Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rishikesh Patel : વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન અંગે આરોગ્ય પ્રધાનની પ્રતિક્રિયા, કોંગ્રેસ-રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel) વિપુલ ચૌધરીના (Vipul Chaudhary Controversy) પાટીદારો મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ તેમનો અંગત વિચાર હોઈ શકે. પ્રત્યેક સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ સમાજના વિકાસની ચિંતા કરતા...
rishikesh patel   વિપુલ ચૌધરીના વિવાદાસ્પદ નિવેદન અંગે આરોગ્ય પ્રધાનની પ્રતિક્રિયા  કોંગ્રેસ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર

ગુજરાતના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel) વિપુલ ચૌધરીના (Vipul Chaudhary Controversy) પાટીદારો મુદ્દે આપેલા વિવાદાસ્પદ નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ તેમનો અંગત વિચાર હોઈ શકે. પ્રત્યેક સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ સમાજના વિકાસની ચિંતા કરતા હોય છે. કારોબારી સભ્યો કે ટ્રસ્ટીઓ પોતે સંપન્ન હોય તો સારી રીતે વ્યવસ્થાઓ ઊભી કરી શકતા હોય છે. બીજી તરફ વિસનગરમાં ઋષિકેશ પટેલે કોંગ્રેસ (Congress) અને રાહુલ ગાંધી (Rahul Gandhi) પર આકરા પ્રહાર કર્યા હતા.

Advertisement

મહેસાણામાં (Mehsana) ગઈકાલે અર્બુદા સેવા સમિતિના પ્રમુખ અને રાજ્યના ભૂતપૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી (Vipul Chaudhary Controversy) દ્વારા એક બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં તેમણે પાટીદારો મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જે પછી ખૂબ જ વિવાદ સર્જાયો હતો. ત્યારે હવે આ મામલે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે (Rishikesh Patel) પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ વિપુલભાઈનો અંગત વિચાર હોઈ શકે છે. પ્રત્યેક સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ સમાજના વિકાસની ચિંતા કરતા હોય છે. કારોબારી સભ્યો કે ટ્રસ્ટીઓ પોતે સંપન્ન હોય તો સારી રીતે વ્યવસ્થાઓ ઊભી કરી શકતા હોય છે. લોકો પણ એમના પર વિશ્વાસ મૂકીને દાનનો પ્રવાહ આપતા હોય છે. હું પ્રત્યેક સમાજની વાત કરું છું. પ્રત્યેક સમાજ પોતાના સમાજને આગળ લઈ જવાની વાત કરી રહ્યો છે. તેમણે કહ્યું કે, દરેક સમાજ માટે રાજ્ય અને કેન્દ્ર સરકારનો પણ સપોર્ટ રહેશે. 2047 સુધી વિકસિત ભારતના રોડ મેપ પર આપણે ઝડપી પહોંચીએ અને દેશના રાજ્યોમાં સૌથી વધુ ગુજરાત (Gujarat) નો ફાળો હોય તેવા પ્રયત્નો કરવા જોઈએ.

Advertisement

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર

બીજી તરફ આજે વિસનગરમાં (Visanagar) આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કોગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ (Congress) વિખેરવાનું કામ રાહુલજી કરી રહ્યા છે. આજે રાહુલ ગાંધી ભગવાન રામનો વિરોધ કરે છે. મોદી સરકાર સારું કામ કરતી હોય તો પણ દેશ હિતનો વિચાર કોંગ્રેસના મનમાં આવતો નથી. કોંગ્રેસની જે સીટો હતી એટલી પણ સીટો હવે દેખાતી નથી. આઝાદીનું કામ પત્યાં પછી જે સંસ્થાને વિખેરી નાખવાની સલાહ હતી એ કામ હવે રાહુલ ગાંધી (Rahul Gandhi) કરી રહ્યા છે. લોકસભા ચુંટણી મુદ્દે તેમણે કહ્યું કે, 270 સીટોની વાત દેશ એ સ્વીકારી અને 272 બેઠકો આપી હતી. 300 બેઠકોની વાત દેશ એ સ્વીકારી 303 સીટો આપી હતી. આવું દેશના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે. સરકારની કામગીરીના કારણે 303 નહિ પણ 370 થી વધુ સીટો મળશે. સાથી પક્ષો સાથે 400 થી વધુ બેઠકો ભારતની જનતા મોદી સાહેબને આપી ઐતિહાસિક જીત અપાવશે.

Advertisement

આ પણ વાંચો - RAJKOT : કોર્પોરેટર પાસેથી સમિતિનું ચેરમેન પદ છીનવાયુ..વાંચો વિગતવાર

આ પણ વાંચો - Gandhinagar : સી.આર.પાટીલે મહેશ વસાવાને ખેસ પહેરાવી કર્યું સ્વાગત

આ પણ વાંચો - Parasottam Rupala : મંત્રી પરશોત્તમ રૂપાલાને લાગી તલવાર, મ્યાનમાંથી કાઢતી વેળાએ થઈ ઇજા

Tags :
Advertisement

.