Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat Politics : CM બનાવવાની માગ મુદ્દે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા, શક્તિસિંહ ગોહિલે પણ કહી આ વાત

Gujarat Politics : ગુજરાતમાં એક ચર્ચાના કારણે રાજકારણ ગરમાયું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) લઈ એક ચર્ચા વેગવંતી થઈ છે. ચર્ચા એ છે કે કુંવરજી બાળવિયાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માગ ઊઠી છે. આ માગ સાથે જ રાજ્યમાં રાજકીય...
gujarat politics   cm બનાવવાની માગ મુદ્દે કુંવરજી બાવળિયાની પ્રતિક્રિયા  શક્તિસિંહ ગોહિલે પણ કહી આ વાત
Advertisement

Gujarat Politics : ગુજરાતમાં એક ચર્ચાના કારણે રાજકારણ ગરમાયું છે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Kunvarji Bavaliya) લઈ એક ચર્ચા વેગવંતી થઈ છે. ચર્ચા એ છે કે કુંવરજી બાળવિયાને રાજ્યના મુખ્યમંત્રી બનાવવાની માગ ઊઠી છે. આ માગ સાથે જ રાજ્યમાં રાજકીય વર્તુળોમાં હલચલ મચી છે. જો કે, આ મામલે કુંવરજી બાવળિયાનું પણ નિવેદન સામે આવ્યું છે. બીજી તરફ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

કુંવરજી બાવળિયાએ માગને પાયાવિહોણી ગણાવી

રાજ્યમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને (Cabinet Minister Kunvarji Bavaliya) CM બનાવવાની માગણી મામલે ચાલી રહેલી ચર્ચા અંગે કુંવરજી બાવળિયાએ તેને પાયાવિહોણી ગણાવી છે. તેમણે કહ્યું કે, કોઈ હિતેચ્છુ આ પ્રકારની વાત કરે, આ વાતમાં કોઈ દમ નથી. આવી વાતો પાર્ટી હાઈ કમાન્ડ દ્વારા નક્કી થતી હોય છે. કુંવરજી બાવળિયાના આ નિવેદન બાદ તમામ અફવાઓ પર પૂર્ણ વિરામ લાગી ગયો છે. પરંતુ, આ મામલે હાલ પણ ચર્ચાઓનો માહોલ યથાવત (Gujarat Politics) છે.

Advertisement

ભાજપ નેતાઓનો અંતરાત્મા જાગ્યો છે : શક્તિસિંહ ગોહિલ

બીજી તરફ આ મામલે પ્રદેશ કોંગ્રેસ (Congress) અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની (Shaktisinh Gohil) પણ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતાઓનો અંતરાત્મા જાગ્યો છે. ભૂતકાળમાં જે બોલ્યા એમનું કરિયર પતી ગયું. આંતરિક લોકશાહી માટે ભાજપમાં (BJP) હવે બારી ખુલી છે. બોલવાનું શરૂ થયું એનું સ્વાગત કરું છું. આ સાથે તેમણે હરેન પંડ્યાને (Haren Pandya) યાદ કરતા કહ્યું કે, હરેન પંડ્યા ભૂતકાળમાં ભાજપ સામે બોલ્યા હતા અને તેમની સાથે શું થયું એ જાણીએ છીએ. ભૂતકાળમાં જે બોલ્યા હતા એમનું કરિયર પતાવવાનું કામ થયું છે. તેમણે કહ્યું કે, ભાજપનાં નેતાઓનો અંતરાત્મા દબાયેલો હતો એ હવે જાગ્યો છે અને બોલવાની શરુઆત થઈ છે. ભાજપના નેતાઓને એવું થયું છે કે હવે બોલવા જેવું છે એટલે ભાજપના નેતાઓ બોલી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Kunvarji Bavaliya : કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ડે. CM બનશે ? દિલ્હી સુધી રજૂઆત!

આ પણ વાંચો - Gandhinagar : રાહુલ ગાંધીના પ્રવાસ સાથે રાજકીય ગરમાવો! હવે દિલીપ સંઘાણીએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો - Surat : શહેર સાથે અન્યાયનો હું છેલ્લા 30 વર્ષથી સાક્ષી છું : સાંસદ ગોવિંદ ધોળકિયા

Tags :
Advertisement

.

×