Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Accident : મોડીરાત્રે કમઢીયા ગામ પાસે ગોઝારો અકસ્માત, બાઈકસવાર બે મિત્રનાં મોત

ગોંડલ ખાતે મોડી રાત્રે માર્ગ અકસ્માતની (Gondal Accident) એક ગોઝારી ઘટના બની હતી. બે બાઇક સામસામે અથડાતાં બાઇકસવાર બે મિત્રનાં મોત નીપજ્યાં છે. બંને મિત્ર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કમઢીયા ગામ (Kamdhiya village) નજીક મામાદેવના...
gondal accident   મોડીરાત્રે કમઢીયા ગામ પાસે ગોઝારો અકસ્માત  બાઈકસવાર બે મિત્રનાં મોત

ગોંડલ ખાતે મોડી રાત્રે માર્ગ અકસ્માતની (Gondal Accident) એક ગોઝારી ઘટના બની હતી. બે બાઇક સામસામે અથડાતાં બાઇકસવાર બે મિત્રનાં મોત નીપજ્યાં છે. બંને મિત્ર મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કમઢીયા ગામ (Kamdhiya village) નજીક મામાદેવના મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો. સુલતાનપુર પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

માર્ગ અકસ્માતમાં બે મિત્રના મોત

રાજકોટ (Rajkot) જિલ્લાના નવાગઢ (જેતપુર) ગામના બે મિત્ર હિતેશભાઈ મકવાણા (ઉ.વ.17) અને પ્રકાશભાઈ મેણીયા (ઉ.વ.20) બાઈક પર નવાગઢ ગામથી ગોંડલના કમઢીયા ગામ પાસે આવેલા મામાદેવના મંદિરે (Mamadev temple) દર્શન કરવા જઈ રહ્યા હતા. દરમિયાન, તેમની બાઈક અન્ય બાઈક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને (Gondal Accident) પગલે લોકોની ભીડ ભેગી થતા ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ સર્વિસમાં કરાઈ હતી. આથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની (Shivam Public Trust) એમ્બ્યુલન્સ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને બંને મિત્રોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

માર્ગ અકસ્માતમાં બે મિત્રના મોત

આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારજનોમાં ગમગીની

જો કે, સિવિલ હોસ્પિટલમાં (civil hospital) ફરજ પરના તબીબે બંને મિત્રોને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા સુલતાનપુર પોલીસ (Sultanpur police) પણ હોસ્પિટલ પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે, બે આશાસ્પદ યુવકોનાં મોતથી પરિવારજનો અને ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે.

Advertisement

આ પણ વાંચો - VADODARA : સાદાઇથી લગ્ન કર્યા બાદ સાસરિયાઓએ દહેજની માંગ મુકી, પછી…

આ પણ વાંચો - SURAT : અનૈતિક સંબંધોનો આવ્યો કરુણ અંત, પતિને રસ્તામાંથી હટાવવા કરી હત્યા

આ પણ વાંચો - Morbi Labour Accident: કારાખાનાની ટાંકીમાં સફાઈ દરમિયાન ગૂંગળામણથી કરુણ શ્રમિકોનું મોત

Tags :
Advertisement

.