Harani Kand : હોસ્પિટલના દ્રશ્યો જોઈ રૂંવાટા ઊભા થઈ જશે, હૈયું કંપાવે એવો માતાઓનો આક્રંદ
હરણી તળાવ (Harani Kand) હોનારતમાં કુલ 15 જિંદગી હોમાઈ છે. મૃતકોમાં 13 માસૂમ બાળકો અને 2 શિક્ષક સામેલ છે. ફાયર બ્રિગેડ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને કામગીરી હાથ ધરી છે. કેટલાક બાળકોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે મૃતદેહો પણ હોસ્પિટલ લઈ જવાયા છે. દરમિયાન હોસ્પિટલમાંથી હૈયું કંપાવે એવા દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલમાં મૃતક બાળકોના વાલીઓનો હચમચાવે એવો આક્રંદ જોવા મળી રહ્યો છે.
હરણી તળાવની (Harani Kand) હોનારતમાં 15 જિંદગીઓ હોમાઈ છે, જેમાં 13 બાળકો અને 2 શિક્ષકો છે. મૃતકો અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલની અંદરના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં પોતાના ભૂલકાંઓને ગુમાવનારા વાલીઓનો આક્રંદ જોવા મળી રહ્યો છે. વ્હાલસોયાની હાલત જોઈએ માતાઓની આંખોમાંથી અશ્રુઓ રોકાતા નથી. ત્યારે એક માતા તો બેભાન થઈ ગયા હતા. માતા-પિતા પોતાના ભૂલકાંઓને મળવા માટે દોડાદોડ કરતા જોવા મળે છે અને 'મારા દીકરા/દીકરી ને મળાવો' જેવી બૂમો પાડી રહ્યા છે.
હર્ષ સંઘવીએ કડક કાર્યવાહી કરવા બાંહેધરી આપી
વીડિયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલમાં અફરા-તફરીનો માહોલ છે. માતા-પિતા પોતાના ભૂલકાંઓને મળવા માટે દોડાદોડ કરી રહ્યા છે. માતાઓ હૈયાફાટ રૂદન સાથે એક જ રટણ કરી રહી છે કે 'મારા દીકરાને મારાથી મળાવો'. હોસ્પિટલના દ્રશ્યો અને વાલીઓનો આક્રંદ રૂવાંટા ઊભા કરે એવા છે. પોતાના માસૂમ અને નાના ભૂલકાંઓના મૃતદેહ જોઈ વાલીઓ પર જાણે આભ તૂટી પડ્યો છે. હોસ્પિટલના આ દ્રશ્ય હચમચાવે એવા છે. હરણી તળાવની (Harani Kand) ઘટનાને લઈ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે સરકાર કડક પગલાં લઈને સમાજમાં દાખલો બેસાડે એવી કાર્યવાહી કરાય એવી માગ કરવામાં આવી રહી છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા બાંહેધરી તો આપી છે. પરંતુ, આ કાર્યવાહી કેટલી ઝડપી અને નિષ્પક્ષ થાય તે જોવાનું રહેશે.
આ પણ વાંચો - Vadodara : 1993 માં સુરસાગર તળાવ હોનારતનું પુનરાવર્તન છે હરણી તળાવની ઘટના! 17 પરિવારના 22 લોકોના ગયા હતા જીવ