Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GujaratSportsConclave : સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ડંકો વાગશે : હર્ષભાઈ સંઘવી

આજથી ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કોન્કલેવ શરૂ થયુ છે. દેશમાં પ્રથમ વખત સ્પોર્ટસ કોન્કલેવનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે રમતગમતને પ્રોત્સાહિત કરવા કોન્કલેવનું...
01:27 PM Dec 11, 2023 IST | Hiren Dave

આજથી ગુજરાત સ્પોર્ટસ સ્ટાર્ટપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કોન્કલેવ શરૂ થયુ છે. દેશમાં પ્રથમ વખત સ્પોર્ટસ કોન્કલેવનું આયોજન કરાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે રમતગમતને પ્રોત્સાહિત કરવા કોન્કલેવનું આયોજન થયુ છે.

 

સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ડંકો વાગશે

શોર્ટલિસ્ટેડ સ્ટાર્ટઅપને રૂપિયા 25 લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે. તેમજ સ્પોર્ટસ સ્ટાર્ટપ કોન્કલેવમાં વર્કશોપનું પણ આયોજન છે. ત્યારે રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું છે કે ખેલાડીઓ ટેક્નોલોજી સાથે જોડાશે. આજથી સ્પોર્ટ્સનો નવો યુગ શરૂ થયો છે. ખેલાડીઓ અને તેમના પરિવારજનોના અભિપ્રાય લેવાયા છે. અભિપ્રાય શક્તિદૂત યોજના અંતર્ગત આવરી લેવાયા છે. સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગમાં ગુજરાતનો ડંકો વાગશે.

સ્પોર્ટ્સને લગતા ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં વધે તેના કર્યો થશે

ગુજરાતની ધરતી પર આજે પ્રથમ વખત સ્પોર્ટ્સ કોન્કલેવ યોજાઈ છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર સ્ટાર્ટઅપને રૂપિયા 25 લાખનું ઈનામ અપાયું છે. અહીયા અનેક ટેકનોલોજી કંપની કે જે સ્પોર્ટ્સ માટે મદદ કરે તેમના પ્રદર્શન યોજાયા છે. સમગ્ર ગુજરાતના સ્પોર્ટ્સ ખેલાડી ટેકનોલોજી સાથે જોડાશે. રાજ્યના તમામ ચૂંટાયેલ પ્રતિનિધિઓના પણ અભિપ્રાય લેવાયા છે. મોટાભાગના તમામ અભિપ્રાય શક્તિદૂત યોજનાના આવરી લેવાયા છે. સ્પોર્ટ્સની માર્કેટમાં ડિમાન્ડ વધુ છે. સ્પોર્ટ્સને લગતા ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં વધે તેના કર્યો થશે.

 

આ  પણ  વાંચો -AMCના ડમ્પરે ફૂટપાથ પર રહેતા દંપતીને લીધું અડફેટે,મહિલાનું કમકમાટીભર્યું મોત

 

Tags :
AhmedabadGujaratGujaratStartupHarsh SanghaviKankariaSportsStartupConclaveStartupVibrantGujarat
Next Article