ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gondal Police News: પાઉડરની આડમાં વિદેશી દારૂની હેરાફેરીને ગોંડલ પોલીસે માત આપી

Gondal Police News: ગોંડલ શહેર અને તાલુકામાં બૂટલેગરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગોંડલ પોલીસ છાસવારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જોવા મળી રહી છે. ત્યારો ગોંડલ પોલીસ દ્વારા વધુ એકવાર વિદેશી દારૂનો જથ્થો...
11:06 PM Mar 31, 2024 IST | Aviraj Bagda
featuredImage featuredImage
Gondal Police News

Gondal Police News: ગોંડલ શહેર અને તાલુકામાં બૂટલેગરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગોંડલ પોલીસ છાસવારે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જોવા મળી રહી છે. ત્યારો ગોંડલ પોલીસ દ્વારા વધુ એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે આ ચૂંટણી સમયે સૌથી વધારે તકેદારી અને સુરક્ષા પોલીસ વિભાગને રાખવાની હોય છે. તે દરમિયાન ગોંડલ તાલુકાના શેમળા ગામ પાસે અવધ ઇન્ડસ્ટ્રીયલના ગેઇટ પાસે ટ્રકને ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે આ ટ્રકમાં પાઉડરની કોથળીની આડમાં વિદેશી દારૂ ભરવામાં આવ્યો હતો.

Gondal Police News

પોલીસે કુલ 22,56,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગોંડલ તાલુકા પીએસઆઈ જે.એમ.ઝાલા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે આ ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ટ્રકમાંથી પોલીસે કુલ 22,56,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે ઉપરાંત પોલીસ બે આરોપીઓની પણ ધરપકડ કરી છે. આ ટ્રકમાં વિદેશી દારૂની કુલ 4188 બોટલો મળી આવી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે કેસ નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Parshottam Rupala News Update: ભાજપના લોકસભા ઉમેદવારને દિલ્હીમાં દરબારમાં હાજર થવાનું ફરમાન

આ પણ વાંચો: Protest For Parshottam Rupala Update: ક્ષત્રિય સમાજનું પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા પર અલ્ટીમેટમ

આ પણ વાંચો: Koli Community: રાજ્યમાં તળપદા અને ચુવાળીયા કોળી સમાજ સામ-સામે લડી લેવા માટે થયા સજ્જ

Tags :
GondalGondal PoliceGondal Police NewsGujaratGujarat PoliceGujaratFirstliquor SmugglingpoliceRAJKOTSmuggling