Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal : ગોંડલમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો, વિવિધ યોજનાના મંજૂરીપત્રોનું તથા સહાયના ચેકનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા રોજગાર...
gondal   ગોંડલમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો યોજાયો  વિવિધ યોજનાના મંજૂરીપત્રોનું તથા સહાયના ચેકનું વિતરણ કરાયું

રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને વિકાસને ઉજાગર કરવા રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ 'નારી વંદન ઉત્સવ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ લી. દ્વારા રોજગાર ઇચ્છુક બહેનોને રોજગારી મળે તે હેતુથી ગોંડલ ટાઉન હોલ ખાતે સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

"વ્હાલી દીકરી યોજના" તેમજ ‘‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના’’ ના મંજૂરી હુકમનું વિતરણ લાભાર્થીઓને કરવામાં આવ્યું

કાર્યક્રમના પ્રારંભે મામલતદાર વાય.ડી.ગોહેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર) સોનલબેન રાઠોડએ નારી વંદન ઉત્સવની સમગ્ર રૂપરેખા આપી હતી. નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન ઓમદેવસિંહ જાડેજા, અવધ મહિલા મંડળના નયનાબેન રાવલ વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા અર્પણ ફાઉન્ડેશનના હિતેશભાઈ રૈયાણી, ઉદ્યોગ ભારતીના મેનેજર પ્રકાશભાઈ પંચમિયા તેમજ લિજ્જત પાપડના અરુણાબેન પિત્રોડાએ કાર્યક્રમમાં મહિલાઓને રોજગારલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. મહાનુભાવો દ્વારા ‘‘વ્હાલી દીકરી યોજના’’ તેમજ ‘‘ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના’’ના મંજૂરી હુકમનું વિતરણ 10 લાભાર્થીઓને કરવામાં આવ્યું હતું તેમજ 3 સખી મંડળોને સહાયની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

જિલ્લા ની વિવિધ સંસ્થાઓ, ખાનગી અને સરકારી સંસ્થાઓ ભાગ લીધો હતો

આ પ્રસંગે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અને સુવિધાઓની માહિતી આપવા માટે 181 અભયમ, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર, મહિલા આર્થિક વિકાસ નિગમ વગેરેના સ્ટોલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સ્વરોજગાર મેળામાં જિલ્લાની સ્વરોજગાર ઇચ્છુક અશિક્ષિતથી સ્નાતક અને અનુસ્નાતક સુધીના બહેનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ મેળામાં બહેનોને રોજગારી આપવાના હેતુથી જિલ્લાની વિવિધ સરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો.

Advertisement

મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં ગોંડલ ના ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન રૈયાણી, રોટરી ક્લબના જીગરભાઈ સાટોડિયા, નાયબ મામલતદાર એન.કે.લાખાણી, ASI ડી.સી.માઢક ઉપસ્થિત રહ્યા હતા. દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી (ગ્રામ્ય) સીમાબેન શિંગાળાએ આભાર દર્શન કર્યું હતું.

અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો : Surat News : ધો. 7 ભણેલા નટુ પટેલે 80 હજારમાં હોલિવુડની મૂવી જેવી બાઈક બનાવી

Tags :
Advertisement

.