Gujarat ATS : 840 કલાક, 3 એજન્સી અને 35થી વધારે અધિકારીઓનું સંયુક્ત એક ઓપરેશન
Gujarat ATS : ગુજરાતની ફરતે દેશનો સૌથી મોટો દરિયા કિનારો છે. જ્યાંથી અવારનવાર ડ્રગ (Drugs )ઘુસાડવાના પ્રયત્નો થયા અને Gujarat ATS , NCB અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન (joint operation)થકી તમામ પ્રયાસો નિષ્ફળ કરાયા અને દરેક વખતે દરિયાની વચ્ચે જઈને ડ્રગ પકડી પડ્યું. તમામ ડ્રગ લાવનાર પાકિસ્તાની, ઈરાની અને બલુચિસ્તાન કનેક્શન ધરાવતા પેડલરોના અનેક નામો પણ સામે આવ્યા. જેમાં લગભગ 3000 હજાર કરોડ કરતા વધારે કિંમતનું ડ્રગ પકડી પડ્યું હતું.
હવામાં ઊંડેને ગુજરાત આવ્યો 1.12 કરોડનો 3 કિલો 754 ગ્રામ ગાંજો
અમદાવાદ શહેરમાં 31 મેના રોજ શાહીબાગ ખાતે આવેલી ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે લગભગ 10 કલાકના સર્ચ ઓપરેશન દરમિયાન ચોંકાવનારી વિગતો અને માહિતી સામે આવી અને કસ્ટમ વિભાગના અધિકારીઓ અને પોસ્ટ વિભાગના અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને મળી એક મોટી બાતમી
અમદાવાદ સાયબર ક્રાઇમ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે શહેરમાંથી અગાઉ કરોડો રૂપિયાનું ડ્રગ પકડી પાડ્યું હતું. પરંતુ તે ઘટનાને ઘણા સમય સુધી કોઈ એક્ટિવિટી સામે ના આવી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના PI જે. એચ. સિંધવને એક માહિતી મળી કે ફરી એક વાર અમદાવાદ પોસ્ટ ઓફિસ ખાતે એ જ મોડેસ ઓપરેન્ડીસ સાથે નશીલો પદાર્થ અથવા શંકાસ્પદ વસ્તુઓ આવી રહી છે. જેને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ સહિતના અધિકારીઓ 1 મહિના કરતા વધારે સમયથી વિદેશથી આવતા તમામ પાર્સલ પર નજર રાખીને બેઠા હતા. અને એક બાદ એક વિદેશી આવતા ગયા અને શંકા વધતી ગઈ પરંતુ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે પાર્સલનો જથ્થો ખુબ વધારે હતા ને દરેક પાર્સલ સ્કેનર દરમિયાન ક્લિયર કરવામાં આવ્યા.
31 મેના રોજ સવારે 11 કલાકે 35 અધિકારીઓનું સર્ચ
ગુજરાત રાજ્ય હવે ધીરે ધીરે ડ્રગ્સ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી માટે સોફ્ટ ઝોન બની ગયું હોય તેમ ડ્રગ્સની હેરાફેરીના બનાવ બનતા રહે છે. શાહીબાગ ફોરેન પોસ્ટ વિભાગની ઓફિસમાં સર્ચ દરમિયાન આ રેકેટનો પર્દાફાશ થયો છે. કસ્ટમ અને પોસ્ટ ઓફિસના અધિકરીઓ એક બાદ એક પાર્સલ ખોલવા લાગ્યા કે જે શંકાના આધારે અલગ કર્યા. જેમાં USથી આવેલા 11 કેનેડાથી આવેલા 2 અને થાઈલેન્ડના 1 પાર્સલ મળી કુલ 14 અલગ થયા. જેને ફરી સ્કેન કરાયા તો તેમાં માત્ર વસ્તુઓ જોવા મળી જેમાં બાળકોના રમકડાં, ટેડી બિયર, મહિલાના કપડાઓ જેવી વસ્તુઓ સામે આવી. પરંતુ તેમાં ક્રાઇમ બ્રાન્ચના PI જે. એચ. સિંધવને શંકા ગઈ અને એક બાદ એક પાર્સલ ખોલ્યા અને ત્યાં ઉભેલા તમામના પગ નીચેથી જમીન સરકી ગઈ કેમકે એ પાર્સલમાં હતો હાઈબ્રીડ ગાંજો. જેને પેકીંગ કરીને બાળકોના ટિફિન બોક્ષ, ટેડી બીયરમાં, રમકડામાં, કપડાંની વચ્ચે અને સાથે ગ્લુકોઝના પેકીંગમાં પણ તે ગાંજો હતો.
10 કલાક સુધી ફોરેન પોસ્ટ ઓફિસમાં ચાલ્યું સર્ચ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગની સયુંકત કાર્યવાહી કરીને અમદાવાદમાંથી 1.50 કરોડનો વિદેશી હાઇબ્રીડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ ગાંજો લંચ બોક્સ, રમકડાં અને ડ્રેસના પાર્સલમાં સંતાડીને કેનેડા, યુએસ, થાઈલેન્ડમાંથી મોકલવામાં આવ્યો હોવાની વાતનો ખુલાસો થયો છે. આ તપાસ દરમિયાન 14 જેટલા શંકાસ્પદ પાર્સલ મળ્યા હતા. જેમાંથી અમદાવાદમાં 5 પાર્સલ, ગાંધીનગર 3, સુરત 3, વાપી અને પાલનપુર 1 પાર્સલ મોકલાવવાનું હતું. જો કે તેના પર પાર્સલ મેળવનારના સરનામા બનાવટી હોવાનું તપાસમાં ખૂલ્યું છે. લંચ બોક્સ, રમકડાં અને ચોકલેટ જેવા પાર્સલમાં હાઇબ્રીડ ગાંજો હોવાની મળેલી બાતમીના આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં આ હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો.
હાઈબ્રીડ ગાંજાની 1 ગ્રામની કિંમત 3000 રૂપિયા
અમદાવાદ ખાતેથી પકડાયેલા હાઈબ્રીડ ગાંજાની કિંમત ખુબ વધારે હોવાના કારણે આ ગાંજો કોઈ એક વ્યક્તિ ના મંગાવી શકે આ પાછળ અનેક લોકોના નામ સામે આવે તેવી શક્યતાઓના આધારે મળેલા 14 પાર્સલના નામ અને વર્ચ્યુઅલ નંબરની તપાસ કરી જેમાં પણ ચોંકાવનારા ખુલાસો થયો કે તમામ જિલ્લના ઘરના સરનામાં છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં છે. જેથી પોલીસ હવે પોલીસ પાસે આગળ તપાસમાં માત્ર એ વર્ચ્યુઅલ નંબર રહ્યા અને ડાર્કવેબ માંથી કોઈ માહિતી મળે કે નહિ તે તાપસ...
હાઈબ્રીડ ગાંજો અને LSD ડ્રગ સાથે એક કનેક્શન અમદાવાદ અને સુરત વચ્ચે સામે આવ્યું
31 મેના રોજ અમદાવાદ ખાતેથી ઝડપી પાડેલો હાઈબ્રીડ ગાંજાનાં એક પાર્સલમાં સુરતની કૃષ્ણકુંજ સોસાયટીનું નામ સામે આવ્યું જેમાં રીસીવરનું નામ અલગ હતું. જ્યારે 1 જૂનના રોજ સુરત SOG એક ઓપરેશનમાં સુરતના એજ કૃષ્ણકુંજ સૉસાયટીના પાર્થ મંદીરવાલા નું નામ અને એડ્રેસ આવ્યું જે કે અમદાવાદ થી મળી આવેલા પાર્સલમાં એડ્રેસ હતું. સુરત ખાતે જે LSD ડ્રગ મળ્યું તેની કિંમત 42 લાખ હતી. સુરત ખાતે આવેલા પાર્સલ થાઈલેન્ડથી આવ્યું હતું જયારે અમદાવાદ ખાતે આવેલું સુરતનું પાર્સલ પણ થાઈલેન્ડથી આવ્યું હતું. જેથી સુરત SOG અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત તાપસ પણ શરૂ કરી છે.
અમદાવાદમાંથી મળેલા ગાંજા અંગે તાપસ તેજ કરાઈ
શાહિબાગ ફોરેન પોસ્ટ ઓફિસ ખાતેથી મળી આવેલ ગાંજા મામલો ક્રાઇમ બ્રાન્ચે સુરત અને અમદાવાદના ડેટા ભેગા કરી કરી તપાસ શરૂ કરી છે. આ સાથે થાઇલેન્ડ, US અને કેનેડાથી મોકલેલ પાર્સલ કંપનીને તપાસ અંગે લેટર મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાથે તે માહિતીના આધારે વધુ તપાસ અંગે ફોરેન એજન્સીઓનો પણ સંપર્ક કરશે. આ સાથે પોસ્ટ ઓફિસ ખાતે છેલ્લા 1 વર્ષ દરમિયાન આ 3 દેશોમાંથી આવતા પાર્સલ અંગે માહિતી મંગાવી વધુ તાપસ પણ હાથ ધરી છે.
અહેવાલ-પ્રદીપ કચિયા -અમદાવાદ
આ પણ વાંચો - VADODARA : L&T સર્કલ પર વાહનોની લાંબી કતારો માથાનો દુ:ખાવો બની
આ પણ વાંચો - Rajkot :અગ્નિકાંડમાં નવો ખુલાસો, પૂછપરછમાં ખોટી મિનિટ્સ નોટ રજૂ કરતા ગુનો નોંધાયો
આ પણ વાંચો - Madhavpura Bank scam: માધવપુરા બેંક કૌભાંડમાં 23 વર્ષ બાદ આરોપીઓ સામે ચાર્જફ્રેમ