Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat : રાજ્યભરમાં માવઠાનો માર, ત્રણના મોત, 270 ગામમાં વીજળી ગુલ

Gujarat : ગુજરાતમાં (Gujarat)ગઈકાલે પડેલા આફતના વરસાદ (Rain)ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. ગુજરાતમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા છે. કમોસમી વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે આ...
12:43 PM May 14, 2024 IST | Hiren Dave
Unseasonal Rainfall

Gujarat : ગુજરાતમાં (Gujarat)ગઈકાલે પડેલા આફતના વરસાદ (Rain)ને કારણે ભારે નુકસાન થયાના અહેવાલ છે. ગુજરાતમાં ગઈકાલે પડેલા વરસાદ (Rain)ને કારણે ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 40 પશુઓના પણ મોત થયાના સમાચરા છે. કમોસમી વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે આ મૃત્યુ થયા છે. ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દાહોદ જિલ્લામાં વિજળી પડવાથી 40થી વધુ પશુનાં મોત થયા છે.એટલું જ નહીં આ વરસાદ (Rain) અને વાવાઝોડાનાં કારણે રાજયમાં 270 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. 3,743 ગામોમાં પાવર રીસ્ટોર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 270 ગામોમાં પાવર રીસ્ટોર કરવાની કામગીરી ચાલુ છે.

રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ જામ્યો

ગઈકાલે ગુજરાતમાં (Gujarat) વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદ (Rain)ને પગલે ગરમીમાં તો રાહત મળી પણ અનેક જગ્યાએ ખેતીના પાકને નુકસાન થયાના અહેવાલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 114 તાલુકાઓમાં વરસાદ (Rain) પડ્યો છે.છેલ્લા 24 કલાકમાં અમરેલી જિલ્લાની સાવરકુંડલા તાલુકામાં અઢી ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. ભરૂચના નેત્રંગ તાલુકામાં બે ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તથા ભરૂચના વડીયા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ (Rain) પડ્યો છે. નર્મદાના તીલકવાડા તાલુકામાં દોઢ ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ (Rain)પડ્યો છે.

ગુજરાતમાં 16 મે સુધી કમોસમી વરસાદ આગાહી

વેસ્ટર્સન ડિસ્ટર્બન્સથી ( Western disturbance) અસરથી 13 મેના રોજથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ચોમાસા જેવો માહોલ જામ્યો છે.હવામાન વિભાગની આગાહી મુજબ નોર્થ વેસ્ટ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં 16 મે સુધી કમોસમી વરસાદ (Rain) (Unseasonal) થઇ શકે છે, હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમરેલી ગીરસોમનાથ, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ સુરતમાં વરસાદ (Rain) વરસી શકે છે

રાજ્યના 10 જિલ્લાઓમાં પડશે  વરસાદ

રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદ (Rain)ની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદ (Rain) વરસી શકે છે. સોમવારે ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસાદ (Rain) વરસ્યા બાદ આજે પણ અહીં વરસાદ (Rain)ની આશંકા છે.

આ પણ  વાંચો - Gujarat : આજે 1 વાગ્યા સુધી ગુજરાતમાં ભારે…!

આ પણ  વાંચો - Surat: આ વિસ્તારોમા રહેશે પાણીનો કાપ, 10 લાખ લોકોને થશે અસર

આ પણ  વાંચો - Rain Forecast : ભારે પવનના લીધે અનેક જગ્યાએ ઝાડ ધરાશાયી, પાકને નુકસાનથી જગતનો તાત ચિંતામાં

Tags :
Damage Due To RainDeath Of AnimalsDisruption Of Power Supplygujarat weatherRainfallrainfall in gujaratSavarkundlaSummerUnseasonal Rainfall
Next Article