Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gir Somnath : 19 હજાર કિલો સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપાઈ, કુખ્યાત માફિયાનું નામ આવ્યું સામે!

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાનાં વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવતા પુરવઠા તંત્ર દ્વારા 19 હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે...
gir somnath   19 હજાર કિલો સરકારી અનાજ ભરેલી ટ્રક ઝડપાઈ  કુખ્યાત માફિયાનું નામ આવ્યું સામે

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં ગરીબોના સરકારી અનાજને બારોબાર સગેવગે કરવાનાં વધુ એક કારસ્તાનનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કુખ્યાત અનાજ માફિયા કાદુ ઉર્ફે ધીરુ બારડની ફરી સંડોવણી સામે આવતા પુરવઠા તંત્ર દ્વારા 19 હજાર કિલો શંકાસ્પદ સરકારી ચોખાના જથ્થા સાથે 15 લાખનો મુદ્દામાલ સીઝ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કૌભાંડમાં ભ્રષ્ટ અધિકારીઓની મીઠી નજર હોવાની ચર્ચા

છેલ્લા કેટલાક સમયથી ગીર સોમનાથ જિલ્લામાં સરકારી રેશનિંગના અનાજને બારોબાર વેચી મારવા માટેનું સુનિયોજિત રેકેટ ચાલી રહ્યું છે, જેમાં ક્યાંકને ક્યાંક તંત્રના જ અમુક ભ્રષ્ટ અધિકારીઓની પણ મીઠી નજર હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આવી પ્રવૃત્તિને ડામવા માટે જિલ્લા કલેક્ટર દીગ્વિજયસિંહ જાડેજા (Digvijay Singh Jadeja) દ્વારા કમર કસવામાં આવી છે. ત્યારે વેરાવળ (Veraval) નજીક ગઈકાલે ફરી એકવાર શંકાસ્પદ સરકારી અનાજ ભરેલ ટ્રકને ઝડપી પડાઈ છે.

ટ્રકમાંથી 19,240 કિગ્રા શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો ઝડપાયો

આ અંગે જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે (Rajesh Ale) જણાવ્યું હતું કે, જિલ્લા કલેક્ટરને મળેલી બાતમી આધારે પુરવઠા વિભાગની ટીમ દ્વારા વેરાવળ જૂનાગઢ (Junagadh) હાઇવે પર શંકાસ્પદ ટ્રકને રોકી તલાશી લેતાં ટ્રકમાંથી 380 કટામાં 19,240 kg શંકાસ્પદ સરકારી ચોખાનો (government grain) જથ્થો મળી આવ્યો હતો. આ ચોખાના જથ્થાને પરિક્ષણ અર્થે લેબમાં મોકલ્યો હતો. સાથે જ અનાજ સાથે ટ્રકને સીઝ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, આ કિસ્સામાં પણ સુત્રાપાડાના (Sutrapada) કાદુ ઉર્ફે ધીરુ બારડની શંકાસ્પદ ભૂમિકા તંત્રના ધ્યાને આવી છે. હાલ ટ્રકચાલક દ્વારા આકાશ ટ્રેડિગ કંપનીની બિલ ટી રજૂ કરવામાં આવતા આ પેઢીની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

Advertisement

અગાઉ પણ કાદુ બારડ સામે નોંધાયો હતો ગુનો

ઉલ્લેખનીય છે કે, દોઢેક માસ પૂર્વે સુત્રાપાડાના પ્રાસલી માર્કેટિંગ યાર્ડમાં (Prasli Marketing Yard) રાત્રિના સમયે ખુદ જિલ્લા કલેક્ટરે દરોડો પાડી મસમોટો સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં સુત્રાપડા ના જ અમરાપુર (Amrapur) ગામના કાદુ બારડ નામના શખ્સની સંડોવણી સામે આવી હતી. આથી, તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરતા ગુનો નોંધવામાં આવ્યો હતો. દરમિયાન, આ અનાજ માફિયા દ્વારા તેની ગેરકાયદેસર પ્રવૃતિને સતત ચાલુ રાખી ફરી એકવાર ગરીબોનું અનાજ બારોબાર વેચી મારવાનું કૌભાંડ પકડતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Advertisement

આ પણ વાંચો - Suicide : સરોવર પ્લેટિનિયમ બિલ્ડરની ઓફિસમાં યુવકની ઝેર પીને આત્મહત્યાની કોશિશ

આ પણ વાંચો - Jamnagar : વકીલ હારુન પલેજાની હત્યા કેસમાં ફરાર આરોપી ઝડપાયો

આ પણ વાંચો - VADODARA : 15 દિવસથી ખાડા ખોદતા તંત્રને લીકેજ મળતું નથી

Tags :
Advertisement

.