Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

લો... બોલો, હવે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પોતે જ કોંગ્રેસને મત નહીં આપી શકે

INDIA Alliance: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તક્કાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. તે ઉપરાંત આ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં કોંગ્રેસ (Congress) માટે વધુ એક મુશ્કેલ આવી પડી છે. તેનું કારણ INDIA...
05:27 PM May 02, 2024 IST | Aviraj Bagda
Lok Sabha Election, INDIA Alliance, Congress, AAP, Gujarat

INDIA Alliance: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ના 7 તબક્કાઓ પૈકી બે તક્કાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે. તે ઉપરાંત આ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં કોંગ્રેસ (Congress) માટે વધુ એક મુશ્કેલ આવી પડી છે. તેનું કારણ INDIA Alliance ને માનવામાં આવે છે.

લોકસભા ચૂંટણી 2024 માં ભાજપ સરકાર (BJP Government) ને માત આપવા માટે કોંગ્રેસ દ્વારા મહાગઠબંધન (INDIA Alliance) કરવામાં આવ્યું હતું. આ ઈન્ડિયા ગઠબંધન (INDIA Alliance) માં કુલ 26 પાર્ટીઓ સાથે આવી છે. ત્યારે આ વખતે INDIA Alliance હેઠળ તમામ પાર્ટીઓએ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં લોકસભા બેઠકની વહેંચણી કરી છે. તેથી આ વખતે INDIA Alliance ને લઈ કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) એ લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં બેઠકની વહેંવચી સમજૂતી સાથે કરવામાં આવી હતી. આ ગઠબંધન અંતર્ગત ગુજરાતમાં આમ આદમી પાર્ટીને INDIA Alliance દ્વારા બે બેઠક ફાળવવામાં આવી છે. જેમાં ભરૂચ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: VADODARA : વકીલ મંડળનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા હાહાકાર

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જ કોંગ્રેસને મત નહીં આપી

અત્રે ઉલ્લેખનીય છે કે, Congress નાં હાલના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ભાવનગરનાં નોંધાયેલા મતદાર છે. જેથી તેઓ ભાવનગર ખાતે મતદાન કરશે, પરંતુ તેઓ Congress માટે મતદાન નહીં કરી શકે. કારણ કે આ બેઠક ગઠબંધનના કારણે આપના ઉમેદવાર ઉમેશ મકવાણાને ફાળવવામાં આવી છે. જેથી જો શક્તિસિંહ ગોહિલ મતદાન કરે છે તો ગઠબંધનના નેતા ઉમેશ મકવાણાને મત આપવો પડશે જે આમ આદમી પાર્ટી (AAP) ના ઉમેદવાર છે. જેથી પહેલીવાર એવું બનશે કે Congress ના પ્રદેશ પ્રમુખ જ Congress ને મત નહીં આપી શકે.

આ પણ વાંચો: Ahmedabad : શાળાઓ અને આંગણવાડીઓમાં મહેંદી કાર્યક્રમો દ્વારા મતદાન જાગૃતિ

કોંગ્રેસી નેતાઓએ સમસમીને બેસી રહેવું પડ્યું

બીજી તરફ કોંગ્રેસ (Congress) ના પૂર્વ દિગ્ગજ નેતા સ્વ. અહેમદ પટેલનો પરિવાર પણ Congress ને મત નહીં આપી શકે. અહીં પણ ગઠબંધનના કારણે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લોકસભા સીટ ફાળવવામાં આવી છે. જેથી આ સીટ પર આમ આદમી પાર્ટીના નેતા ચૈતર વસાવાને જ કોંગ્રેસી ઉમેદવારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે, અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ દ્વારા ભરૂચ માટે ટિકિટ માંગવામાં આવી હતી. પરંતુ આ સીટ ગઠબંધનના ફાળે જતા કોંગ્રેસી નેતાઓએ સમસમીને બેસી રહેવું પડ્યું હતું.

આ પણ વાંચો: VADODARA : “…તો ખબર પડે તારી શું તાકાત છે”, ધર્મેન્દ્રસિંહનો વળતો પ્રહાર

Tags :
AAPBharuchBhavnagarChaitr VasavaCongressGujarat ElectionGujarat Lok Sabha ElectionGujaratFirstINDIA allianceMukesh MakwanaShaktisingh GohilVoteVoting
Next Article