Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : મોટા સમઢીયાળા ગુરુકુળ વિવાદ મામલે વાલી, સરપંચનું નિવેદન લેવાયું, સ્વામી જનાર્દન ગાયબ!

ગીર સોમનાથના (Gir Somnath) મોટા સમઢીયાળા સ્વામિનારાયણ ગુરુકુળ (Swaminarayan Gurukul) વિવાદ મામલે બાળ કલ્યાણ સમિતિએ વિદ્યાર્થીના કાઉન્સેલિંગ બાદ આજે બાળકના વાલી અને સરપંચનું નિવેદન નોંધ્યું છે. જ્યારે ગુરુકુળના સ્વામી જનાર્દન બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર નહોતા થયા. માહિતી મુજબ, આ...
11:02 PM May 20, 2024 IST | Vipul Sen

ગીર સોમનાથના (Gir Somnath) મોટા સમઢીયાળા સ્વામિનારાયણ ગુરુકુળ (Swaminarayan Gurukul) વિવાદ મામલે બાળ કલ્યાણ સમિતિએ વિદ્યાર્થીના કાઉન્સેલિંગ બાદ આજે બાળકના વાલી અને સરપંચનું નિવેદન નોંધ્યું છે. જ્યારે ગુરુકુળના સ્વામી જનાર્દન બાળ કલ્યાણ સમિતિ સમક્ષ હાજર નહોતા થયા. માહિતી મુજબ, આ મામલે વધુ તપાસ માટે આગામી ગુરુવારે આચાર્ય અને ક્લાસ ટીચરને જિલ્લા મથકે બોલાવ્યા છે.

ગીર સોમનાથના (Gir Somnath) ઉના (UNA) તાલુકામાં મોટા સમઢીયાળા સ્વામિનારાયણ ગુરુકુળમાં (Swaminarayan Gurukul) અભ્યાસ કરતા ધો. 10 ના વિદ્યાર્થીના પરિવારજનોએ ગુરુકુળ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કર્યા હતા. પરિવારે ગુરુકુળમાં સ્વામી જનાર્દન (Swami Janardhan) દ્વારા તેમના બાળકનું બ્રેઇનવોશ (brainwash) કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ગઈકાલે જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ (District Child Welfare Committee) વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કર્યું હતું. જ્યારે આજે સમિતિ દ્વારા વિદ્યાર્થીના વાલી અને ગામના સરપંચનું નિવેદન લેવામાં આવ્યું છે. જો કે, સ્વામી જનાર્દન જિલ્લા બાળ કલ્યાણ સમિતિએ સમક્ષ હાજર ન થયા હોવાની માહિતી છે.

જનાર્દન સ્વામી વિરુદ્ધ બ્રેઇનવોશનો ગંભીર આક્ષેપ

આ કેસમાં વધુ તપાસ માટે આગામી ગુરુવારે આચાર્ય અને ક્લાસ ટીચરને જિલ્લા મથકે બોલાવ્યા છે. જણાવી દઈએ કે, મોટા સમઢિયાળા સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન (Swami Janardhan) સ્વામી વિરુદ્ધ વડલી ગામના ખેડૂત પુત્રનું બ્રેઇનવોશ કરતા હોવાનો અક્ષેપ બાળકના પિતાએ કરતા સમગ્ર પ્રકરણ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યા બાદ બાળ કલ્યાણ સમિતિએ (District Child Welfare Committee) તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં જનાર્દન સ્વામી તપાસ સમિતિ સમક્ષ આવતા નથી અને વિદ્યાર્થી સાથે કરેલ વાતનો જવાબ સ્વામી પાસે નથી કે શું તેવા અનેક સવાલ સ્વામી સામે ઊભા થયા છે. એક તરફ સમાધાન થયું હોવાના નિવેદન આપી આ ઘટના દબાવી દેવાના પ્રયાસ કરતા સ્વામી જનાર્દન વિદ્યાર્થીના વાલીને પણ સમાધાનનું દબાણ કરી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

 

આ પણ વાંચો - Gir Somnath : સ્વામિનારાયણ ગુરુકુળમાં બ્રેઇનવોશ મામલે વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ, વાલીનું પણ લેવાશે નિવેદન

આ પણ વાંચો - Surat : સિલ્વર ચોક સ્વામિનારાયણ મંદિરમાં થાય છે બ્રેઇનવોશ ? પરિવારે લગાવ્યા ગંભીર આરોપ

આ પણ વાંચો - Surat: જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના સ્વામી સહિત 7 લોકો સામે 1.34 કરોડની ઠગાઈની ફરિયાદ

Tags :
brainwashDistrict Child Welfare CommitteeDistrict Education officerGir-SomnathGujarat FirstGujarati NewsSwami JanardhanSwaminarayan GurukulUna
Next Article