Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Impact: ગુજરાત ફર્સ્ટના અહેવાલની થઈ મોટી અસર પીપલ્સ બેંકનું સાત દિવસ બાદ શટર ખુલ્યું

Gujarat First Impact: ડભોઇની મધ્યમાં ચોકસી બજારમાં આવેલ પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી છેલ્લા ચારથી પાંચ દિવસથી અચાનક બંધ રહેતાં ગ્રાહકો અટવાયા હતાં. મળતી માહિતી મુજબ નાણાકીય પરિસ્થિતિ કઠિન બનવાને કારણે અને મેનેજર અચાનક હોદ્દેદારોને જણાવ્યા વગર રજા ઉપર ઉતરી જતાં...
gujarat first impact  ગુજરાત ફર્સ્ટના અહેવાલની થઈ મોટી અસર પીપલ્સ બેંકનું સાત દિવસ બાદ શટર ખુલ્યું

Gujarat First Impact: ડભોઇની મધ્યમાં ચોકસી બજારમાં આવેલ પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી છેલ્લા ચારથી પાંચ દિવસથી અચાનક બંધ રહેતાં ગ્રાહકો અટવાયા હતાં. મળતી માહિતી મુજબ નાણાકીય પરિસ્થિતિ કઠિન બનવાને કારણે અને મેનેજર અચાનક હોદ્દેદારોને જણાવ્યા વગર રજા ઉપર ઉતરી જતાં ક્રેડિટ સોસાયટીનો વહીવટ ખોરંભે પડ્યો હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement

ગ્રાહકોને તેમની જમા પૂરેપૂરી રકમનું ચૂકવણું હાલ કરવામાં આવતું નથી

ત્યારે મળતી માહિતી મુજબ અચાનક મેનેજર સહિતના કર્મચારીઓએ પણ સ્વૈચ્છિક રાજીનામાં ધરી દેતા ડિરેક્ટરો પાસે વહીવટ ચલાવવા માટે પણ કોઈ કર્મચારી ન હોવાના કારણે સોસાયટીને છેલ્લા ચાર-પાંચ દિવસથી ખંભાતી તાળા વાગેલા હતાં. પરંતુ આજરોજ પ્રમુખ અને સોસાયટીનાં અન્ય ડિરેકટરો હાજર રહયાં હતાં અને લેવડ દેવડનો વ્યવહાર ચાલું કરાવ્યો હતો. પરંતુ ગ્રાહકોને તેની જમા પૂરેપૂરી રકમનું ચૂકવણું હાલ કરવામાં આવતું નથી. તેમ છતાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, તમામનાં નાણાં સલામત છે, ધીમે ધીમે પૂરેપૂરી રકમનું ચૂકવણું કરવામાં આવશે.

Advertisement

ડભોઇ નગરમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી કો-ઓપરેટીવ ક્ષેત્રમાં પીપલ્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત હતી અને ડભોઇના નગરજનોનો તેને વિશ્વાસ કેળવ્યો હતો. એટલું જ નહીં આ ક્રેડિટ સોસાયટી દ્વારા વેપારીઓ પાસેથી ડેઈલી સેવિંગના રૂપિયા પણ કલેક્ટ કરવામાં આવતાં હતાં. પરંતુ અચાનક નાણાકીય વ્યવહારો અટકી જતાં વેપારીઓને પણ પોતાનાં નાણાકીય વ્યવહારો અટવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે. જેથી વેપારીઓનો એકાએક સોસાયટી ઉપર ઘસારો થતાં વેપારીઓએ રોતા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: Government Scheme: છોટાઉદેપુરમાં હજારો લાભાર્થીઓની અરજી બેંકમાં ધૂળ ખાતી જોવા મળી

Advertisement

આજરોજ પ્રમુખ સહિતનાં અન્ય હોદ્દેદારો અને ડિરેક્ટરો હાજર રહયાં હતાં

નગરનાં વેપારીઓએ જણાવ્યું હતું કે, અચાનક વ્યવહારો અટકી જવાને કારણે અમારાં ડેઈલી સેવિંગસના અને થાપણના રૂપિયા નું શું ? અમારી મહેનતાના અને અમારા પરસેવાની આ મૂડી હતી. પરંતુ આ ડિરેક્ટરોનો અનગઢ વહીવટના કારણે ડભોઇ નગરના વેપારી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પરંતુ આજરોજ પ્રમુખ સહિતનાં અન્ય હોદ્દેદારો અને ડિરેક્ટરો હાજર રહયાં હતાં અને સોસાયટીની ઓફિસ પુન: શરૂ કરાવી હતી. તેમજ પ્રમુખે જણાવ્યું હતું કે, તમામનાં નાણાં સલામત છે અને તબક્કાવાર ચૂકવણું કરવામાં આવશે.

આ પણ વાંચો: Satta Bazaar માં વધુ એક બુકીએ બહાર પાડ્યા ભાવ, રૂપાલા, પૂનમ માડમ સહિત BJP ઉમેદવારોને લઈ કર્યાં આ દાવા!

સોસાયટીની ઓફિસ બંધ રહેવા બાબતે મેનેજર રજા ઉપર હોવાનું કારણ

તેમજ સોસાયટીને રજીસ્ટાર સહકારી મંડળી તરફથી કોઈ નોટિસ અપાઈ નથી અને કોઈ કાયદેસરનાં પ્રશ્રો હાલ ઉપસ્થિત થયાં નથી. હાલ સોસાયટીની ઓફિસ બંધ રહેવા બાબતે પ્રમુખે મેનેજર રજા ઉપર હોવાનું કારણ બતાવી હાલ સમગ્ર મામલો ઠાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. હવે જોવું એ રહે છે કે, તમામ ખાતેદારોને તેમની જમા પૂરેપૂરી રકમ કયારે મળે છે. તેમજ અન્ય કોઈ કારણો આગળ જતાં સામે આવે તો નવાઈ નહીં, હાલ તો આજથી સોસાયટીની ઓફિસ ખૂલી હતી અને કર્મચારીઓ, પ્રમુખ અને અન્ય હોદ્દેદારો આજે હાજર રહયાં હતાં અને ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ સંપાદિત થાય તેવાં પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં.

અહેવાલ પીન્ટુ પટેલ

આ પણ વાંચો: Chilli Factory: બોડેલીમાં મરચામાં અખાદ્ય કલર અને ઓલીયો રેઝીનની ભેળસેળ કરતી ફેક્ટરીનો પર્દાફાશ

Tags :
Advertisement

.