને આખરે નિમણૂક મળી છે.
પ્રતિક્ષાની નિમણૂકમાં હતાં આ અધિકારીઓ
. IGP ગગનદીપ ગંભીર (Gagandeep Gambhir IPS) - વહીવટ વિભાગ
. IGP રાઘવેન્દ્ર વત્સ (Raghavendra Vatsa IPS) - સુરત ક્રાઈમ બ્રાંચ
. DIG શરદ સિંઘલ (Sharad Singhal IPS) - અમદાવાદ ક્રાઈમ બ્રાંચ
. SP ચૈતન્ય માંડલિક (Chaitanya Mandlik IPS) - CID Crime કટ્ટરપંથી વિરોધી વિભાગ
. SP મનિષ સિંઘ (Manish Singh IPS) - મોટર ટ્રાન્સપોર્ટ (MT) ગાંધીનગર
. SP ઉષા રાડા (Usha Rada IPS) - SRPF મુડેટી, સાબરકાંઠા
. SP ડૉ. લવિના સિંહા (Dr. Lavina Sinha IPS) - DCP સાયબર ક્રાઈમ અમદાવાદ
. SP રૂપલ સોલંકી (Rupal Solanki SPS) - DGP ઑફિસ સ્ટાફ ઑફિસર
. SP ભારતી પંડ્યા (Bharti Pandya SPS) - Technical Service
આ ત્રણ અધિકારીની થઈ બદલી
> DIG નિરજકુમાર બડગુજર (Neeraj Kumar Badgujar IPS) ને એડીશનલ સીપી ક્રાઈમ અમદાવાદથી ખસેડીને અમદાવાદ શહેર સેક્ટર 1 તરીકે નિમણૂક આપી છે.
> સાઇબર ક્રાઈમના DCP અજીત રાજ્યાણ (Ajit Rajian IPS) ને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ખાલી પડેલા સ્થાને મુકવામાં આવ્યા છે.
> સ્ટેટ ટ્રાફિક બ્રાંચના (State Traffic Branch) SP હિમાંશુ કુમાર વર્માને (HimanshuKumar Verma IPS) અમદાવાદ ઝોન 1ના ખાલી પડેલા સ્થાને નિયૂક્ત કરાયા છે.
આ પણ વાંચો - ECI : 12 IPS સહિતના 14 અધિકારીઓને નવરાધૂપ, કેટલાંક નાખુશ
આ પણ વાંચો - Home Department : કોણે-કોણે નિમણૂકમાં ધાર્યા નિશાન પાર પાડ્યા ?
આ પણ વાંચો - In-charge IPS : ગુજરાત પોલીસમાં વર્ષોથી મહત્વના દોઢ ડઝન જેટલા સ્થાન ખાલી