Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટ કલેકટર કચેરી ખાતે સન્માનિત કરવામાં આવ્યા

ગોંડલનું શિવમ સાર્વજનિક ટ્રસ્ટ સેવાનું પર્યાય બની જવા પામ્યું છે ટ્રસ્ટ નાં પ્રમુખ, સદસ્યો દિવસ રાત જોયા વગર અકસ્માતોમાં કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સેવા માટે ચોવીસે કલાક ખડે પગે રહેતા હોય જેની નોંધ રાજકોટ કલેકટર દ્વારા લઈ ટ્રસ્ટના પ્રમુખને સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે.   ગુડ રિટન અંતર્ગત સારી સેવા આપનારા ઓ ને સન્માનિત કરવાનું આયોજન કરાયું વડાપ્à
શિવમ સાર્વજનિક ટ્રસ્ટના પ્રમુખ અને રાજકોટ કલેકટર
કચેરી ખાતે સન્માનિત કરવામાં આવ્યા

ગોંડલનું શિવમ સાર્વજનિક ટ્રસ્ટ સેવાનું પર્યાય બની જવા
પામ્યું છે ટ્રસ્ટ નાં પ્રમુખ
,
સદસ્યો દિવસ રાત જોયા વગર
અકસ્માતોમાં કે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોની સેવા માટે ચોવીસે કલાક ખડે પગે
રહેતા હોય જેની નોંધ રાજકોટ કલેકટર દ્વારા લઈ ટ્રસ્ટના પ્રમુખને સર્ટિફિકેટ એનાયત
કરી સન્માનિત કરવામાં આવ્યા છે.

Advertisement

 


Advertisement

ગુડ રિટન અંતર્ગત સારી સેવા આપનારા ઓ ને સન્માનિત કરવાનું આયોજન કરાયું

વડાપ્રધાને નરેન્દ્રભાઈ મોદી અને મુખ્ય
મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અક્સ્માત દરમ્યાન ગુડ રિટન અંતર્ગત સારી સેવા
આપનારા ઓ ને સન્માનિત કરવાનું આયોજન કરાયું છે.
ગોંડલના સરકારી દવાખાના ખાતે શિવમ સાર્વજનિક ટ્રસ્ટના
પ્રમુખ દિનેશભાઈ માધડ અને તેમના સાથી સદસ્યો દ્વારા અનેકવિધ રીતે સેવાકીય પ્રવૃતિઓ
કરવામાં આવી રહી છે ખાસ કરીને નેશનલ હાઇવે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોમાં
ઘાયલ થતા લોકોને તાત્કાલિક તબીબી સારવાર એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓ મળી રહે તે માટે
ચોવીસે કલાક સેવા બજાવવામાં આવતી હોય છે.

Advertisement

 

 

 

 રાજકોટ ખાતે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, ધારાસભ્ય
દર્શિતાબેન શાહ
, પ્રદીપભાઈ ડવ સહિતના એ લઈ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના
પ્રમુખને રાજકોટ ખાતે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કર્યા હતા અને કહ્યું હતું કે
દિનેશભાઈ જેવું વ્યક્તિત્વ આ સમયમાં મળવું મુશ્કેલ છે લોકોએ દિનેશભાઈ ની સેવા
માંથી પ્રેરણા લેવી જોઈએ તેવું કહી દિનેશભાઈ ને તેમની સેવા અવિરત ચાલુ રાખવા
જણાવ્યું હતું


આ પણ વાંચો-

સુરતમાં ગુનેગારો ઉંઘતા હતા અને પોલીસ સવાર સવારમાં જ ત્રાટકી, જાણો કેમ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.