ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat BJP : ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે ? આવ્યા આ મોટા સમાચાર

Gujarat BJP : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને (BJP president) લઈ મોટા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. માહિતી છે કે, નજીકના સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ...
08:48 PM Jun 26, 2024 IST | Vipul Sen

Gujarat BJP : ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને (BJP president) લઈ મોટા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે. માહિતી છે કે, નજીકના સમયમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળવાની છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની (C.R. Patil) અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહેશે. આ બેઠકમાં કાર્યકારી અધ્યક્ષની નિયુક્તિનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે.

પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મળશે

ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તે રહસ્ય પરથી હવે જલદી પડદો ઊઠી શકે છે. કારણ કે, માહિતી છે કે ટૂંક સમયમાં પ્રદેશ ભાજપની (Gujarat BJP) કારોબારી બેઠક મળવાની છે, જેમાં પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ (BJP New president) માટે પ્રસ્તાવ રજૂ કરવામાં આવી શકે છે. આ બેઠક પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે, જેમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ (Piyush Goyal) પણ હાજર રહેશે. આ બેઠકમાં ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. જો કે, ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષને જવાબદારી સોંપાઈ શકે છે.

બોટાદના BAPS સાળંગપુર ખાતે મળશે બેઠક

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં (Lok Sabha elections) નવસારી (Navsari) બેઠક પરથી સી.આર. પાટીલ જીત્યા હતા. હવે તેમને કેન્દ્રીય મંત્રાલયની જવાબદારી મળી છે. ત્યારે, હવે ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષની નિમણૂક થઈ શકે છે. માહિતી મુજબ, બોટાદના (Botad) BAPS સાળંગપુર ખાતે પ્રદેશ કારોબારીની આ બેઠક ટૂંક સમયમાં મળી શકે છે. 4 અને 5 જુલાઈના રોજ ગુજરાત બીજેપીની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો - વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ….

આ પણ વાંચો - કપડવંજના પૂર્વ MLA કાળુસિંહ ડાભીના પત્રથી વિવાદ, CM ને પત્ર લખવામાં કરી ભૂલ

આ પણ વાંચો - VADODARA : MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે સરકાર કટિબદ્ધ – દંડક

Tags :
BAPS SalangpurBJPBJP presidentBotadC.R.PatilGujarat BJPGujarat FirstGujarat PoliticsGujarati NewsNavsariPiyush GoyalUnion Ministry
Next Article