Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Heatwave: નિયમ વિરૂદ્ધ શ્રમિકો પાસે બિલ્ડર કામ કરાવે તો આ નંબર પર કરો ફરિયાદ

Heatwave: ધોમધખતા તાપમાં શ્રમિકો (workers) પાસે બપોરે કામ ન કરાવવાની સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં અનેક જગ્યાએ બિલ્ડરો (Builder) દ્વારા શ્રમિકો પાસે ભર બપોરે કામ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રમિકો આ મામલે ફરિયાદ કરી શકે તે...
heatwave  નિયમ વિરૂદ્ધ શ્રમિકો પાસે બિલ્ડર કામ કરાવે તો આ નંબર પર કરો ફરિયાદ

Heatwave: ધોમધખતા તાપમાં શ્રમિકો (workers) પાસે બપોરે કામ ન કરાવવાની સરકાર દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હોવા છતાં અનેક જગ્યાએ બિલ્ડરો (Builder) દ્વારા શ્રમિકો પાસે ભર બપોરે કામ કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે શ્રમિકો આ મામલે ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

સરકારની  ગાઈડલાઇન

સરકારે સર્ક્યુલર બહાર પાડીને જણાવ્યું કે, મકાન અને અન્ય બાંધકામની કામગીરીમાં રોકાયેલ શ્રમિકોને પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં અવારનવાર પડતી અતિશય ગરમીના કારણોસર લૂ લાગવી કે અન્ય સ્વાસ્થ્ય સંબંધિત જોખમો સામે રક્ષા મળે તે હેતુથી બપોરે 1:00  થી 4:00 ના સમયગાળા દરમ્યાન ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યના તાપની સીધી અસર પડે તેવી જગ્યાએ તમામ બાંધકામ પ્રવૃતિ કરાવનાર બિલ્ડર્સ, એમ્પ્લોયર્સ, કોન્ટ્રાક્ટર્સ વગેરેને બાંધકામ પ્રવૃતિ સાથે સંકળાયેલ શ્રમયોગીને આગામી એપ્રિલ 2024 થી જૂન-2024  સુધી ઉક્ત સમયગાળા પૂરતો આરામ વિશ્રામ માટેનો સમય ખાસ કિસ્સામાં ફાળવવા સૂચના આપવામાં આવે છે.

Advertisement

શ્રમિકો  માટે  હેલ્પલાઇન નંબર   જાહેર

તથા તે રીતે ફાળવેલ વિશ્રામના સમયને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી નિયમો-2003 ના નિયમ-50 (2 ) મુજબનો વિશ્રામ (Intervl of Rest) નો સમય ગણવાનો રહેશે. તેમ જ નિયમ- 50 (3) મુજબ આ રીતે આપવામાં આવનાર વિશ્રામના સમયગાળા સહિતનો કુલ સ્પ્રેડ ઓવર સમય દિવસમાં બાર કલાક કરતાં વધે નહી તેનું ધ્યાન રાખવા સહિતની સૂચના આપવામાં આવી છે. નિયમનું પાલન નહિ કરતા બિલ્ડર્સ કે માલિક સામે શ્રમિકો '155372' હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકે છે. નિયામક ઔધોગિક સલામતી વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાનું પાલન નહિ કરનાર સામે સાઈટ સીલ કરવા સુધીની કાર્યવાહી કરાશે.

Advertisement

આ પણ  વાંચો - Heatwave Guidelines: રૂપિયાના લોભીયોએ માનવતા નેવે મૂકી!

આ પણ  વાંચો - VADODARA : દબાણ દુર કરવાની કામગીરીથી લારી ધારકો ખફા

આ પણ  વાંચો - GUVNL : સ્માર્ટ મીટર અંગે સરકારે તોડ્યું મૌન, કહ્યું જ્યાં સુધી….

Tags :
Advertisement

.