Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IFFCO : દેશની સૌથી મોટી સહકારી સંસ્થાને લઈ મોટા સમાચાર, દિલીપ સંઘાણીની બિનહરીફ વરણી

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોને (IFFCO) લઈ મોટા સમાચાર આવ્યા છે. ઇફકોના ચેરમેન પદ પર દિલીપ સંઘાણીની (Dilip Sanghani) નિમણૂક થઈ છે. દિલીપ સંઘાણીની બિનહરીફ નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં (Delhi) ઇફ્કો મુખ્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં...
11:12 AM May 10, 2024 IST | Vipul Sen

દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોને (IFFCO) લઈ મોટા સમાચાર આવ્યા છે. ઇફકોના ચેરમેન પદ પર દિલીપ સંઘાણીની (Dilip Sanghani) નિમણૂક થઈ છે. દિલીપ સંઘાણીની બિનહરીફ નિમણૂક કરાઈ છે. દિલ્હીમાં (Delhi) ઇફ્કો મુખ્યાલય ખાતે યોજાયેલ બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, ગઈકાલે IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયાનો (Jayesh Radadia) ભવ્ય વિજય થયો છે, જેથી જયેશ રાદડિયાની IFFCO ના નવા ડિરેક્ટર તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી હતી.

દિલીપ સંઘાણી બિનહરીફ રહેતા વરણી

ઇફકોના ચેરમેન તરીકે ફરી એકવાર દિલીપ સંઘાણીની (Dilip Sanghani) વરણી કરવામાં આવી છે. આ સાથે તેઓ સતત બીજી વખત ઇફકોના ચેરમેન બન્યા છે. દિલ્હીમાં આવેલા ઇફકોના મુખ્યાલય ખાતે એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે સંસ્થાના ચેરમેન પદ માટે દિલીપ સંઘાણીની ફરી એકવાર પસંદગી કરવામાં આવી છે. દિલીપ સંઘાણીની બિનહરીફ નિમણૂક કરાઈ છે. જ્યારે, વાઇસ ચેરમેન તરીકે બલવિંદરસિંહની (Balwinder Singh) નિમણૂક થઈ છે. તેઓ પણ બિનહરીફ રહેતા વરણી કરાઈ છે. જણાવી દઈએ કે, ગઈકાલે IFFCO ના ડિરેક્ટર પદ માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં જયેશ રાદડિયાનો (Jayesh Radadia) ભવ્ય વિજય થયો હતો. જ્યારે, ડાયરેક્ટર પદ માટે ભાજપનો (BJP) મેન્ડેટ ગોતા વિસ્તારના બિપીન પટેલના (Bipin Patel) નામનો જારી કરાયો હતો. આથી જયેશ રાદડિયા અને બિપીન પટેલ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો.

ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાનો ભવ્ય વિજય

માહિતી મુજબ, IFFCO ના ડિરેક્ટર પદ માટેની ચૂંટણીમાં 182 મતદારો પૈકી 180 મતદારોએ મત આપ્યો. આ 180 મત પૈકી 111 મત સાથે જેતુપરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ વિજય થયો હતો. જો કે, પહેલા બોક્સની મત ગણતરી કરતી વખતે બિપિન પટેલને 39 અને ધારાસભ્ય જયેશ રાદડિયા 60 મત મળ્યા હતા. ત્યારે, બીજા બોક્સની મત ગણતરીના સમયે આ લીડ સાથે 180 પૈકી 111 મત સાથે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ભાજપ મેન્ડેટ વગર ભાજપના મેન્ડેટ ઉમેદવાર બિપિન પટેલ (Bipin Patel) સામે શાનદાર વિજય મેળવ્યો હતો. જણાવી જઈએ કે, ઇફકો (IFFCO) ચેરમેન દિલીપ સંધાણીએ પણ જયેશ રાદડિયાનું સમર્થન કર્યું હતું.

 

આ પણ વાંચો - Dilip Sanghani: IFFCOના ડિરેકટરના પદ પર જયેશ રાદડિયાની જીતને લઈ દિલીપ સંઘાણીનું નિવેદન

આ પણ વાંચો - IFFCO જીત્યા બાદ રાદડિયાનો હુંકાર! આ ખેતર મારા બાપનું લણવાનો અધિકાર પણ મારો જ છે

આ પણ વાંચો - IFFCO Election: IFFCO ના નવા ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયાની વરણી

Tags :
Balwinder SinghBipin PatelBJPBoard of DirectorsDilip SanghaniGotaGujaratGujarat FirstGujarati NewsIFFCOJayesh RadadiaLok Sabha ElectionsPankaj PatelpoliticalRAJKOT
Next Article