ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

International Yoga Day : સાયન્સ સિટીમાં ભવ્ય ઉજવણી, 400-500 લોકો લેશે ભાગ

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 10 માં યોગ દિવસની (10th Yoga Day) સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 'યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી' ની (Yoga for Self and...
09:58 PM Jun 20, 2024 IST | Vipul Sen

વિશ્વભરમાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે 10 માં યોગ દિવસની (10th Yoga Day) સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે 'યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી' ની (Yoga for Self and Society') થીમ પર સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઊજવવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્રમાં PM મોદીનાં અનુરોધને માન્ય રખાયો

ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બર 2014 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં સંબોધન કર્યું હતું. જેમાં તેમણે 21 જૂનના દિવસે સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઊજવવાનો અનુરોધ કર્યો હતો. તેમના એ અનુરોધનો સ્વીકાર કરીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ડિસેમ્બર 2014 માં 21 જૂનને 'યોગ દિવસ' તરીકે ઊજવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી સમગ્ર વિશ્વમાં 21 જૂને યોગ દિવસ (Yoga Day) મનાવવામાં આવે છે.

સાયન્સ સિટીમાં વિશેષ કાર્યક્રમ

સાયન્સ સિટી ખાતે વિશેષ કાર્યક્રમ

ગુજરાત સાયન્સ સિટી (Science City) ખાતે પણ 10 માં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ગાંધી આશ્રમ શાળાની 50 જેટલી વિદ્યાર્થિનીઓ અને એસ.એસ. ડિવાઈન સ્કૂલનાં 200 વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં રસ ધરાવતા લોકો ભાગ લેશે. વહેલી સવારે 7 વાગ્યાથી 9 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની (International Yoga Day) ઉજવણી માટે સાયન્સ સિટી દ્વારા યોગનાં નિષ્ણાતો તેમ જ ગુજરાત સ્ટેટ યોગ બોર્ડનાં (Gujarat State Yoga Board) સભ્યોને આમંત્રિત કરવામાં આવ્યા છે. જેઓ વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ અને વડીલોને જુદા-જુદા યોગાસનો અને પ્રાણાયમ શીખવાડશે. તેમ જ સહભાગીઓને યોગનું મહત્ત્વ સમજાવી તેની જાગૃતિ વિશે વાત કરશે. આશરે 400 થી 500 જેટલા લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થશે.

અહેવાલ - સંજય જોષી

આ પણ વાંચો - J&K : PM MODI દાલ લેકના કિનારે કરશે યોગ…

આ પણ વાંચો - VADODARA : સ્વયં અને સમાજ માટેની થીમ પર વિશ્વ યોગ દિનની ઉજવણી

આ પણ વાંચો - DGP Gujarat : પીઆઈ તરલ ભટ્ટ ફરી સસ્પેન્ડ, 3 પોલીસવાળા પણ ફરજમોકૂફ

Tags :
10th Yoga DayDivine SchoolGandhi Ashram SchoolGujarat Science Citygujarat state yoga boardGujarati NewsInternational Yoga DayPrime Minister Narendra ModiUnited Nations General AssemblyYoga dayYoga Day celebrationsyoga for Self and SocietyGujarat first
Next Article