ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GUJRAT FIRST EXCLUSIVE : વિદેશી ધરતી પર દ્વારકાના સ્વામીજી સન્માનિત, પ્રતિષ્ઠિત એવોર્ડ મળતા સાધુ-સંતોમાં ખુશી

GUJRAT FIRST EXCLUSIVE : વિદેશી ધરતી પર ભારતનો ડંકો વાગ્યો છે. બ્રિટિશ પાર્લિયામેન્ટ લંડનમાં (British Parliament London) દ્વારકાના (Dwarka) સ્વામીજીએ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. સૂર્યપીઠ મુરલી મંદિર જૂના અખાડાના જગતગુરુ સૂર્યાચાર્ય ક્રિષ્નદેવ નંદગિરિજી મહારાજને ( Jagatguru Suryacharya...
07:44 PM Mar 19, 2024 IST | Vipul Sen

GUJRAT FIRST EXCLUSIVE : વિદેશી ધરતી પર ભારતનો ડંકો વાગ્યો છે. બ્રિટિશ પાર્લિયામેન્ટ લંડનમાં (British Parliament London) દ્વારકાના (Dwarka) સ્વામીજીએ પ્રતિષ્ઠિત એવોર્ડ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. સૂર્યપીઠ મુરલી મંદિર જૂના અખાડાના જગતગુરુ સૂર્યાચાર્ય ક્રિષ્નદેવ નંદગિરિજી મહારાજને ( Jagatguru Suryacharya Krishnadev Nandagiriji Maharaj) બ્રિટિશ પાર્લિયામેન્ટ લંડનમાં 'ભારત ભાગ્ય વિધાતા મહાત્મા ગાંધી એવોર્ડ-2024' એનાયત કરી સન્માનિત કરાયા છે.

બ્રિટેનમાં (Britain) ગુજરાતના સ્વામીને પ્રતિષ્ઠિત એવોર્ડ આપીને સન્માનિત કરાયા છે. દ્વારકાના સ્વામી અને સૂર્યપીઠ મુરલી મંદિર જૂના અખાડાના (Suryapeeth Murali Mandir Old Akhara) જગતગુરુ સૂર્યાચાર્ય ક્રિષ્નદેવ નંદગિરિજી મહારાજને બ્રિટિશ પાર્લિયામેન્ટ લંડનમાં 'ભારત ભાગ્ય વિધાતા મહાત્મા ગાંધી એવોર્ડ-2024' (Bharat Bhagya Vidhata Mahatma Gandhi Award-2024) આપીને સન્માનિત કરાયા છે. દ્વારકાના મુરલી મંદિરના સ્વામીજીને બ્રિટિશ પાર્લિયામેન્ટ દ્વારા લંડનમાં એવોર્ડ આપીને સન્માનિત કરાતા સાધુ સંતો સહિત ગુજરાતભરમાં ખુશીનો માહોલ છવાયો છે.

સ્વામીજીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી વાત

સ્વામીજીએ ગુજરાત ફર્સ્ટને (GUJRAT FIRST EXCLUSIVE) જણાવ્યું હતું કે, લંડનમાં આ એવોર્ડ શ્રેષ્ઠ સંતોને એનાયત કરી સન્માનિત કરવામાં આવે છે. ત્યારે આ વખતે તેમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સ્વામીજીએ વધુમાં જણાવ્યું કે, તેમની 60 વર્ષની સાધના છે. દર મહાશિરાત્રીએ (MahaShivratri) સ્વામીજી 24 કલાક સુધી એક પગ પર ઊભા રહીને ઉપાસના કરતા અને સૂર્ય પરીક્ષા આપીને તેઓ જગતગુરુ સૂર્યાચાર્ય બન્યા છે. દ્વારકામાં (Dwarka) વિશ્વના પહેલા મુરલી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સૂર્યપીઠ મુરલી મંદિર જૂના અખાડાના સ્વામીજી જગતગુરુ સૂર્યાચાર્ય છે.

આ પણ વાંચો - Ayodhya : રામ લલાને અત્યાર સુધી મળ્યું આટલું દાન..!

આ પણ વાંચો - Vishwa Umiya Dham : પાલનપુરમાં પાટીદારોનો ‘આધ્યાત્મિક ચેતનાથી રાષ્ટ્ર ચેતના’ અભિયાન કાર્યક્રમ, આરોગ્યમંત્રી-સંસ્થા પ્રમુખની હાજરી

આ પણ વાંચો - Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર

Tags :
Bharat Bhagya Vidhata Mahatma Gandhi Award-2024British Parliament LondonDwarkaGujarat FirstGujarati NewsJagatguru Suryacharya Krishnadev Nandagiriji MaharajSuryapeeth Murali Mandir Old AkharaSwamiji of Dwarka
Next Article