Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal News: કોંગ્રેસ કાર્યકર અને તેમના વકીલ પર કર્યો જીવલેણ હુમલો

Gondal News: ગોંડલમાં અસામાજિક તત્વોનું તોફાન વધી રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસ કાર્યકર આશિષ કુંજડિયા પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કોંગ્રેસ અધિકારી પર ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ રાત્રિના સમયે કારમાં જઈ રહ્યા...
06:56 PM Jan 16, 2024 IST | Aviraj Bagda
Fatal attack on Congress worker and his lawyer

Gondal News: ગોંડલમાં અસામાજિક તત્વોનું તોફાન વધી રહ્યું છે. તાજેતરમાં જ કોંગ્રેસ કાર્યકર આશિષ કુંજડિયા પર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કોંગ્રેસ અધિકારી પર ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે તેઓ રાત્રિના સમયે કારમાં જઈ રહ્યા હતા.

ત્યારે ફરિ એકવાર અસામાજિક તત્વોનું જોર વધ્યું છે. કોંગ્રેસ કાર્યકરના એડવોકેટ દિનેશભાઈ પાતરા પર હુમલો કરવામાં આવ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસ કાર્યકર અને તેમના વકીલના ઘરે જઈને તેમને ગાળો બોલીને તેમને જાન મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

Gondal News

ગોંડલમાં અસામાજિક તત્વો માટે કાયદો ના બરાબર

આ અંગે પોલીસને અગાઉ જાણ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમના દ્વારા કોઈ કાયદાકીય પગલા ના લેતા અરજદારના સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આ બનાવ અંગે પોલીસની ભુમીકાને લઈને મેઘવાળ સમાજ દ્વારા ગોંડલ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રોષપૂર્વક રજુઆત કરાઇ હતી.

કોંગ્રેસ કાર્યકર અને તેમના વકિલ પર કર્યો જીવલેણ હુમલો

શહેર તાલુકા મેઘવાળ સમાજ નાં અગ્રણી ગીરધરભાઇ સોલંકી,હરીભાઇ રાઠોડ, બાબુભાઇ મકવાણા સહિત બહોળી સંખ્યામાં એકત્રીત લોકોએ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે રાજકીય વગ ધરાવતા અસામાજીક તત્વોએ દિનેશભાઈ પાતરને જાનથી મારી નાખવાનાં ઇરાદે તેમના ઘરે જઈ તોડફોડ કરી જાનથી મારી નાખવાં ધમકી આપી હતી.

Gondal News

કોંગ્રેસ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા પર થયેલા હુમલા અગે દિનેશભાઈ પાતર આશિષભાઈ તરફી કાનુની લડત ચલાવી રહ્યા છે. તેમની ફેસબુક આઇડી પર બેફામ ગાળો લખાઇ હોય તેમણે પોલીસ ફરિયાદ કરી હતી.

પોલીસે નાટકીય સ્વરૂપે તપાસમાં કાર્યમાં ભૂમિકા ભજવી

તે ઉપરાંત દિનેશભાઈ પાતરનાં ઘર ઉપર કરાયેલાં હુમલાની ઘટનામાં પોલીસે વરવી ભુમીકા ભજવી હતી. પોલીસ દ્વારા નાટકીય ઢબે ત્રણ આરોપીઓ રજુ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ થોડા દિવસો બાદ તેમને રિમાન્ડ મેળવ્યા વગર આસાનીથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા.

આ આવેદનપત્રમાં હુમલામાં સંડોવાયેલા આરોપીઓને પકડી એટ્રોસીટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા અને દિનેશભાઈ પાતર પર ભવિષ્યમાં હુમલો નાં થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવા અને પ્રોટેક્શન આપવા જણાવાયું હતું.

અહેવાલ વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો: Valsad News: વલસાડમાં કેરીના પાકમાં નુકસાન નોંધાયું, બજાર માર્કેટમાં આગમનમાં વિલંબ

Tags :
AdvocateattackBJPConfressGondalGujaratGujaratFirstProtestRAJKOTViralNews
Next Article