Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Idar District News: ઈડરમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નિપજયું

Idar District News: હાલમાં, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અંતિમ તબક્કામાં પહોંચેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ (Science) માં ભણતા ઈડર તાલુકા (Idar) ના એક યુવાન સાથે કરુણ આકસ્મિક ઘટના હતી. પરિક્ષા આપવા જતા યુવાનનું મોત...
idar district news  ઈડરમાં પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીની તબિયત લથડતા મોત નિપજયું

Idar District News: હાલમાં, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે અંતિમ તબક્કામાં પહોંચેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ (Science) માં ભણતા ઈડર તાલુકા (Idar) ના એક યુવાન સાથે કરુણ આકસ્મિક ઘટના હતી.

Advertisement

પરિક્ષા આપવા જતા યુવાનનું મોત નિપજ્યું

ઈડર તાલુકા (Idar) ના કાનપુર ગામનો યુવાન પ્રણયસિંહ કિરીટસિંહ ચૌહાણ ઈડર સેન્ટર પર પરીક્ષા આપવા જઈ રહયો હતો. ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે આ વિદ્યાર્થીને સારવાર માટે ઈડર (Idar) ની ખાનગી હોસ્પિટલ (Hospital) માં ખસેડાયો હતો. જયાં તેનું મોત નિપજયું હતુ.

Idar District News

Idar District News

Advertisement

યુવાનનો શિક્ષણ ખર્ચ NGO  તરફથી મળતો હતો

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઈડર તાલુકા (Idar) ના કાનપુર ગામનો યુવાન પરિવારની આર્થિક સ્થિતી મધ્યમ હોવા છતાં તે ઈડર (Idar) માં આવેલ એક ખાનગી હોસ્ટેલમાં રહીને ભણતો હતો. તે દરમ્યાન હોશિયાર હોવાને કારણે તેને એક NGO દ્વારા ભણવાનો ખર્ચ આપવામાં આવતો હતો.

મૃતક યુવાનના ગામમાં શોક વ્યાપી ગયો

જૈ પૈકી આજરોજ તે સંસ્ક્રૃતની પરિક્ષા આપવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેનું બીપી ઘટી ગયું હતું. ત્યારબાદ તેને સારવાર માટે ઈડરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યાં ફરજ પરના તબીબોએ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ લાશને પીએમ માટે તેને ઈડર સિવિલમાં મોકલી અપાઈ હતી. સમગ્ર ઘટના અંગે ઈડર પોલીસે ઘટતી કાર્યવાહી હાથ ધરી છે. દરમ્યાન કાનપુર ગામના આશાસ્પદ યુવાનનું મોત થવાને કારણે ગામમાં શોક વ્યાપી ગયો હતો.

Advertisement

અહેવાલ યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો: Morbi Honey Trap Case: મોટા ઉદ્યોગપતિઓને આ રીતે ફસાવતા હતા, Honey Trapના જાળમાં

આ પણ વાંચો: Lalit Vasoya : જુનાગઢમાં લલિત વસોયા સામે ફરિયાદ, કાયદેસરની કાર્યવાહી કરવા માગ, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: VADODARA : મહિલાનો જીવ બચાવવા 20 ફૂટ ઉંડા કુવામાં કુદેલા પોલીસ જવાનને પુરસ્કૃત કરતા DGP

Tags :
Advertisement

.