Gujarat First Impact : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર, કોન્ટ્રાક્ટરોને અપાઈ કડક સૂચના
Gujarat First Impact : રાજકોટમાં (Rajkot) ગુજરાત ફર્સ્ટના અહેવાલની (Gujarat First Impact) સૌથી મોટી અસર જોવા મળી છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કર્યા બાદ રાજકોટ મનપાના કોન્ટ્રાક્ટર અને બિલ્ડરોની બેઠક યોજાઈ હતી અને કોન્ટ્રાક્ટરના ડંપર, વાહનો પરથી 'ON DUTI RMC' લેબલ દૂર કરવા સૂચના અપાઈ છે. માહિતી મુજબ, બે દિવસમાં જ તમામ વાહનો પરથી આ લેબલ દૂર કરવા સૂચના અપાઈ છે. બે દિવસ બાદ પણ જો લેબલ દૂર નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ અપાઈ છે.
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી 'RMC' લખેલા વાહનો ખાનગી બિલ્ડરના કામોમાં ચાલતા હતા. રાજકોટમાં સવારે 8 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધી હેવી પેસેન્જર વ્હીકલ માટે, જ્યારે સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી અને સાંજે 5થી રાતે 9 વાગ્યા સુધી ભારે/મધ્યમ માલવાહક વાહનો માટે પ્રવેશબંધી છે. પરંતુ, સવારે 8 વાગ્યા બાદ પણ શહેરના માર્ગો પર ભારે વાહનો દોડતા ગુજરાત ફર્સ્ટના કેમેરામાં કેદ થયા હતા. જે અંગેનો અહેવાલ ગુજરાત ફર્સ્ટ (Gujarat First Impact) દ્વારા રજૂ કરવામાં આવતા તેની હવે સૌથી મોટી અસર જોવા મળી છે.
વાહનો પરથી 'ON DUTI RMC' દૂર કરવા સૂચના
જે અંગેનો સમગ્ર અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાત ફર્સ્ટના અહેવાલની હવે સૌથી મોટી અસર જોવા મળી છે. રાજકોટ મનપાના ચેરમેન, અધિકારીઓ, ખાનગી કોન્ટ્રાક્ટર અને બિલ્ડરોની સાથે બેઠક કરી હતી અને કોન્ટ્રાક્ટરના ડંપર, વાહનો પરથી 'ON DUTI RMC' દૂર કરવા સૂચના અપાઈ હતી. માહિતી મુજબ, બે દિવસમાં જ તમામ વાહનો પરથી આ લેબલ દૂર કરવા સૂચના અપાઈ છે. આ સાથે મનપા કોન્ટ્રાક્ટને વર્ક પરમિટ સાથે રાખવા સૂચના અપાઈ છે. બે દિવસ બાદ પણ જો લેબલ દૂર નહીં કરવામાં આવે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ અપાઈ છે.
આ પણ વાંચો - Surat : મહિલાઓ સ્મશાનમાં આવી પોતાના સ્વજનોને કરે છે યાદ, જાણો શું છે કારણ