Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harsh Sanghvi : યુવાનોને હર્ષ સંઘવીની અપીલ, કહ્યું- તમારો એક એક વોટ સૌના ભવિષ્ય માટે જરૂરી...

ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ખાતે 'નમો નવ મતદાતા સંમેલન' (Namo Nava Voters Convention) યોજાયું હતું. આ સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને મતદાન જરૂરથી કરવા અપીલ કરી હતી. આ...
harsh sanghvi   યુવાનોને હર્ષ સંઘવીની અપીલ  કહ્યું  તમારો એક એક વોટ સૌના ભવિષ્ય માટે જરૂરી

ગાંધીનગર યુનિવર્સિટી (Gandhinagar University) ખાતે 'નમો નવ મતદાતા સંમેલન' (Namo Nava Voters Convention) યોજાયું હતું. આ સંમેલનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પ્રથમ વખત મતદાન કરનારા યુવાનોને મતદાન જરૂરથી કરવા અપીલ કરી હતી. આ સાથે તેમણે કહ્યું હતું કે, દેશ પ્રત્યેની સૌની જવાબદારી મતદાન કરવાની છે. આથી મતદાન જરૂરથી કરજો.

Advertisement

ગાંધીનગર (Gandhinagar) યુનિવર્સિટી ખાતે યોજાયેલ 'નમો નવ મતદાતા સંમેલન' માં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) હાજરી આપી હતી અને પ્રથમ વખત મતદાન કરતા યુવાનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, હાલ સમગ્ર રાજ્યમાં મતદાતા દિવસ (Voter's Day) ઊજવાઈ રહ્યો છે. જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેઓએ જરૂરથી વોટ કરવો. દેશ પ્રત્યેની સૌની જવાબદારી મતદાન કરવાની છે. તેમણે કહ્યું કે, તમારા બધાનો એક એક વોટ તમારા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. હું યુવા મોરચાથી આગળ આવ્યો છું. અમારા સમયે તમારા જેવું રાજકારણ નહોતું. તમે અને હું નસીબવાળા છીએ. તેમણે કહ્યું કે, દેશમાં આઝાદી પછી સાલ 2014થી 2024 સુધી ખૂબ જ મોટો અને સારો બદલાવ આવ્યો છે. કેદારનાથ, બદ્રીનાથ અને હવે અયોધ્યા શ્રીરામ મંદિરને વિશ્વના લોકો જોવા આવે તેવા કામો થયા છે.

Advertisement

રાજકારણમાં જેને કારકિર્દી બનાવવી હોય તેવા લોકોએ આગળ વધવું : હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કહ્યું કે, રાજકારણમાં જેને કારકિર્દી બનાવવી હોય તેવા લોકોએ આગળ વધવું જોઈએ. હું પણ યુવા મોરચાથી જ આગળ આવ્યો છું. મારા પરિવારમાં કોઈ દૂર દૂર સુધી રાજકારણમાં નથી. વિશ્વ સાથે સરખામણી કરવા માટે આપણે આગળ આવવું પડશે. હક અને જવાબદારીઓ સાથે યુવાનોએ ફરજ નિભાવવી પડશે. તેમણે કહ્યું કે, ભાજપમાં ક્યાંય પરિવારવાદ નથી. જે સારું કામ કરે છે. જે દેશ અને પાર્ટી માટે રાત-દિવસ નિસ્વાર્થ મહેનત કરે છે તેને આગળ વધારવામાં આવે છે. તેને પ્રોત્સાહન આપવામાં આવે. ભાજપમાં કોઈ પક્ષપાત નથી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ‘ફિલ્મફેર એવોર્ડ’ ને લઈ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, 28મીએ આ માર્ગ જાહેર જનતા માટે બંધ, વાંચો વિગત

Tags :
Advertisement

.