IFFCO : સરકારી ક્ષેત્રે ડખો! આવતીકાલે ડિરેક્ટર પદ માટે BJP ના બળીયા જૂથ આમને સામને, વાંચો અહેવાલ
આવતીકાલે વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોની (IFFCO) ચૂંટણી થવાની છે, જેના પર સૌની નજર છે. ઇફકોના સહકારી ઇતિહાસમાં અત્યાર સુધી ન બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતના એક ડિરેક્ટર પદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવતા ચૂંટણીની નોબત આવી છે. બોર્ડ ઓફ ડિરેકટરની (Board of Directors) કુલ 21 બેઠકમાંથી માત્ર ગુજરાતની બેઠકમાં મેન્ડેટ જારી કરાયો છે.
ગુજરાત ડિરેક્ટરના પદ પર 3 ઉમેદવાર થતાં ચૂંટણી
પ્રાપ્ત અહેવાલ અનુસાર, વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોમાં ગુજરાતના એક ડિરેક્ટર પદ માટે 3 ઉમેદવાર થતા ચૂંટણીની નોબત આવી છે. બોર્ડ ઓફ ડિરેકટરની કુલ 21 બેઠકમાંથી માત્ર ગુજરાતની (Gujarat) બેઠકમાં મેન્ડેટ જારી કરાયો છે. માહિતી મુજબ, ભાજપનો (BJP) મેન્ડેટ ગોતા વિસ્તારના બિપીન પટેલના (Bipin Patel) નામનો જારી કરાયો છે. જ્યારે, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ (Jayesh Radadia) પહેલાથી જ ઉમેદવારી નોંધાવી છે. આ સિવાય, મોડાસા (Modasa) ભાજપના અગ્રણી પંકજ પટેલે (Pankaj Patel) પણ ઉમેદવારી કરી છે. આથી હવે, ગુજરાત ડિરેક્ટરની એક બેઠકમાં ભારે આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. આ એક બેઠક માટે 3 ઉમેદવાર થતાં આવતીકાલે ચૂંટણી યોજાશે એવી માહિતી છે.
દિલીપ સંધાણીનું જયેશ રાદડિયાને સમર્થન
આવતીકાલે ઇફકો ડિરેક્ટર પદ માટે ભાજપના (BJP) બળિયાજૂથ આમને સામને હશે. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, મેં નિર્ધારિત સમયે ફોર્મ ભરી દીધું છે. હું ચૂંટણી લડીશ. જ્યારે ઇફકો (IFFCO) ચેરમેન દિલીપ સંધાણીએ પણ જયેશ રાદડિયાનું સમર્થન કરી જણાવ્યું હતું કે, જયેશ રાદડિયાએ ફોર્મ નિયત સમયે ભર્યું તો બળવો ક્યાં થયો ? આ સાથે રાદડિયાની રાજકીય સાથે સહકારી કારકિર્દી પતાવવાનો કારસો રચાયાનો આક્ષેપ પણ કરાયો હતો. જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પૂર્ણ થતા હવે આવતીકાલે સહકારી ચૂંટણી પર સૌની મીટ મંડાઈ છે. ઇફકોના (IFFCO) ચેરમેન દિલીપ સંધાણીએ (Dilip Sanghani) પહેલેથી જ જયેશ રાદડિયાને સમર્થન આપ્યું છે. જ્યારે, ગોતા વિસ્તારના બિપીન પટેલ કે જેમને મેન્ડેટ અપાયો છે તે પ્રદેશ ભાજપના નજીકના મનાય છે. આથી હવે રાજકોટ (Rajkot) લોધિકામાં મેન્ડેટ અનાદર બદલ અગાઉ ભાજપ એ પગલાં લીધા હતા ત્યારે આમાં શું થશે? તેની અટકળોએ વેગ પકડ્યો છે. નોંધનીય છે કે, દિલીપ સંધાણી જે બેઠક પર ઉમેદવારી કરેલ તે બેઠક બિનહરીફ થતાં સંધાણીની સીધી એન્ટ્રી થઇ ગઈ છે. ત્યારે હવે આવતીકાલની ચૂંટણી પર સૌની નજર છે.
આ પણ વાંચો - Gujarat: ભાજપના આંતરિક સૂત્રોનો સૌથી મોટો દાવો, ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જીતશે
આ પણ વાંચો - Lok Sabha elections : લોકશાહીના પર્વમાં મહિલાનો સિંહફાળો, રાજ્યની મહિલા અગ્રણીઓએ કર્યું મતદાન
આ પણ વાંચો - Patrika Kand : વાઇરલ ઓડિયો ક્લીપમાં નરેશ પટેલનો ઉલ્લેખ! Gujarat First પર આપી આ પ્રતિક્રિયા