Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar માં ભાજપની આજે મહત્ત્વની બેઠક, CR પાટીલ, CM ભુપેન્દ્રભાઇ પટેલ હાજર

Gandhinagar News : આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની ગાંધીનગર (Gandhinagar) માં એક બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ (BJP Office Kamalam) માં યોજાવાની જગ્યાએ...
gandhinagar માં ભાજપની આજે મહત્ત્વની બેઠક  cr પાટીલ  cm ભુપેન્દ્રભાઇ પટેલ હાજર
Advertisement

Gandhinagar News : આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાત ભાજપની ગાંધીનગર (Gandhinagar) માં એક બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બેઠક ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ (BJP Office Kamalam) માં યોજાવાની જગ્યાએ ગાંધીનગરમાં યોજાવાની છે. ભાજપે આ બેઠક કમલમમાં યોજાવાને બદલે ગાંધીનગરના પથિકાક્ષશ્રમ ખાતે યોજવાનું આયોજન કર્યું છે અને આ બેઠકમાં માત્ર 52 નેતાઓને જ આમંત્રણ અપાયું છે. ભાજપ આ 52 નેતાઓને સાથે રાખીને લોકસભાની ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચા કરવાના છે.

Advertisement

CM ભૂપેન્દ્ર ભાઈ પટેલ ઉપસ્થિત

મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણી 2024ને લઈને યોજાનારી આ બેઠક ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે યાજાવાની છે. લોકસભા ચૂંટણીને લઈને યોજાનારી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ બેઠકમાં હાજર રહેશે.

Advertisement

બેઠકમાં જવાબદારી નક્કી થશે

આ બેઠકમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બેઠકમાં હાજરી આપશે અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ બેઠકમાં ભાગ લેશે. મંત્રી કુબેર ડિંડોર અને કુંવરજી બાવળીયા રહેશે ઉપસ્થિત. મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પૂર્વ મંત્રી આર સી ફળદુ રહેશે હાજર. પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણી 2024ને લઈને જવાબદારીઓ નક્કી થશે અને લોકસભા ચૂંટણી 2024ના એક્શન પ્લાન પર પણ થશે ચર્ચા.

લોકસભા ચૂંટણી લઈને  તૈયારી

તાજેતરમાં જ ભાજપે લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીને લઈને ગુજરાત લોકસભાની બેઠકની 26 સીટો જીતવા માટે અલગ-અલગ બેઠકો પર ભાજપના દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં મધ્ય ગુજરાતમાં પ્રદીપ સિંહ જાડેજાને વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભાવનગર, જૂનાગઢ અને અમરેલી. સૌરાષ્ટ્ર 3 જિલ્લાઓમાં આર. સી. ફળદુને રાજકોટ, જામનગર અને પોરબંદર. મધ્ય ગુજરાતમાં 4 જિલ્લાઓમાં નરહરિ અમીનને ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ. ઉત્તર ગુજરાત અને કચ્છમાં અમિત ઠાકરને બનાસકાંઠા પાટણ અને કચ્છ. ઉત્તર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બાબુ જેબલિયાને સુરેન્દ્રનગર, મહેસાણા અને સાબરકાંઠા. અમદાવાદ-ગાંધીનગરમાં કે સી પટેલને અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં જ્યોતિ પંડ્યાને સુરત, નવસારી, વલસાડ અને બારડોલીની જવાબદારી સોંપવામાં આવી હતી. ક્લસ્ટર ઝોન પ્રમાણે દરેકને જવાબદારી સોંપવામાં આવી હતી.

આ પણ વાંચો - સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દીકરીને ફસાવવા આદિલ બન્યો આર્ય પટેલ

Tags :
Advertisement

.

×