Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat : લોકસભાની ચૂંટણી પહેલા એક સાથે 50 IAS અધિકારીઓની બદલી, જાણો સંપૂર્ણ યાદી

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાતમાં (Gujarat) IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના (Gujarat) 50 IAS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર, ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર (Deputy Municipal Commissioner) સહિતના અધિકારીઓ...
11:14 PM Jan 30, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google

લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ગુજરાતમાં (Gujarat) IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યના (Gujarat) 50 IAS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર, ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર (Deputy Municipal Commissioner) સહિતના અધિકારીઓ સામેલ છે. આ સાથે વિવિધ વિભાગના વડાઓની પણ બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણીને હવે થોડા જ દિવસો બાકી છે. ત્યારે આ પહેલા ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા લોકસભાની ચૂંટણીને (Lok Sabha Elections) ધ્યાનમાં રાખીને 50 જેટલા IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરવામાં આવી છે. સાથે જ વિવિધ વિભાગના વડાઓની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં જિલ્લા કલેક્ટર (District Collector), ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સામેલ છે.

IAS અધિકારીઓની બદલીનું લિસ્ટ

આ સાથે રાજ્ય (Gujarat) સરકાર દ્વારા વિવિધ વિભાગના વડાઓ અને આઈએએસ અધિકારીઓની બદલી કરIAS અધિકારીઓની બદલીનું લિસ્ટવામાં આવી છે, જેમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી AIS એમ.કે. દવે (IAS M.K. Dave), ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર આઈએએસ ડો. સૌરભ પારધી, જામનગરના કલેક્ટર આઈએએસ બી.એ. શાહ, મોરબી કલેક્ટર આઈએએસ જી.ટી. પંડ્યા, નવસારી કલેક્ટર આઈએએસ અમિત પ્રકાશ યાદવ સહિત ઉચ્ચ અધિકારીઓની સામેલ છે. આ સાથે અનેક સરકારી અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.

વિવિધ વિભાગના વડાઓની પણ કરાઈ બદલી

> એમ.કે. દવેને ગાંધીનગર જિલ્લાના કલેક્ટર બનાવાયા
> જી.ટી. પંડ્યા દેવભૂમિદ્વારકાના કલેક્ટર બન્યા
> બી.એ. શાહની વડોદરાના કલેક્ટર તરીકે નિમણૂક
> અમિત પ્રકાશ યાદવને ખેડાના કલેક્ટરની જવાબદારી
> ડૉ. સૌરભ પારધીની સુરતના કલેક્ટર તરીકે નિમણૂક
> અનિલ ધામેલિયાની છોટાઉદેપુરના કલેક્ટર તરીકે નિમણૂક
> યોગેશ બબનરાવ નિરગુડેને દાહોદને કલેક્ટર બનાવાયા
> કિરણ ઝવેરીની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂક
> નેહા કુમારીની મહીસાગરના કલેક્ટર તરીકે નિમણૂક
> ડી.ડી. જાડેજાને ગીરસોમનાથના કલેક્ટર બનાવાયા
> ક્ષીપ્ર સૂર્યકાંતારાવ આગરેની નવસારી કલેક્ટર તરીકે નિમણૂક
> સ્નેહલ ભાપકરની ગીરસોમનાથના DDO તરીકે નિમણૂક
> નવનાથ ગાવહણેની રાજકોટના DDO તરીકે નિમણૂક
> જાસ્મીન હસરતને મહેસાણાના DDO બનાવાયા
> બી.એમ. પ્રજાપતિની પાટણના DDO તરીકે નિમણૂક
> પી.બી. પંડ્યાને અમરેલીના ડીડીઓ બનાવાયા
> નીતિન સંગવાનની જુનાગઢના DDO તરીકે નિમણૂક
> એસ.કે. મોદીને ગાંધીનગરના DDO બનાવાયા
> જી.એચ. સોલંકીની ભાવનગર DDO તરીકે નિમણૂક
> આર.એમ. તન્નાને સુરેન્દ્રનગરના DDO બનાવાયા
> વિદેહ ખારેની અમદાવાદના DDO તરીકે નિમણૂક
> શિવાની ગાયલની સુરતના DDO તરીકે નિમણૂક
> એસ.ડી. વસાવાને ખેડાના DDO બનાવાયા
> પી.એન. મકવાણાની મહિલા અને બાળ કલ્યાણ વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
> આર.એમ. ડામોરની ખેતીવાડી વિભાગના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂક
> દેવ ચૌધરીની અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર તરીકે બદલી
> ડો. ઓમ પ્રકાશની જુનાગઢ મ્યુનિ. કોર્પોરેશનમાં મ્યુનિ. કમિશનર તરીકે બદલી
> મનીષ ગુરવાનીની ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક મિશનના ડાયરેક્ટર તરીકે બદલી
> સ્વપનિલ ખરેની રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર તરીકે બદલી
> ગુરવ દિનેશ રમેશની ગાંધીનગર હાયર એજ્યુકેશનના ડાયરેક્ટર તરીકે બદલી
> મીરાંત જતીન પરીખની અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ડેપ્યૂટી મ્યુનિ. કમિશનર તરીકે બદલી
> ગંગાસિંઘની ગુજરાત સ્ટેટ મેડિકલ સર્વિસ કોર્પોરેશનમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે બદલી
> સુરભી ગૌતમની ICDS માં ડાયરેક્ટર તરીકે બદલી
> પ્રશાંત જિલોવાની ગાંધીનગરમાં એડિશનલ ઇન્ડસ્ટ્રિઝ કમિશનર તરીકે બદલી
> વડોદરા કલેક્ટર એ.બી.ગોરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી
> કે.એલ. બચાણીની ગાંધીનગરમાં નવા માહિતી નિયામક તરીકે બદલી
> આયુષ સચદેવ ઓકની વલસાડમાં કલેક્ટર તરીકે બદલી
> સ્તૂતિ ચરણની વાસ્મોમાં ચીફ એક્ઝક્યુટિવ ઓફિસર તરીકે બદલી

 

 

આ પણ વાંચો - Junagadh : કોંગ્રેસમાં વધુ એક ગાબડું, હવે આ નેતાએ અવગણના થતાં રાજીનામું આપ્યું

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Deputy Municipal Commissionerdistrict collectorGujarat FirstGujarati NewsIAS M.K. DaveIAS OfficersLok Sabha ElectionsTourism Corporation of Gujarat IAS Dr. Saurabh Pardhi
Next Article