Gujarat University : ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 ની ધરપકડ, મુખ્ય આરોપી સાથે કરી હતી આ ડીલ
ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University) ઉત્તરવહી કૌભાંડ મામલે વધુ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આ મામલે અગાઉ મુખ્ય ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલ્યું છે કે ઝડપાયેલા આ 14 આરોપી એ વિદ્યાર્થી છે કે જેમને મુખ્ય આરોપી સાથે ઉત્તરવહી લખાવવા માટે ડીલ કરી હતી. એટલે કે 14 આરોપીઓએ પાસ થવા માટે પૈસા આપીને ઉત્તરવહી લખાવી હતી. ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં (Botany Department) નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હતી. જે મામલે 11 જુલાઈએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાત યુનિવર્સિટીના (Gujarat University) બોટની વિભાગમાં નર્સિંગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થયા મામલે વધુ 14 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તપાસ મુજબ, આ 14 વિદ્યાર્થીઓએ પાસ થવા માટે મુખ્ય આરોપીને પૈસા આપીને ઉત્તરવહી લખાવવા ડીલ કરી હતી. આ મામલે અગાઉ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં સની ચૌધરી અને અમિત સિંઘ ( Amit Singh) અને ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં કામ કરતાં પ્યુનની ધરપકડ કરાઈ હતી. આ કિસ્સામાં સૌથી પહેલી ધરપકડ સંજય ડામોર (Sanjay Damor) નામના આરોપીને થઈ હતી, જે બાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી અમિત અને સનીની ધરપકડ કરી હતી. કુલ 27 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં નવા કાયદા પ્રમાણે ઉત્તરવહી લખવા માટે પૈસા આપનાર વિદ્યાર્થીઓનું પણ આરોપી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

રૂ. 20 હજારથી લઈને 50 હજાર સુધી ઉઘરાવતા
પોલીસ તપાસ અનુસાર, મુખ્ય આરોપી સની અને અમિત આ વિદ્યાર્થીઓ પાસેથી અલગ-અલગ સેમેસ્ટર અને વર્ષ પ્રમાણે રૂ. 20 હજારથી લઈને 50 હજાર સુધી ઉઘરાવતા હતા. ઉત્તરવહી પર સ્વસ્તિક અને હેશની નિશાની કરાવતાં, જેથી પૈસા આપનાર વિદ્યાર્થીઓની ઓળખ થાય. એસેસમેન્ટ સેન્ટરમાં ઉત્તરવહી આવ્યા બાદ સંજય ડામોર નામનો આરોપી ઉત્તરવહી બહાર પહોંચાડતો. જે વિદ્યાર્થીઓ વાડજમાં આવેલ સનીના મકાનમાં ઘર બેઠા ઉત્તરવહી લખતા. મહત્ત્વની વાત એ છે કે પૈસા આપનાર વિદ્યાર્થીઓને આંખે પાટા બાંધીને વાડજ લઈ જવામાં આવતા, જેથી કયું સ્થાન છે, તે અંગે માહિતી બહાર ન પહોંચે. આ મામલે હજુ 10 આરોપી ફરાર છે.
આ પણ વાંચો - Padra : Oniro Life Care કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ, 3 શ્રમિકોના મોત, 1 ની હાલત ગંભીર