Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : કોઈ સરનામું પૂછે તો ચેતજો! બાઇકસવાર 3 ગઠિયા આધેડનો ફોન ચોરી ફરાર, ઘટના CCTV માં કેદ

અમદાવાદમાં (Ahmedabad) મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં સરનામું પૂછવાના બહારને સિક્યોરિટી ગાર્ડના મોબાઈલની ચોરી કરી ત્રણ શખ્સ બાઇક પર ફરાર થયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નરોડા...
10:52 AM May 15, 2024 IST | Vipul Sen

અમદાવાદમાં (Ahmedabad) મોબાઇલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. શહેરના નરોડા (Naroda) વિસ્તારમાં સરનામું પૂછવાના બહારને સિક્યોરિટી ગાર્ડના મોબાઈલની ચોરી કરી ત્રણ શખ્સ બાઇક પર ફરાર થયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે નરોડા પોલીસે અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

સિક્યોરિટી ગાર્ડનો મોબાઇલ ચોરી ઇસમો ફરાર

અમદાવાદ (Ahmedabad) શહેરમાં મોબાઇલ ચોરી કરતી ગેંગનો ત્રાસ સતત વધી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં આ ગેંગે આતંક મચાવ્યો છે. ત્યારે હવે નરોડામાંથી મોબાઇલ ચોરીની ઘટના સામે આવી છે. નરોડા (Naroda) વિસ્તારમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા એક આધેડ પાસે રાતના સમયે ત્રણ અજાણ્યા ઇસમો એક બાઇક પર સવાર થઈને આવ્યા હતા. ઇસમોએ સિક્યોરિટી ગાર્ડ (security guard) પાસે સરનામું પૂછ્યું હતું. સિક્યોરિટી ગાર્ડ જ્યારે સરનામા અંગે માહિતી આપી રહ્યા હતા ત્યારે બાઇક પર બેસેલા ત્રણ પૈકી એક ઇસમે આધેડ સિક્યોરિટી ગાર્ડનો મોબાઇલ ઝડપી લીધો હતો અને પછી બાઇક સવાર ત્રણેય ગઠિયાઓ ફરાર થયા હતા.

સરનામું પૂછવાના બહાને મોબાઇલની ચોરી

ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ

મોબાઇલ ચોરીની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. આ મામલે આધેડ સિક્યોરિટી ગાર્ડે નરોડા પોલીસ સ્ટેશનમાં (Naroda Police Station) ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઇસમો સામે મોબાઇલ ચોરી સહિતનો ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તેમની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી શહેરમાં મોબાઇલ ચોરીની ઘટનાઓમાં સતત વધારો થયો છે. ત્યારે શહેરીજનોમાં મોબાઇલ ચોરી કરતી ગેંગનો ફફડાળ જોવા મળ્યો છે.

 

આ પણ વાંચો - Surat : Crime Branch ને મોટી સફળતા, મહારાષ્ટ્રથી ઝડપાયો આરોપી, PAK થી હથિયારોનો આપતો ઓર્ડર

આ પણ વાંચો - Vadodara : વિધવા મહિલા સાથે દુષ્કર્મ મામલે BJP ના પૂર્વ ધારાસભ્યના પૂર્વ PA ની ધરપકડ

આ પણ વાંચો - Narmada : નર્મદા નદીમાં ડૂબી ગયેલા 7 લોકોની હજું પણ શોધખોળ

Tags :
AhmedabadCCTV camerasCrime NewsGujarat FirstGujarati Newsmobile phonemobile stealing gangNarodaNaroda Police StationSecurity Guard
Next Article