Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

GST Collection: ગુજરાત સરકારની તિજોરી છલકાઈ, GSTકલેક્શનમાં ધરખમ વધારો

GST Collection : ગઈ કાલથી  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને આજે  નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે. જેની પહેલા સરકાર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગત જાન્યુઆરી મહિનામાં GST અને VAT...
08:23 AM Feb 02, 2024 IST | Hiren Dave
Gujarat GST Collection 2024

GST Collection : ગઈ કાલથી  ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે અને આજે  નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં બજેટ રજૂ કરવાના છે. જેની પહેલા સરકાર માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગત જાન્યુઆરી મહિનામાં GST અને VAT થકી રાજ્યને 8992  (GST Collection  ) કરોડની આવક થઈ છે.

 

 

હકીકતમાં સરકાર દ્વારા ચાલું નાણાંકીય વર્ષના છેલ્લા બે મહિનામાં રાજ્યને GST અને VAT થકી થયેલી આવકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ જાન્યુઆરી-2024માં રાજ્યને GST અને VAT થકી રૂ. 8992 કરોડની આવક થઈ છે. જે GSTના (GST Collection) અમલીકરણ બાદની બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક મનાય છે. અગાઉ ચાલું નાણાંકીય વર્ષના એપ્રિમ મહિનામાં સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ હતી. આમ GST અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાંજ પ્રથમ તેમજ દ્વીતીય ક્રમની સૌથી ઊંચી માસિક આવક થઈ છે.

 

GST અમલીકરણ બાદ આ બીજા ક્રમની સૌથી ઊંચી માસિક આવક છે. અગાઉ ચાલુ નાણાકીય વર્ષનાં એપ્રિલ મહિનામાં સૌથી ઊંચી માસિક આવક થઈ હતી. આમ, જીએસટી અમલીકરણ બાદ ચાલુ નાણાકીય વર્ષમાં જ પ્રથમ અને દ્વિતીય ક્રમની સૌથી ઊંચી માસિક આવક નોંધાઈ છે.

ડિસેમ્બરની સરખામણીએ આવકમાં વધારો
GST હેઠળ રાજ્યની જાન્યુઆરી-2024માં રૂપિયા 5861 કરોડ રૂપિયાની આવક ભેગી કરી છે. જે ડિસેમ્બર-2023માં થયેલ 5082 કરોડ રૂપિયા કરતાં 15% વધારે છે. તો બીજી તરફ રાજ્યને વેટ હેઠળ 3061 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ડિસેમ્બર 2023માં વેટ હેઠળ થયેલ આવક 2792 કરોડ રૂપિયા કરતાં 10% વધારે છે.

ગુજરાતની GST આવક રૂપિયા કરોડોમાં નોંધાઈ
ચાલુ નાણાકીય વર્ષમાં જાન્યુઆરી માસ સુધીમાં રાજ્યને GST અને વેટથી કુલ 89,765 કરોડની આવક થઈ છે જે રાજ્ય કરવિભાગને ફાળવવામાં આવેલ લક્ષ્યાંક 1,05,876 કરોડનાં 85% છે.

 

આ  પણ  વાંચો - Gujarat Assembly : નાણાં મંત્રી કનુ દેસાઇ શુક્રવારે રજૂ કરશે પેપરલેસ બજેટ

 

 

Tags :
GandhinagarGandhinagar NewsGSTGujaratGujarat Budget 2024incomeVAT
Next Article