Gujarat First Conclave 2024: ઉ. ગુજરાતની વિકાસગાથા અંગે વિવિધ સેક્ટરના ઉદ્યોગપતિઓએ શું કહ્યું ?
Gujarat First Conclave 2024: મહેસાણા (Mehsana) ખાતે યોજાનાર ગુજરાતી મીડિયાના સૌથી મોટા Gujarat First Conclave 2024 માં ઉદ્યોગપતિ આનંદ પટેલ, બિલ્ડર એસો.ના સંદીપ શેઠ અને ભારત ડેરીના ચેરમેન કિરીટ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ ખાસ કાર્યક્રમમાં તેમણે ગુજરાતના ઔધોગિક વિકાસ, વાઇબ્રન્ટ ગુજરાત, રાજ્ય અને દેશના વિકાસમાં ઉત્તર ગુજરાતની ઔધોગિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
ડેરી ઉદ્યોગનો વિકાસ થશે તો ગામડાઓનો વિકાસ થશે : કિરીટ પટેલ
ઉત્તર ભારતના માલિક ડેરી અને પશુપાલન ઉદ્યોગ અંગે ભારત ડેરીના (Bharat Dairy) કિરીટ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતથી શ્વેત ક્રાંતિની શરૂઆત થઈ. ઉત્તર ગુજરાતમાંથી દૈનિક ધોરણે લગભગ સવા કરોડ લિટરથી વધુ દૂધનું પ્રોડક્શન થાય છે. આ ઉદ્યોગ સાથે ગામના લોકો અને ખેડૂતો સીધે જોડાયેલા છે. આથી, આ ઉદ્યોગનો વિકાસ થશે તો ગામડાઓનો પણ વિકાસ થશે. ભારત ડેરી અંગે કિરીટ પટેલે કહ્યું કે, પ્રાઇવેટ સેક્ટરમાં ડેરી ઉદ્યોગ શરૂ કરવા પાછળ સખત મહેનત કરવી જરૂરી છે. આપણા રાજ્ય અને દેશમાં દૂધનો ઉદ્યોગ ઘણો નાનો છે જો હજી પણ આમાં મહેનત કરીએ તો ડેરીનો ઉદ્યોગ ખૂબ આગળ વધી શકે તેમ છે અને મોટી બ્રાન્ડ ઊભી કરી શકીએ એમ છે.
ગુજરાત ફર્સ્ટના (Gujarat First Conclave 2024) માધ્યમથી કિરીટ પટેલે (Kirit Patel) દેશના યુવાનોને સંદેશ આપતા કહ્યું કે, આપણા દેશના યુવાનોમાં ઘણો સાહસ છે પરંતુ, અભ્યાસ કરીને માત્ર નોકરી કરવાનો જ વિચાર રાખવો તેના કરતા કોઈ નાનો મોટો ઉદ્યોગ કરી અન્ય લોકોને તમે નોકરી આપી શકો છો. દેશ હંમેશા ઉદ્યોગોથી આગળ વધે છે. ઉદ્યોગોને મદદથી દેશની પ્રગૃતિને વેગ મળે છે.
એક જ પક્ષની સરકાર હોવાથી પોલિસીમાં સ્થિરતા હોય છે : આનંદ પટેલ
ઉદ્યોગપતિ આનંદ પટેલે (Anand Patel) ઔધોગિકરણમાં પોલિટિકલ સ્ટેબિલિટી અંગે વાત કરતા કહ્યું કે, ઉદ્યોગોમાં જ્યારે કોઈ પોલિસીની સ્થિરતા હોય તો તે ફાયદાકારક ગણાય છે. ગુજરાત રાજ્યને આનો ખૂબ જ લાભ મળ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા વર્ષોથી એક જ પક્ષની સરકાર હોવાથી પોલિસીની સ્થિરતા જોવા મળી છે. જ્યારે દેશમાં પણ છેલ્લા 10 વર્ષથી પોલિટિકલ સ્ટેબિલિટી હોવાથી ઔદ્યોગિકરણને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ઉત્તર ગુજરાતમાં પણ ઘણી વિદેશી કંપનીઓ રોકાણ કરી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં રોજગારીમાં વધારો થયો છે. આનંદ પટેલે જણાવ્યું કે, સ્કીલ ડેવલપમેન્ટ પ્રોગ્રામથી લોકો પોતાની સ્કીલને વધુ સારી કરી રોજગારી મેળવી શકે છે. અત્યારે સ્કીલ વર્કર્સની જરૂરીઆત છે.
છેલ્લા 10-15 વર્ષમાં ઉત્તર ગુજરાતમાં ઘણું ડેવલપમેન્ટ થયું : સંદીપ શેઠ
બિલ્ડર્સ એસો.ના સંદીપ શેઠે (Sandeep Sheth) કહ્યું કે, છેલ્લા 10-15 વર્ષમાં ઉત્તર ગુજરાતમાં ઘણું ડેવલપમેન્ટ થયું છે. મહેસાણા મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. હિંમતનગરમાં (Himmatnagar) અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી આવી છે. પાલનપુર અને પાટણમાં પણ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જેથી ટૂંક સમયમાં તેઓ પણ મહાનગરપાલિકા બનશે. તેમણે કહ્યું કે, પહેલા નાના કામ માટે પણ અમદાવાદ (Ahmedabad) શહેર જવું પડતું હતું પરંતુ હવે એવું નથી અને દરેક પ્રકારની સુવિધા હવે નાના શહેરો અને ગામડાઓમાં મળતી થઈ ગઈ છે. સંદીપ શેઠે કહ્યું કે, રિયલ અસ્ટેટ સેક્ટરને રેવેન્યૂ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (Urban Development Authority) જોડેથી ફેશલેસ, સિંગલ વિંડો ક્લિયરન્સ અને ઇઝ ટુ ડુઈંગ બિઝનેસની અપેક્ષા છે. સરકારમાં આ મામલે ઘણું કામ થયું છે પરંતુ હજું પણ ઘણા ફેરફાર અને ડેવલપમેન્ટની જરૂર છે.
આ પણ વાંચો - Gujarat First Conclave 2024 Mehsana : ઉ. ગુજરાતની શૈક્ષણિક-રાજકીય સ્થિતિ અંગે SK યુનિ.ના ચેરમેને કહી આ વાત