Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GSSSB-2024 : વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર, જાણો પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB-2024) દ્વારા વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ ભરવા માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પહેલી પરીક્ષા (ગ્રૂપ એ) 1 એપ્રિલથી 8 મે સુધી ચાલશે, જે 19 દિવસ સુધી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ...
gsssb 2024   વર્ગ 3 ની કુલ 5554 જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર  જાણો પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB-2024) દ્વારા વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ ભરવા માટે પરીક્ષાની જાહેરાત કરવામાં આવી છે. પહેલી પરીક્ષા (ગ્રૂપ એ) 1 એપ્રિલથી 8 મે સુધી ચાલશે, જે 19 દિવસ સુધી લેવાશે. ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે (Hasmukh Patel) જણાવ્યું કે, લોકસભા ચૂંટણીની આચાર સંહિતા વચ્ચે પણ પરીક્ષા લેવાશે. તેમણે માહિતી આપી કે, લોકસભાની ચૂંટણીની આચારસંહિતાને લીધે આ પરીક્ષાની તારીખોને કોઈ અસર નહીં થાય.

Advertisement

આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) યોજાવવા જઈ રહી છે. ત્યારે આવનારા દિવસોમાં રાષ્ટ્રીય ચૂંટણી પંચ (National Election Commission) દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખો અંગે જાહેરાત કરવામાં આવશે. બીજી તરફ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3 ની કુલ 5554 જગ્યાઓ ભરવા માટે પરીક્ષાની જાહેરાત કરાઈ છે. આ પરીક્ષાને લોકસભાની ચૂંટણીની અસર થશે એવી ચર્ચાઓ વચ્ચે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીની આચારસંહિતાની (Code of Conduct) આ પરીક્ષાની તારીખોને કોઈ અસર નહીં થાય. લોકસભા ચૂંટણીની આચાર સહિતા વચ્ચે પણ પરીક્ષા લેવાશે.

પરીક્ષાની તારીખે મતદાન હશે તો ફરેફાર થશે

તેમણે આગળ કહ્યું કે, જો પરીક્ષાની તારીખના દિવસે જ મતદાનની તારીખ આવશે તો ફેરફાર કરવામાં આવશે. સચિવ હસમુખ પટેલે (Hasmukh Patel) ઉમેદવારોને સલાહ આપી કે, પરીક્ષાના 1.30 કલાક પહેલા કેન્દ્ર પર પહોંચવું. ઉમેદવારોને 15 મિનિટ પહેલા જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળશે. પ્રથમ પરીક્ષા 1લી એપ્રિલથી લેવાશે. 100 માર્કની સંયુક્ત પરીક્ષા પ્રથમ પરીક્ષા હશે જે માત્ર સ્ક્રીનિંગ ટેસ્ટ છે. તેના માર્ક પસંદગી મેરિટમાં ગણાશે નહિં.

Advertisement

1 એપ્રિલથી શરૂ, દરરોજનાં 4 પેપર લેવામાં આવશે

તેમણે કહ્યું કે, ગ્રૂપ A ની 1926 જગ્યાઓ અને ગ્રૂપ B ની 3628 જગ્યાઓ એમ કુલ 5554 જગ્યાઓ ભરવા માટેની પ્રાથમિક સ્પર્ધાત્મક પરીક્ષા (Preliminary Competitive Examination) જે ગ્રૂપ એ અને ગ્રૂબ બી માટેની સંયુક્ત પરીક્ષા છે તે 1 એપ્રિલથી શરૂ થશે. દરરોજનાં 4 પેપર લેવામાં આવશે. દરેક પેપર એક કલાકનું હશે. આ પરીક્ષા એમસીક્યૂ પ્રકારની હશે. 100 માર્ક્સનું પેપર હશે, જેમાં સાચો વિકલ્પ પસંદ કરનારા ઉમેદવારને 1 માર્ક અને ખોટો જવાબ પસંદ કરનારા ઉમેદવાર માટે નેગેટિવ માર્કિંગ હશે જે 0.25 ગુણ હશે. સાચો જવાબ ખબર ન હોઈ સવાલને સ્કીપ કરવા પર નેગેટિવ માર્કિંગ થશે નહીં. 21 માર્ચથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પરીક્ષા સમયે ઉમેદવારે પોતાનાં સાચા ઓળખપત્ર સાથે લઈ જવા પડશે.

Advertisement

રાજ્યનાં 55 જેટલાં કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

તેમણે આગળ કહ્યું કે, પ્રાથમિક પરીક્ષા રાજ્યનાં 55 જેટલાં કેન્દ્રો પર લેવામાં આવશે. 1 એપ્રિલથી 8 મે સુધી પ્રિલીમનરી પરીક્ષા (GSSSB-2024) લેવાશે. સચિવ હસમુખ પટેલે જણાવ્યું કે, જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. સપ્ટેમ્બર મહિનામાં બીજી પરીક્ષા લેવાનું અને ઓક્ટોબર મહિના સુધીમાં બીજી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવાનું મંડળનું આયોજન છે. તેમણે માહિતી આપી કે, 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે.

આ પણ વાંચો - Ambaji : Gujarat First ના અહેવાલની અસર, દેશી દારુ વેચવા મામલે અંબાજી પોલીસની કાર્યવાહી

Tags :
Advertisement

.