Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Exclusive : NEET કૌભાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા! મુખ્ય સૂત્રધારની જલદી થશે ધરપકડ

Gujarat First Exclusive : પંચમહાલના NEET પરીક્ષા કૌભાંડ (NEET exam scam) મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ફર્સ્ટની એક્સક્લુઝિવ માહિતી મુજબ, NEET માં ગેરરીતિ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે બે મુખ્ય અને ફરાર આરોપી...
gujarat first exclusive   neet કૌભાંડ મામલે પોલીસને મળી મોટી સફળતા  મુખ્ય સૂત્રધારની જલદી થશે ધરપકડ

Gujarat First Exclusive : પંચમહાલના NEET પરીક્ષા કૌભાંડ (NEET exam scam) મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ફર્સ્ટની એક્સક્લુઝિવ માહિતી મુજબ, NEET માં ગેરરીતિ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. આ કેસમાં પોલીસે બે મુખ્ય અને ફરાર આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરાને રાઉન્ડ-અપ કરી લીધા છે. ત્યારે હવે પોલીસ આરોપીઓની ધરપકડ અંગે મોટા ખુલાસા કરી શકે છે. માહિતી છે કે આ કેસમાં મોટા માથાઓના પણ નામ સામે આવી શકે છે. બીજી તરફ, પંચમહાલ (Panchmahal) NEET પરીક્ષા કૌભાંડ મામલે ધરપકડ કરેલ આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કરાયો હતો અને કોર્ટે તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Advertisement

પોલીસે મુખ્ય અને ફરાર આરોપીઓને રાઉન્ડ-અપ કર્યાં

પંચમહાલમાં NEETની પરીક્ષામાં ગેરરીતિ મામલે ગુજરાત ફર્સ્ટ પાસે એક્સક્લુઝિવ (Gujarat First Exclusive) માહિતી આવી છે. પંચમહાલ NEET પરીક્ષા કૌભાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે બે મુખ્ય આરોપી તુષાર ભટ્ટ (Tushar Bhatt) અને આરીફ વ્હોરાને (Arif Whora) રાઉન્ડ-અપ કરી લીધા છે. આથી હવે ગણતરી કલાકોમાં જ આરોપીઓની ધરપકડ થઈ શકે છે અને આ અંગે પોલીસ જલદી ખુલાસા કરી શકે છે. આ કેસમાં કેટલાક મોટા માથાના નામ પણ સામે આવે તેવી વકી છે. બીજી તરફ પંચમહાલ NEET પરીક્ષા કૌભાંડ મામલે આરોપી પરશુરામ રોયને ગોધરા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી પરશુરામ રોયના 20 મી મે સુધીના એટલે કે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, પોલીસે 14 દિવસના રિમાન્ડની માગ કરી હતી. ત્રણ આરોપીઓ પૈકી પરશુરામ રોયની ગોધરા પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે, મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરીફ વ્હોરા હાલ પણ પોલીસ પકડથી ફરાર છે.

એક આરોપીનું ભાજપ કનેક્શન ખુલ્યું!

જો કે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તપાસ મુજબ, કૌભાંડના મુખ્ય ત્રણ આરોપીઓ પૈકી આરીફ વ્હોરાનું ભાજપ કનેક્શન સામે આવ્યું છે. આરીફ વ્હોરા પંચમહાલ (Panchmahal) જિલ્લા લઘુમતી મોરચાનો ઉપાધ્યક્ષ હતો. જો કે, કૌભાંડમાં નામ સામે આવતા ભારતીય જનતા પાર્ટીએ (BJP) આરીફને હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યો હતો. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઇ પટેલ (Ashwinbhai Patel) દ્વારા તાત્કાલિક અસરથી આરીફને તમામ પદ પરથી સસ્પેન્ડ કરાયો હતો. આ સમગ્ર મામલે પોલીસે શિક્ષણ વિભાગના અધિકારીઓ અને કેટલાક શિક્ષકોના પણ નિવેદન લીધા છે.

Advertisement

આ પણ વાંચો - NEET Exam Scam: 10 લાખમાં ડોક્ટર બનાવી આપવાના કૌભાંડનો પર્દાફાશ, તપાસ માટે SIT ની રચના

Advertisement

આ પણ વાંચો - VADODARA : NEET પરીક્ષામાં ચોરી કૌભાંડમાં સામેલ પરશુરામ રોયની અટકાયત

આ પણ વાંચો - Panchmahal : NEETની પરીક્ષામાં ગેરરીતિનો પર્દાફાશ, ત્રણ વ્યક્તિઓ સામે નોંધાવી ફરિયાદ

Tags :
Advertisement

.