Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harami Nala : ભારત-પાક.ની અતિસંવેદનશીલ સરહદ પરના 'હરામીનાળું'નું નામ બદલાશે! જાણો નવું નામ, મહત્ત્વ અને ઇતિહાસ

કચ્છના 'હરામીનાળું' (Harami Nala) વિસ્તારને ભારત અને પાકિસ્તાનની અતિ સંવેદનશીલ સરહદો પૈકી એક ગણવામાં આવે છે. ત્યારે હવે કચ્છ બોર્ડર પર આવેલ 'હરામીનાળું'નું નામ બદલવામાં આવશે એવા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, સીમા સુરક્ષા દળ દ્વારા એક નવતર પહેલ...
harami nala   ભારત પાક ની અતિસંવેદનશીલ સરહદ પરના  હરામીનાળું નું નામ બદલાશે  જાણો નવું નામ  મહત્ત્વ અને ઇતિહાસ

કચ્છના 'હરામીનાળું' (Harami Nala) વિસ્તારને ભારત અને પાકિસ્તાનની અતિ સંવેદનશીલ સરહદો પૈકી એક ગણવામાં આવે છે. ત્યારે હવે કચ્છ બોર્ડર પર આવેલ 'હરામીનાળું'નું નામ બદલવામાં આવશે એવા સમાચાર સામે આવ્યા છે. માહિતી મુજબ, સીમા સુરક્ષા દળ દ્વારા એક નવતર પહેલ કરવામાં આવી રહી છે, ત્યારે આગામી દિવસોમાં ભારતના નકશામાં આ નાળાનું નવું નામકરણ થઈ શકે છે. તો આવો જાણીએ કચ્છના (Kutch) હરામીનાળાનું નામ શું રાખવામાં આવશે? તેનું આવું અભદ્ર નામ શાં માટે પડ્યું અને તેનો મહત્ત્વ શું છે?

Advertisement

ભારત (India) અને પાકિસ્તાનની (Pakistani) સંવેદનશીલ સરહદો પૈકીનું એક કચ્છનું 'હરામીનાળું' પાકિસ્તાનથી ઘૂસણખોરી માટે જાણીતું છે. આ વિસ્તારમાંથી સમયાંતરે પાકિસ્તાની બોટ સાથે માછીમારોની ધરપકડ અને માદક પદાર્થોની હેરાફેરી જેવી ઘટનાઓ સામે આવતી હોય છે. દલદલી ગણાતા આ વિસ્તારમાં ભારતીય જવાનો જીવના જોખમે રાત-દિવસ ફરજ બજાવે છે. ત્યારે હવે આ સંવેદનશીલ બોર્ડરનું નામ હરામીનાળાથી (Harami Nala) બદલીને નવું નામકરણ કરવામાં આવશે. માહિતી મુજબ, આગામી દિવસોમાં સીમા સુરક્ષા દળ દ્વારા નવતર પહેલ હેઠળ હરામીનાળાને 'રુદ્ર' કે 'રૌદ્ર' તરીકે નવી ઓળખ આપવામાં આવી શકે છે. એવી માહિતી છે કે, ભારત-પાકિસ્તાનની સરક્રિક (લાંબી પાણીની પટ્ટી) સરહદે કુખ્યાત નાળાનું નામ અભદ્ર હોવાથી સીમા સુરક્ષા દળ દ્વારા આ નવતર પહેલ કરવામાં આવી રહી છે.

'હરામીનાળું' કેમ નામ પડ્યું ?

જણાવી દઈએ કે, કચ્છ (Kutch) વિસ્તારમાં ભારત અને પાકિસ્તાનને બે ભાગમાં વહેંચનાર હરામીનાળું અંદાજે 22 કિમી લાંબી દરિયાઈ ચેનલ છે. આ, બંને દેશો વચ્ચે સરક્રિક વિસ્તારના 96 કિમી લાંબા વિવાદિત સીમાનો ભાગ છે. 22 કિમીનું આ હરમીનાળું પાકિસ્તાનથી ઘૂસણખોરી, માદક પદાર્થોની હેરાફેરી અને તસ્કરો માટે હોટફેવરિટ છે. એટલે જ તેને અભદ્ર શબ્દોમાં 'હરામીનાળું' (Harami Nala) કહેવાય છે. ઉપરાંત, સરક્રિકમાં 2 વખત ભારત અને 2 વખત પાકિસ્તાનની જમીનની અંદર તેનું વહેણ છે. માહિતી મુજબ, જોખમી અને અચાનક વધી અને ઓછી થતી ઊંડાઈના કારણે પણ તેને 'હરામીનાળું' તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પાકિસ્તાનમાં તેને 'હરામી ધોરા' તરીકે ઓળખવામાં આવે છે. આ અતિસંવેદનશીલ વિસ્તાર પર પાડોશી દેશમાંથી થતી ઘૂસણખોરી અને માદક પદાર્થોની હેરાફેરીને રોકવા માટે આપણા ભારતીય જવાનો જીવના જોખમે રાત-દિવસ ફરજ બજાવે છે. ત્યારે હવે આ હરામીનાળાનું નવું નામકરણ કરવામાં આવશે.

Advertisement

હરામીનાળાનું મહત્ત્વ અને ઇતિહાસ

સાલ 1965થી પહેલાં હરામીનાળાનો વિસ્તાર 30-35 ફૂટ પહોળો હતો, જો કે હવે તેનો ફેલાવો અંદાજે 1.5 કિમી સુધી થયો છે. સાલ 1998 માં પાકિસ્તાને ચીન (China) સાથે મળીને એક ડેમ બનાવ્યો હતો, જેના ચાઇના ડેમ તરીકે ઓળખવામાં આવતો હતો. અહીં સિંધુ નદીનું પાણી અટકાવાયું હતું. આ ડેમની નજીકથી હરામીનાળાની ચેનલ શરૂ થયા છે. પહેલાં તેમાં મીઠું પાણી એકત્ર કરવામાં આવતું હતું, પણ ભરતીના કારણે તેમાં ખારું પાણી પણ મિશ્રિત થઈ જતું હતું. આ ચેનલ પહેલા આ પાણી ભારત તરફ આવતું હતું.

કચ્છ વિસ્તારમાં હરામીનાળું લગભગ 4 હજાર ચો.કિમી કળણવાળી (નરમ માટીવાળી ભીની જમીન) જમીન છે. તેમાં 92 કિમી લાંબો સરક્રીક વિસ્તાર અને 22 કિમી લાંબી દરિયાઈ ચેનલ છે. પાડોશી દેશ પાકિસ્તાન શરૂઆતથી આ સરક્રીક વિસ્તાર પર પોતાનો દાવો કરે છે. આથી, ભારતની સિયાચીન સરહદ બાદ આ સૌથી વધુ સંવેદનશીલ અને પડકારજનક સરહદ સરક્રિક માનવામાં આવે છે અને આ સરક્રિક સરહદનો સૌથી વધુ પડકારજનક વિસ્તાર 'હરામીનાળું' છે.

Advertisement

આ પણ વાંચો - GPCB ના આદેશનો અનાદર કરતી RSPL ઘડી કંપની

Tags :
Advertisement

.