Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IAS A.K. Rakesh : ગુજરાતને મળ્યા નવા મુખ્ય અધિક ગૃહ સચિવ, લોકસભા ચૂંટણી પહેલા પંચનો મહત્ત્વનો આદેશ

ચૂંટણી પંચ (Election Commission) દ્વારા IAS એ.કે. રાકેશની (IAS A.K. Rakesh) ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (additional chief secretary) તરીકે નિમણૂક કરાઈ છે. માહિતી મુજબ, એ.કે. રાકેશને ગૃહ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે. પંકજ જોશીના (Pankaj Joshi) સ્થાને હવે એ.કે....
10:36 PM Mar 18, 2024 IST | Vipul Sen

ચૂંટણી પંચ (Election Commission) દ્વારા IAS એ.કે. રાકેશની (IAS A.K. Rakesh) ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (additional chief secretary) તરીકે નિમણૂક કરાઈ છે. માહિતી મુજબ, એ.કે. રાકેશને ગૃહ વિભાગનો વધારાનો હવાલો સોંપાયો છે. પંકજ જોશીના (Pankaj Joshi) સ્થાને હવે એ.કે. રાકેશને આ જવાબદારી સોંપાઈ છે. અગાઉ ચૂંટણી પંચના આદેશ બાદ ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી પાસેથી વધારોનો હવાલો પરત લેવામાં આવ્યો હતો.

લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ચૂંટણી પંચે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે (Election Commission) નિયમિત ગૃહ સચિવ નિયુક્ત કરવા માટે સોમવારે રાજ્ય સરકારોને આદેશ આપ્યા હતા. ગુજરાત (Gujarat), યુપી સહિત કુલ 6 રાજ્યોમાં ગૃહ સચિવોને હટાવવાનો નિર્ણય કરાયો હતો. ત્યારે હવે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (additional chief secretary) તરીકે આઈએએલસ એ.કે. રાકેશની  નિમણૂક કરાઈ છે. ગુજરાતના ગૃહ સચિવ પંકજ જોશી એડિશનલ ચાર્જમાં હોવાથી તેમને જવાબદારીમાંથી મુક્ત કરી તેમના સ્થાને આઈએએલસ એ.કે. રાકેશને (IAS A.K. Rakesh) જવાબદારી સોંપાઈ છે. માહિતી મુજબ, વર્ષ 1989 ની બેચના IAS એ.કે. રાકેશ કૃષિ વિભાગનો હવાલો સંભાળતા હતા.

જાણો કોણ છે પંકજ જોશી ?

પંકજ જોશીની (Pankaj Joshi) વાત કરીએ તો વર્ષ 1989 બેચના IAS છે. અગાઉ તેઓ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ ACS રહી ચૂક્યા છે. નિર્વિવાદિત છબી ઘરાવતા પંકજ જોશીની (Pankaj Joshi) તાજેતરમાં જ અધિક ગૃહ સચિવ તરીકે પસંદગી કરાઈ હતી. હાલ, તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ (ACS) તરીકેનો કાયમી હવાલો સંભાળે છે.

 

આ પણ વાંચો - દેશના પોલીસ ઈતિહાસની પ્રથમ ઘટના, બે સગાભાઈ DGP

આ પણ વાંચો - Gujarat University Case : 3 આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, સુઓમોટો પર કોર્ટે કહ્યું – શહેરમાં બનતી દરેક ઘટના…

આ પણ વાંચો - Kajal Hindusthani : મારુ નામ કાજલ હિન્દુસ્થાની છે અને તેથી હું હિન્દુઓ માટે લડતી રહીશ

Tags :
ACSAdditional Chief SecretaryAgriculture DepartmentElection CommissionGujaratGujarat FirstGujarat Home SecretaryGujarati NewsHome DepartmentIAS A.K. RakeshPankaj JoshiUP
Next Article