Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આ વર્ષે પણ રાજ્યોમાં સાયક્લોનની સ્થિતિ યથાવત, આ માટે જવાબદાર ગુજરાતીઓ પોતે

Gujarat Cyclone News: હાલમાં, ગુજરાત (Gujarat) સહિત દેશના દરેક રાજ્યો વિકરાળ આગ (Heatwave) માં ભભૂકી રહ્યા છે. દેશના ખૂણે-ખૂણે ગરમી (Heatwave) ના પ્રકોપને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગને (India Meteorological Department) ચોમાસાને લઈ આગમન પહેલા જાહેરાત કરી...
07:13 PM May 17, 2024 IST | Aviraj Bagda
Gujarat Cyclone, Monsoon, IMD, Summer, Global Warming

Gujarat Cyclone News: હાલમાં, ગુજરાત (Gujarat) સહિત દેશના દરેક રાજ્યો વિકરાળ આગ (Heatwave) માં ભભૂકી રહ્યા છે. દેશના ખૂણે-ખૂણે ગરમી (Heatwave) ના પ્રકોપને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગને (India Meteorological Department) ચોમાસાને લઈ આગમન પહેલા જાહેરાત કરી છે. તેના અંતર્ગત દેશના અનેક રાજ્યોમાં પ્રથમ સપ્તાહમાં જ ભારે વરસાદ (Monsoon) સાથે તોફાની પવનની જાહેરાત કરી છે.

તે ઉપરાંત હવામાન વિભાગે ગુજરાત (Gujarat) ને લઈ પણ મોટી જાહેરાત કરી છે. તેના અંતર્ગત જૂનના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઈક્લોન (Cyclone) જોવા મળશે. હવામાન રિસર્ચ નિષ્ણાંત ડૉ. ચિરાગ શાહે જણાવ્યું છે કે, Global warming અને વૃક્ષોના નિકંદનને કારણે Cyclone ની સ્થિતિમાં વધારો થયો છે. તેના કારણે પર્યાવરણની ઋતુચક્રમાં પણ મોટા ફેરફારો નોંધાયો છે. તે ઉપરાંત દેશમાં વસ્તી વધારાને કારણે દેશમાં Oxygen કરતા Carbon Dioxide નું પ્રમાણ વધી રહ્યું છે.

આ પણ વાંચો: VADODARA : વિજ મીટરોમાં આગને લઇ મચી દોડધામ

દેશમાં Oxygen કરતા Carbon Dioxide નું પ્રમાણ વધી રહ્યું

તેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા સૂકા વિસ્તારોમાં ભૂતકાળમાં ખૂબ જ ઓછો Monsoon જોવા મળતો હતો. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આ જિલ્લાઓમાં પણ અનરાધાર Monsoon વરસે છે અને એ હદે Monsoon જોવા મળે છે કે, અમુકવાર જિલ્લાના વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થાય છે. જોકે જ્યારે વર્ષ 2021 થી વર્ષ 2022 સુધી સમગ્ર પૃથ્વીમાં પર્યાવરણમાં સારો એવો ફેરફાર જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: Satta Bazaar : બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં આ ઉમેદવાર પર રમાયો કરોડોનો સટ્ટો! જાણો કોણ છે હોટ ફેવરિટ

સાઈક્લોનનું કારણ ગ્લોબસ વોર્મિંગ અને વૃક્ષોનું નિકંદન

જોકે ગુજરાતમાં Global warming અને વૃક્ષોના નિકંદનને કારણે 2025 સુધીમાં વરસાદના પ્રમાણે ભયાવહ વધારો થવાનો છે. તેની સાથે શિયાળાની ઋતુમાં ઘટાડો જોવા મળશે. તો બીજી તરફ દરેક વર્ષે ગરમીમાં વધારો થતો રહેશે. ત્યારે આ પરિસ્થિતિને પડકાર આપવા માટે માનવીએ પર્યાવરણ પ્રત્યે ગંભીર કાળજી રાખીને પગલા લેવા પડશે. કારણ જેમ દિવસો જશે તેમ રાજ્ય સહિત દેશમાં કુદરતી આફતોમાં વધારો થશે.

આ પણ વાંચો: VADODARA : વાવાઝોડા બાદ નમી પડેલા થાંભલા દુરસ્ત કરવામાં નિરસતા

Tags :
CycloneGlobal warmingGujarat CycloneGujarat cyclone newsheatwaveIMDMonsoonSummer
Next Article